4.57 કરોડની મગફળીમાં ધૂળ-ઢેફા કૌભાંડમાં મોટા માથાની સંડોવણીં

August 2, 2018 at 12:03 pm


જેતપુરના પેઢલા ખાતે નાફેડ-ગુજકોટ દ્વારા રાખવામાં આવેલા મગફળીના જયશ્રી વેરહાઉસમાં 4.પ7 કરોડની મગફળીના જથ્થામાં ધૂળ-ઢેફાના બહાર આવેલા કૌભાંડની ફરિયાદને પગલે અંતે જેતપુર તાલુકા પોલીસે માળિયા હાટીના તાલુકાના મોટી ધાણેજ ગામની સેવા સહકારી મંડળીના રામશી ચુડાસમા, ઉપપ્રમુખ ખુમાણ ઝૂંઝીયા, જાદવ પીઠીયા, સોનીગ ઝુંઝીયા વગેરે ચારને મોટી ધાણેજથી લાવીને પુછપરછ હાથ ધરવામાં આવી છે. વધુ હોદ્દેદારો, કારોબારી સભ્યોની પણ પુછપરછ થશે તેમ મનાય છે, મગફળી જથ્થામાં ધૂળ-ઢેફા ભેળવી કરોડોનો વીમો પકવવા આગ લગાડવાનો ઇરાદો હતો કે કેમ ં અન્ય મોટા માથા સહિત કોની કોની સંડોવણી છે ં વગેરે પુછપરછ માટે વેપારીઆે સહિતના સંબંધિતોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સ્ટેટ કો-આેપરેટિવ ફાઉન્ડેશન લિમિટેડ (ગુજકોટ) દ્વારા માળીયા હાટીના તાલુકાના મોટી ધાણેજ ગામની સહકારી મંડળીએ ટેકાના ભાવે 31 હજાર ગુણી કિંમત ચાર કરોડ સતાવન લાખ પચીસ હજાર પૂરાની ખેડૂતો પાસેથી ખરીદ કરેલ જેને પેઢલા ગામ પાસે આવેલ જયશ્રી ઇંટરનેશનલ નામના ભાડાના રો હાઉસ રાખવામાં આવેલ જેમાં પ્રત્યેક 35 કિલોની ગુણીમાં 20 કિલો જેટલા વજનના પત્થરો અને માટીની ભેળસેળ થયેલ હોવાનું વેપારીઆે દ્વારા ગતરોજ ખુલાસો કર્યા બાદ રો હાઉસનો મેનેજર રો હાઉસને તાળા મારીને જતો રહ્યા બાદ પોલીસે રો હાઉસનો કબ્જો લઈ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો મગફળીમાં ભેળસેળ અંગે સરકાર સુધી પડઘા પડતા સરકાર દ્વારા ગુજકોટના મેનેજરને ફરીયાદ કરવાનો આદેશ કરતા મોડી રાતે ગુજકોટના સૌરષ્ટ્ર ઝોનના મેનેજર મગનભાઈ ઝાલાવાડીયા દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં મગફળી જેણે ખરીદી હતી તે માળીયા હાટીના તાલુકાની મોટી ધાણેજ સહકારી મંડળીના પ્રમુખ, મંત્રી તથા તેના પર જાત દેખરેખ રાખનાર ગુજકોટના સુપર વાઈઝર, જ્યાં મગફળી રાખવામાં આવી છે તે રો હાઉસના મેનેજર તેમજ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરી પ્રમાણપત્ર આપનાર એનબીએચસીના અધિકારીઆે તેમજ તપાસમાં જેના પણ નામ ખુલે તેની સામે પ્રત્યેક ગુણીનો નેટ વજન 35 કિલો કિંમત 1475 રુપિયા કુલ લેખે કુલ 31હજાર ગુણી જેનો વજન 1085000 કિલોગ્રામ કુલ કિંમત 4 કરોડ 57 લાખ 25 હજારની મગફળીમાં માટી પત્થરાેં ભેળસેળ કરવા અંગે આઇપીસી 406 અને 420 વિશ્વાસઘાત અને છેતરપિંડી હેઠળ ફરીયાદ નાેંધાવી હતી.

