40 ટ્રેનોના ફ્લેક્સી ફેરમાં મળશે રાહત: ટૂંક સમયમાં થશે જાહેરાત

September 14, 2018 at 10:49 am


ફ્લેક્સી ફેરના કારણે મોંઘી મુસાફરી કરી રહેલા રેલવે યાત્રીઓને જલ્દી જ રાહત મળી શકે છે. રેલવે બોર્ડે રાહત આપવા માટે ઘણા ઓપ્શન્સ તૈયાર કયર્િ છે અને હવે આશા છે કે આગામી દિવસોમાં રેલમંત્રી પીયૂષ ગોયલ આ વિકલ્પોને મંજૂરી આપી શકે છે. જો કે, રેલવે યાત્રીઓને કેટલી રાહત મળશે તે તો રેલવેમંત્રી કયો વિકલ્પ પસંદ કરે છે તેના પર આધાર રાખે છે.
રેલવે બોર્ડના સૂત્રોના મતે, લગભગ છેલ્લા એક વર્ષથી રેલવે ફ્લેક્સી ફેરમાં રાહત આપવા માટે કવાયત કરી રહ્યું છે. આ મામલે રેલવે બોર્ડે એક કમિટીની રચના કરી હતી. આ કમિટીએ રિપોર્ટ સોંપ્યા બાદ પણ રેલવેએ વિવિધ સ્તરે કમિટીના પ્રસ્તાવો પર વિચાર કર્યો. સૂત્રોના મતે, હવે રેલવે બોર્ડે આ વિકલ્પો વિષે બરાબર વિચાયર્િ બાદ રેલવે મંત્રીને ફાઈલ મોકલી છે.
રેલવે બોર્ડના સૂત્રોનું માનીએ તો, આગામી દિવસોમાં જ રેલવે મંત્રી પોતે આ અંગે જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજધાની, શતાબ્દી, દુરંતો જેની પ્રીમિયમ ટ્રેનોમાં પૂર્વ રેલમંત્રી સુરેશ પ્રભુના કાર્યકાળ દરમિયાન ફ્લેક્સી સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. આ સિસ્ટમ અંતર્ગત એક નક્કી સમય મયર્દિામાં સીટ બુક થયા બાદ ભાડામાં 10 ટકા વધારો થાય છે જે મહત્તમ 50 ટકા સુધી શક્ય છે.
ફ્લેક્સી સિસ્ટમ લાગુ થયા બાદ રેલવેને આ ટ્રેનોમાંથી મળતી આવકમાં 600-700 કરોડ રૂપિયાનો વાર્ષિક ફાયદો થાય છે. રેલવેની સમસ્યા છે કે જો ફ્લેક્સી ફેરને સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવે તો રેલવેની આ વધારાની આવક પણ બંધ થઈ જશે. એવામાં આની ભરપાઈ કેવી રીતે કરવી તે પ્રશ્ન ઊભો થશે. રેલવેના સૂત્રોના મતે ફ્લેક્સી ફેરને સંપૂર્ણ રદ કરવાના બદલે સ્કીમમાં થોડો ફેરફાર કરીને મુસાફરોને રાહત આપવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL