4.1ની તીવ્રતાના આંચકાથી ચોબારી પંથક ધણધણ્યો

January 6, 2017 at 11:33 pm


વાગડ ફોલ્ટલાઈન ફરી સક્રિય બની ઃ દુધઈ નજીક પણ ર.3ની તીવ્રતાનાે આંચકો

કચ્છ જિલ્લામાં આજે ફરી આંચકાનાે દોટ શરૂ થયો હોય તેમ 4.1ની તીવ્રતાના 1 સહિત બે આંચકા અનુભવાયા હતા. ભચાઉ નજીક ચોબારી નજીકના કેન્દ્ર િંબદુ સાથે વહેલી સવારે 3.1પ વાગ્યે 4.1ની તીવ્રતાનાે આંચકો અનુભવાયો હતાે. ગત વર્ષમાં (ર016)માં 4થી વધુ તીવ્રતાના 3 આંચકા અનુભવાયા હતા. જ્યારે વિનાશકારી ભુકંપવાળી તારીખ ર6મી જાન્યુઆરી નજીક જ છે ત્યારે અનુભવાયેલા આ આંચકાએ લોકોને વિચાર કરતા કરી દીધા છે.

આજે વહેલી સવારે 3ઃ1પ વાગ્યે ભચાઉથી નજીકના કેન્દ્ર િંબદુ સાથે 4.1ની તીવ્રતાનાે આંચકો અનુભવાતા લોકો જાગી ગયા હતા. આ 4.1ની તીવ્રતાનાે આંચકો ભચાઉથી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમમાં ર6 કિ.મી. દૂર આવેલા કેન્દ્રિંબદુ ખાતે નાેંધાયો છે. તેની ઉંડાઈ માત્ર 1પ.ર કિ.મી. છે. તેના કારણે આસપાસના વિસ્તારોમાં તેની અસર થઈ હતી. જ્યારે સવારે 10ઃ03 મિનિટે દુધઈ નજીકના કેન્દ્રિંબદુ પરથી ર.3ની તીવ્રતાનાે આંચકો અનુભવાયો હતાે.
ભચાઉ નજીક અનુભવાયેલ 4.1ની તીવ્રતાવાળા આંચકાનું કેન્દ્રિંબદુ ચોબારી આસપાસ છે. ભચાઉથી ચોબારી સુધીના વિસ્તારમાં આની સીધી અસર થઈ હતી. કેટલાક ગામોમાં તાે લોકો ઉંઘમાંથી જાગી ગયા હતા.
અમદાવાદ સ્થિત ઈન્ડિયન સિસ્મોલોજીકલ સંસ્થાએ 4.1ની તીવ્રતાવાળા આંચકાને સમર્થન આપ્યું છે.

જાણકારોના કહેવા પ્રમણે ગત વર્ષ (ર016)માં 4થી વધુ તીવ્રતાના 3 આંચકા અનુભવાયા હતા. જેમાં છેલ્લાે આંચકો આવો આંચકો 7મી ડિસેમ્બર ર016ના રોજ રાપર નજીકના કેન્દ્રિંબદુ સાથે અનુભવાયો હતાે.

વિતેલા વર્ષમાં 3થી વધુ તીવ્રતાના 68થી વધુ આંચકા નાેંધાયા છે.
વિનાશકારી ભુકંપની તારીખ એટલે કે ર6મી જાન્યુઆરી નજીક છે. ત્યારે અનુભવાયેલા આંચકાએ લોકોને વિચાર કરતાં કરી દીધા છે. 4.1ની તીવ્રતાનાે આંચકો છેલ્લા થોડા સમય પહેલા સક્રિય બનેલી વાગડ ફોલ્ટલાઈન પરથી અનુભવાયેલો છે.

print

Comments

comments

VOTING POLL