ફરીયાદના અંતમાં મંડળીએ મગફળી જેની પાસેથી ખરીદ કરી હોય તે ખાતેદારો, તોલમાપ કરનાર મજુરો તથા મગફળીનો જથ્થો લાવનાર ટ્રક ડ્રાઇવર ટ્રક માલીક તેમજ તપાસમાં જેના પણ નામ ખુલ્લે તેવું પણ લખેલ છે જેથી ફરીયાદનો અંત મુખ્ય કસૂરવારોને બચાવવા માટે અત્યારથી જ દાવ પેચ ખેલાઈ રહ્યા હોવાનો ભાસ થાય છે કેમ કે ટેકાના ભાવે મગફળી જયારે ખરીદાણી હતી ત્યારે જે તે ખાતેદારની મગફળીની એનબીએચસીના અધિકારીએ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન એટલે કે જાત તપાસ કરી સારી ગુણવતાની મગફળીનું પ્રમાણપત્ર આપ્યા બાદ જ જે તે મંડળીએ મગફળી ખરીદી હતી અને ત્યાર બાદ મગફળીને ગુણીઆેમાં ભરી તેની હાથ વડે સિલાઈ કરી તેના પર જે તે ખરીદનાર મંડળીના માર્ક લગાવવામાં આવે છે એટલે આ મગફળીને લાવનાર ટ્રક ડ્રાઇવર તેના માલિકો કે તોલમાપ કરનાર મજુરો ભેળસેળ કરે તે દેખીતી રીતે તો શક્ય ન હોવાનું જણાય છે. પરંતુ રાજયભરમાં થયેલ મગફળી કૌભાંડમાં જેમ તપાસના અંતે જેની કલ્પના પણ ન હોય તેવા વ્યક્તીઆેના નામ આરોપી તરીકે ખુલ્યા તેમ કદાચ પેઢલા ખાતેના જયશ્રી રો હાઉસની મગફળી ભેળસેળની થયેલ ફરીયાદની તપાસમાં પણ ખુલ્લે તો કંઈ તો નવાઈ નહીં

રાજ્યભરમાં જયશ્રી રો હાઉસનું મગફળી કૌભાંડ ગૂંજતા સરકાર દ્વારા તપાસના આદેશ છૂટતા આજે કલેકટર રાહુલ ગુપ્તા અને પોલીસ વડા બલરાજ મીણા રો હાઉસ ખાતે તપાસ માટે આવેલા જેમાં મગફળી સંશોધન કેન્દ્રની તેમજ એફએસએલની ટીમને પણ સાથે રાખી ભેળસેળવાળી મગફળીના નમૂના લેવા માટે ઇલોકટ્રાેનીક વજન કાંટા સાથે રાખી ગુણીઆે ખોલી તેમાંથી નીકળેલ પત્થર માટી અને મગફળીનો વજન કર્યો હતો પરંતુ ભેળસેળવાળી 31 હજાર જેટલી ગુણી હોવાથી કલેકટર દ્વારા છ ટીમો બનાવવામાં આવી જેમાં પ્રત્યેક ટીમમાં એક નાયબ મામલતદાર, એક તલાટીમંત્રી, એક પોલીસ કોન્સ્ટેબલ અને તોલમાપ કરવા માટે મજુરોની ટીમો બનાવી મગફળીના જથ્થામાંથી પસંદગીની ગુણોની તપાસ કરશે અને આ કામગીરી ગુરુવાર બપોર સુધીમા પૂરી થઈ જશે તેમ જણાવ્યું હતુ જયારે બલરાજ મીણાએ જણાવેલ કે એક તપાસ ટીમને મગફળી જ્યાં ખરીદાઈ તે મોટી ધાણેજ સહકારી મંડળી ખાતે મોકલેલ પરંતુ મંડળીના પ્રમુખ કે મંત્રી કોઈ મળ્યા ન હતા પરંતુ તપાસમાં જે કોઈના નામ ખુલશે તેઆે ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વધુમા જાણવા મળ્યા મુજબ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાની મોટી ધણેજ ગામની સહકારી મંડળીના હોદેદારો રામશી ચૂડાસમા, જાદવ પીઠીયા, સોનીગ જુનજીયા, મંડળીના ઉપપ્રમુખ ખુમાણ જુનજીયા સહિતના હોદેદારની જેતપુર તાલુકા પોલીસે અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે.

31000 ગુણી માંથી રેન્ડમલી 140 ગુણીની તપાસ 100 ગુણી માંથી ચાર ગુણીની રેન્ડમલી તપાસ કુલ 140 ગુણી ની તપાસ ચાલુ કલેકટરે કુલ અલગ અલગ અધિકારીઆેની તપાસ માટે 6 ટીમમ બનાવી છે.

print

Comments

comments

VOTING POLL