January 5, 2017 at 8:47 pm


બેટી બચાવો, બેટી પઢાવોનું સુત્ર સાર્થક કરવામાં યોગદાન ઃ ડો. સારીકા મહેતાના ગ્રૂપે અનેક સાહસાે સફળતાપૂર્વક પાર કર્યા છે

માગૅ અકસ્માતાે અટકાવવા તેમજ બેટી બચાવો, બેટી પઢાવોના સુત્રને સાર્થક કરતી સુરતની મહિલા બાઈકર ભુજ આવી પહાેંચી હતી. જેઆેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતની મહિલા બાઈકસૅ ગ્રુપના ડો. સારીકા મહેતાએ અત્યાર સુધી અનેક દેશોના પ્રવાસ કરી ચુક્યા છે. તેમની સાથે રહેલી 10 મહિલાઆે આ કાર્યમાં જોડાઈ છે. તેઆેનું એન.જી.આે. ગ્રુપ જુદા-જુદા સ્થળોએ જઈને યોજનાઆેને સાર્થક કરવાનું કામ કરે છે. આજે ભુજ ખાતે આવી પહાેંચેલી આ મહિલા બાઈકસૅ ગ્રુપનું પાેલીસ બેન્ડ પાટીૅના સથવારે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે વિધિ ચૌહાણે તમામ મહિલાઆેને પુ»પગુચ્છ અને શાલ અપૅણ કરીને સ્વાગત કર્યું હતું. આ તકે ડો. સારીકા મહેતાની ?આજકાલ? સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, બાઈકીંગ ક્વીન્સે ગત વષેૅ બેટી બચાવો – બેટી પઢાવોના સુત્ર સાથે દસ દેશોનું પરિભ્રમણ કર્યું હતું. ટ્રાફિક અવનેૅસ આણવામાં ચાલક મિત્ર યોજના શરૂ થવા જઈ રહી છે. જે આશીવાૅદરૂપ સાબિત થશે. તેઆેએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલા બાઈકસૅ ગ્રુપમાં જોડાયેલા સÇયો જુદા-જુદા ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. કોઈ આ##352;કટેક છે તાે કોઈ વિદ્યાથીૅ છે. આ ગ્રુપ છેલ્લા બે વર્ષથી કાર્યરત છે. અનેક સાહસિક પ્રવાસાે આ ગ્રુપ કરી ચુક્યું છે. અનેક સ્થળોએ સાહસિક યાત્રામાં વિÎનાે આવ્યા છે. પરંતુ તેનાે સામનાે કરવામાં ગ્રૂપ સક્ષમ નિવડâું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જુદી-જુદી યોજનાઆેને માહિતગાર પણ કરવામાં આવે છે. ખાસ કરીને હાલમાં જ્યારે નાેટબંધી ચાલી રહી છે. તેવા સમયે વડાપ્રધાનની કેશલેસ યોજનાનાે લોકો વધુમાં વધુ લાભ લે તે માટેની જાગૃતિના કાર્યક્રમો મહિલા બાઈકસૅ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. આ ગ્રૂપને જુદા-જુદા ક્ષેત્રમાં એવોર્ડ પણ મળી ચુક્યા છે. ત્યારે આગામી દિવસાેમાં આ ગ્રૂપ વધુમાં વધુ કાયોૅ કરશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે. પશ્ચિમ કચ્છના જિલ્લા પાેલીસ વડા મકરંદ ચૌહાણના જણાવ્યા પ્રમાણે આજે મહિલાઆે દરેક ક્ષેત્રે આગળ છે. ત્યારે સુરતની આ બાઈકસૅ ગ્રુપ સાચા અર્થમાં સાર્થક છે. કારણ કે, આ ગ્રૂપ લોકોને જાગૃત કરે છે. ખાસ કરીને અકસ્માતાે અટકાવવા માટે આ ગ્રૂપ કાર્યરત થયું છે.

આજે કચ્છના પ્રવેશદ્વારથી માંડીને ભુજ સુધી મહિલા ક્વીન્સ ગ્રૂપનું સ્વાગત ગામ લોકોએ કર્યું હતું. આ તકે નાયબ પાેલીસ અધિક્ષક શ્રી જયસ્વાલ, શ્રી શુકલા, શ્રી ચૌધરી, પી.આઈ. જે.એમ.આલ, રોહિતિંસહ ડોડીયા, વી.કે.ગઢવી વૈભવ ખાંટ, એમ.જે.બાેક્ષા, પીએસઆઈ વાય.બી.ગાેહિલ, પીએસઆઈ સીસાેદિયા સહિતનાઆે ઉપસ્થિત રહ્યાા હતા.

print

Comments

comments

VOTING POLL