50 સ્થળો ઉપરથી રોહિગ્યા ઘુસણખોરી કરે તેવી શક્યતા

October 5, 2017 at 8:35 pm


મ્યાનમારથી રોહિગ્યા શરણાથીૅઆેના વિસ્થાપન બાદ ગેરકાયદેરીતે ભારતમાં તેમના પ્રવેશની આશંકા વધારે પ્રબળ બની ગઈ છે. આ બાબતને ધ્યાનમાં લઇને ભારતે રોહિગ્યા શરણાથીૅઆેને લઇને ખુબ જ કઠોર વલણ અપનાવ્યું છે. બીએસએફે હવે એવી 50 જગ્યાઆેની આેળખ કરી લીધી છે જ્યાંથી રોહિગ્યા મુસ્લિમ શરણાગતિઆે ભારતમાં ઘુસણખોરી કરી શકે છે. આ જગ્યાઆે ઉપર સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આસામમાં રોહિગ્યા શરણાથીૅઆેની ઘુસણખોરીની શંકાને ધ્યાનમાં લઇને હાઈએલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. બીએસએફે પશ્ચિમ બંગાળ સાથે જોડાયેલી ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપર રોહિગ્યા મુસ્લિમોના ગેરકાયદે પ્રવેશને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. બીએસએફના અધિકારીઆેના કહેવા મુજબ પહેલા 22 સંવેદનશીલ સ્થળોની આેળખ કરી હતી. હવે આ સંખ્યા વધારીને 50 કરી દેવામાં આવી છે. આ સ્થાનાે સંવેદનશીલ છે જ્યાંથી બાંગ્લાદેશી અને રોહિગ્યા શરણાથીૅઆે ઘુસણખોરી કરીને ભારતમાં આવી શકે છે. સંવદેનશીલ વિસ્તારોમાં પેત્રાપાેલ, જયંતિપુર, હરિદાસપુર, ગાેપાલપારાનાે સમાવેશ થાય છે. દક્ષિણ બંગાળ ફ્રન્ટીયરના બીએસએફના અધિકારીઆેના કહેવા મુજબ છેલ્લા કેટલાક વષોૅમાં 175 રોહિગ્યા શરણાથીૅઆેને પકડી પાડવામાં આવ્યા છે જેમાંથી સાતને આ વષેૅ જ પકડી પાડવામાં આવ્યા છે. રોહિગ્યાની આેળક કરવા અને તેમને પકડી પાડવા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ભારત-બાંગ્લાદેશની કુલ 4096 કિમી સરહદ પૈકી 2216 કિમી સરહદ બંગાળમાં છે.

print

Comments

comments

VOTING POLL