4જી યુઝર્સને 3 ગણી ડેટા સ્પીડ આપશે એરટેલ

September 26, 2017 at 11:39 am


ભારતી એરટેલના 4જી યુઝર્સ ટુંક સમયમાં 30થી 35 એમબીપીએસની સરેરાશ સ્પીડ પર ઈન્ટરનેટ બ્રાઉઝ અને વીડિયો સ્ટ્રીમ કરી શકશે. આ સ્પીડ અત્યારની સ્પીડથી 3 ગણી વધારે હશે. એરટેલ ટુંક સમયમાં ભારતના મુખ્ય શહેરોમાં મેસિવ મીમો ટેક્નોલોજી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે બેંગ્લોર, માનેસર અને ચંદીગઢમાં આ ટેક્નિકનું ટ્રાયલ ચાલી રહ્યું છે. આ વિષયની જાણકારી ધરાવનારા લોકોએ કહ્યું કે, આ ટેક્નિક 4 કરતાં ચઢિયાતી અને 5જી કરતાં થોડી ઓછી માનવામાં આવે છે અને એરટેલ ડિસેમ્બર 2017થી ફેબ્રુઆરી 2018 દરમિયાન આનું કોમર્શિયલ રોલઆઉટ શરુ કરી શકે છે. બની શકે કે રિલાયન્સ જિયોની સ્પીડને ટક્કર આપવા માટે કંપ્ની આ ટેક્નિકમાં રોકાણ કરી રહી છે.

print

Comments

comments

VOTING POLL