30 હજાર કરોડનું સામ્રાજ્ય ધરાવતા પિરામલ પરિવારની વહુ બનશે ઈશા અંબાણી

May 7, 2018 at 6:46 pm


નીતા અંબાણી અને મુકેશ અંબાણીની દીકરી અને આકાશ અંબાણીની બહેન ઇશા અંબાણી આ વર્ષે ડિસેમ્બરમાં સ્વાતી અને અજય પિરામલનાં દીકરા આનંદ પિરામલ સાથે થશે. આ લગ્ન ભારતમાં જ થશે. આનંદ અને ઇશા લાંબા સમયથી સારા મિત્રો છે. બંનેનાં પરિવાર વચ્ચે ચાર દાયકા જુના મિત્રતાનાં સંબંધ છે. આનંદ પિરામલ ભારતનાં પ્રતિિષ્ઠત રિયલ એસ્ટેટ કંપનીઆેમાંથી એક પિરામલ રિયાલિટીનાં સંસ્થાપક છે.
આનંદ પીરામલ હવે ઈશાનો પતિ
અજય પીરામલના દીકરાનું નામ આનંદ પીરામલ છે, તેની સાથે ઈશાના લગ્ન થવાના છે. આનંદ પીરામલ પણ પોતાના પિતા સાથે કામ કરે છે. તે પીરામલ ગ્રુપના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર છે અને પીરામલ રિયાલિટીના ફાઉન્ડર છે. તેમણે વર્ષ 2012માં પીરામલ રિયાલિટીની શરુઆત કરી હતી.
દેશના ટોચના બિઝનેસમેન અજય પીરામલ
અજય પીરામલ ભારતના ટોચના બિઝનેસમેનમાંથી એક છે અને તેઆે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક આેબામા, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ શેર કરતા પણ દેખાઈ ચૂક્યા છે. અજય પીરામલ, પીરામલ એન્ટરપ્રાઈઝના ચેરમેન છે અને આ કંપની ફામાર્, હેલ્થકેર અને ફાઈનાન્સ સવિર્સના ક્ષેત્રમાં કામ કરી રહી છે.
22 વર્ષની ઉંમરે શરુ કર્યો બિઝનેસ
પીરામલે પોતાના ફેમિલી ટેક્સટાઈલ બિઝનેસને છોડીને ફામાર્ ક્ષેત્રમાં કામ કરવાનું શરુ કર્યું હતું તેઆે વર્ષ 1977માં 22 વર્ષની ઉંમરમાં જ પરિવારના બિઝનેસમાંથી અલગ થઈ ગયા હતા.
2010માં 3.8 બિલિયન ડોલરનો વેપાર કર્યો
તેમણે વર્ષ 2010માં સૌથી મોટી ડિલ કરી હતી, જ્યારે તેમણે પોતાના એબોટ લેબ્સ સાથે 3.8 બિલિનય ડોલરનો વેપાર કર્યો હતો. તેઆે શ્રીરામ ગ્રુપના ચેરમેન પણ છે.
પત્ની છે કંપનીની વાઈસ ચેરમેન
પીરામલની પત્ની સ્વાતિ કંપનીની વાઈસ ચેરમેન છે જ્યારે તેમની દીકરી નંદિની અને દીકરો આનંદ બોર્ડ મેમ્બર્સમાં મહત્વના સ્થાન પર છે.
30 દેશોમાં વેપાર કરે છે કંપની
તેમની કંપની 30 દેશોમાં વેપાર કરે છે અને હજારો લોકોની ટીમ આ કંપનીને આગળ વધારવા માટે સતત કામ કરી રહી છે.
ભારતમાં 22માં સૌથી ધનિક વ્યિક્ત
ફોબ્ર્સ અનુસાર તેમની સંપિત્ત 4.5 બિલિયન ડોલર છે અને તેઆે ભારતમાં 22માં અને દુનિયાના 404માં સૌથી અમીર વ્યિક્ત છે. એટલે કે તેમની સંપિત્ત 30 હજાર કરોડ રુપિયાથી વધારે છે. તેમણે બોમ્બે યુનિવસિર્ટીમાંથી અભ્યાસ કર્યો છે.

print

Comments

comments

VOTING POLL