3000 ઈંટ સાથે અયોધ્યા પહોંચ્યા મુસ્લિમો: રામમંદિર નિર્માણ કરાવવાનો લીધો સંકલ્પ

April 21, 2017 at 11:10 am


ધર્મનગરી અયોધ્યામાં વિવિધ શહેરોમાંથી મુસ્લિમ સમાજના લોકો એકત્ર થયા હતા અને ઝુલુસ સ્વપે રસ્તા પર ‘મુસ્લિમો હક અને ઈમાન સાથે આવો, શ્રીરામ મંદિરનું નિમર્ણિ કરાવો’ના નારા પણ લગાવ્યા હતાં. રામમંદિર નિમર્ણિ માટે મુસ્લિમો 3000 ઈંટ લઈને રામલલ્લાના દર્શન કરવા જઈ રહેલા ટોળાને પોલીસે અટકાવી દીધું હતું.
શ્રીરામ મંદિર નિમર્ણિ મુસ્લિમ કારસેવક સંઘ મંચના સભ્ય ગઈકાલે સાંજે 6 વાગ્યે અયોધ્યા પહોંચ્યા અને અહીં ભવ્ય રામમંદિર નિમર્ણિનો સંકલ્પ લઈને જય શ્રીરામના નારા પણ લગાવ્યા હતાં. મંચના અધ્યક્ષ આઝમખાને જણાવ્યું કે અમે લખનૌથી આવી રહ્યા છીએ. અમારો હેતુ રામમંદિર નિમર્ણિ કરવાનો છે. પોલીસ અધિકારી અરવિંદ કુમાર પાંડે કહ્યું કે મુસ્લિમ મંચના સભ્ય બસ્તી, મહારાજગંજ, ગોરખપુર, લખનૌ વગેરે જગ્યાએથી અહીં આવ્યા હતાં.
મંદિર નિમર્ણિમાં પોતાનો સહયોગ ઈંટના માધ્યમથી આપવા માગતા હતા પરંતુ મંદિર બંધ હોવાનું તેમને જણાવવામાં આવ્યું હતું તેથી તેમણે વિહિપ્નો સંપર્ક સાધ્યો હતો. તેઓએ આ ઈંટ મંદિર નિમર્ણિ માટે આપવાનો સંકલ્પ લીધો છે.

print

Comments

comments

VOTING POLL