42 વર્ષની એકતા કપૂરને મળી ગયો તેનો વેલેન્ટાઈન, શેર કર્યો PIC

February 12, 2018 at 3:18 pm


ટીવી ક્વીન એકતા કપૂરની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોપ પ્રોડ્યુસર્સમાં થાય છે. છેલ્લા બે દાયકા કરતા પણ વધુ સમયથી તે ટીવી શોઝનું નિર્માણ કરી રહી છે. એકતાએ અનેક બોલિવુડ ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી છે.દિગ્ગજ અભિનેતા જિતેન્દ્રની દીકરી 42 વર્ષની છે પરંતુ તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા. જો કે 2018નું વર્ષ તેના માટે લકી પુરવાર થવાનું છે કારણ કે તેને તેનો વેલેન્ટાઈન મળી ગયો છે.રવિવારે એકતાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના વેલેન્ટાઈનનો ફોટો શેર કર્યો હતો જે હાથમાં ફૂલ સાથે જોવા મળે છે. આ બીજુ કોઈ નહિ પરંતુ એકતાનો ભત્રીજો લક્ષ્ય કપૂર છે. દોઢ વર્ષના લક્ષ્યને એકતા પોતાનો વેલેન્ટાઈન ગણાવે છે.જૂન 2016માં સરોગસીના માધ્યમથી લક્ષ્યનો જન્મ થયો હતો. એકતા ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર તેના ફોટોઝ શેર કરતી રહે છે.

print

Comments

comments

VOTING POLL