50 હજારના સોનાની ખરીદીમાં કેવાયસીનો નિયમ રદ

October 7, 2017 at 10:41 am


શુક્રવારે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને મોટી રાહત આપતાં સરકારે 50,000થી વધુની સોનાની ખરીદી પર ફરજિયાત કેવાયસીનો નિયમ રદ કર્યો હતો. જીએસટીના અમલ બાદ સરકારે સોના પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) અમલી બનાવતાં આ નિયમ લાગુ કર્યો હતો અને તેના કારણે રિટેલ માંગમાં તીવ્ર ઘટાડો થયો હોવાની જ્વેલર્સની ફરિયાદ હતી.

જુલાઇમાં જીએસટી અમલી બનાવ્યા બાદ ઓગસ્ટ મહિનામાં સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને જેમ્સ એન્ડ જ્વેલરી પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) લાગુ કર્યો હતો. આ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે 50,000થી વધુની કિંમતના સોનાની ખરીદી પર ગ્રાહકે જ્વેલરને નો યોર કસ્ટમર (કેવાયસી) દસ્તાવેજો આપવાના રહેશે, જેમાં આધાર કાર્ડ કે પાન કાર્ડ અને સરનામાંના પૂરાવાનો સમાવેશ થતો હતો. આ નિયમ અમલી બનતાં રિટેલ માંગ તળિયે પહોંચી હતી. નાની માત્રામાં સોનું ખરીદતાં ગ્રાહકો પણ પીએમએલએના કારણે ખરીદી કરવાનું ટાળવા લાગ્યા હતા. જ્વેલર્સ એસોસિયેશન, અમદાવાદના સેક્રેટરી જીગર સોનીના જણાવ્યા મુજબ, પોતાની બચતમાંથી સોનું ખરીદતી ગૃહિણીઓએ પણ સોનાની ખરીદી મુલતવી રાખી હતી. નવરાત્રિ અને દશેરાના તહેવારમાં પણ સોનાનું વેચાણ છેલ્લાં બે દાયકાની નીચી સપાટીએ રહ્યું હતું.

print

Comments

comments

VOTING POLL