40 દિવસની સારવાર માટે ગયેલો કપિલ શર્મા 12માં જ દિવસે પરત આવી ગયો

September 21, 2017 at 2:12 pm


કપિલ શમર્નિા શો માટે રાહ જોઈ રહેલા દર્શકો માટે સારા સમાચાર છે. તેની ખરાબ તબિયતને કારણે કપિલ બેંગલુરુંના હોલિસ્ટિક હેલ્થકેર સેન્ટરમાં આયુર્વેદ સારવાર કરાવી રહ્યો હતો. તેના ફેન્સને એ વાત જાણીને ખુશી થશે કે કપિલ શમર્નિે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે.
એક સમાચાર પત્રના અહેવાલ મુજબ કપિલ શર્મા ને નજીકના મિત્રએ જણાવ્યું હતું કે કપિલને રવિવારે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે. કપિલ શર્માદારૂની આદતથી છુટકારો મેળવવા માટે બેંગલુરુ સ્થિત આર્યુવેદિક ક્લિનિકમાં 40 દિવસ માટે દાખલ થયો હતો. પરંતુ 12 જ દિવસની અંદર રિહેબ સેન્ટરથી બહાર આવી ગયો અને તેના મિત્રના જણાવ્યા મુજબ તે સંપૂર્ણ રીતે દારૂની આદથી છુટકારો મેળવી લીધો છે.

એક રિપોર્ટ મુજબ કપિલ પોતાના વર્ક કમિટમેન્ટને કારણે રવિવારે મુંબઈ પરત આવી ગયો છે. તેનું જલદી આવવા પાછળનું એક કારણ તેની ફિલ્મ ફિરંગી પણ માનવામાં આવે છે. મુંબઈ આવ્યા બાદ તે ફિલ્મનું બાકી શૂટિંગ અને તેનું પ્રમોશન શરૂ કરશે. આ ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થવાની છે. સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થયા બાદ તે ફરીથી ધ કપિલ શર્મા શો શરૂ કરશે.

print

Comments

comments

VOTING POLL