6 જાતના શાક અને રોટલી, રોટલા, પરોઠા

April 14, 2017 at 6:41 pm


રાજકોટમાં કાલાવડ રોડ ઉપર એક ધાબાવાળા તેને ત્યાં ભોજનમાં આવે તેને રોટલી, રોટલા, પરોઠા, પાંચથી છ જાતના શાક, દાળ, કઢી, ભાત, પાપડ, કાકડી ટમેટાનું સલાડ અને લગભગ દસ પ્રકારના અથાણા પીરસે છે અને તે પણ ઓછા પૈસામાં. આવી જ રીતે નવા રીંગરોડ ઉપર બે ત્રણ ધાબાવાળા ઓછા પૈસામાં જલેબી સાથે થાળી ભરીને જમવાનું પીરસે છે. આ ધાબાવાળા એટલું બધું જમવાનું પીરસે છે કે જોઈને જ અડધું પેટ ભરાઈ જાય. આ સિવાય કેટલીક સ્ટાર હોટેલમાં પણ બુફેના સ્વરૂપમાં ૩૨ જાતના શાક અને ૩૬ જાતની મીઠાઈ જેવો ‘અન્નકૂટ’ પીરસવામાં આવે છે. આ બધું ભોજન પેટમાં પધરાવવાની ક્ષમતા કોઈની નથી હોતી. કોઈક જ વીરલા એવા હોય છે જે બધું જ ઝાપટી જતા હોય છે બાકી થાળી કે ડીશમાં લીધેલું અડધો અડધ ભોજન વધતું હોય છે. દેશભરમાં આવા વધેલા ભોજનનો સર્વે કરવામાં આવ્યો તો એવો ચોંકાવનારો આંકડો સામે આવ્યો કે દર વર્ષે ૬.૭ કરોડ ટન ભોજનનો બગાડ થાય છે. આપણે ત્યાં પ્રમાણમાં ઓછું જમનારા લોકો પણ બુફે પાર્ટીમાં જાય ત્યારે આખી ડીશ ભરી લે છે અને પછી તેનો બગાડ કરે છે. કોઈકની સાંજના ભોજનમાં બે ઈડલી ખાવાની જ ક્ષમતા હોય પરંતુ ૩૦ રૂપિયામાં ૩ ઈડલી આવે અને આ સાંભારના ડાઘવાળી ત્રીજી ઈડલીનો બગાડ થાય છે.

એક સર્વે તો એમ પણ કહે છે કે ઈડલી પછી બીજો સૌથી વધુ બગાડ ચાઈનીઝ ભેળમાં થાય છે. કદાચ એટલે જ કેન્દ્રના મંત્રી રામવિલાસ પાસવાનને આ પ્રકારના ‘બગાડ’ ઉપર પ્રતિબધં મુકવાનું સુઝયું છે. ‘અન્નમ પરમ બ્રહ્મ સ્વરૂપ’ એટલે કે અન્ન એક પ્રકારનો ઈશ્વર છે અને ઈશ્વરનો અનાદર પાપ ગણાય છે. આ વાત સમજી ગયેલા મોદી સરકારના મંત્રીએ હોટેલ અને રેસ્ટોરન્ટમાં કેટલું ભોજન પીરસવું તે નકકી કરવા માટે માપદંડો બનાવવાનું વિચાર્યુ છે. આમ તો રામવિલાસ પાસવાનને આ વાત નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’માંથી સુઝી હતી. થોડા દિવસ પહેલા જ વડાપ્રધાને રેડિયો ઉપર ભોજનના બગાડ અંગે ચિંતા વ્યકત કરી હતી. સરકારે હવે હોટેલ અને રેસ્ટોરન્ટે ગ્રાહકને કેટલું ભોજન પીરસવું તેની માર્ગદર્શિકા ઘડવાનું શરૂ કર્યુ છે અને આ માટે કન્ઝયુમર પ્રોટેકશન એકટમાં જરૂરી સુધારા કરવાનું મન પણ બનાવ્યું છે. રામવિલાસ પાસવાને સ્પષ્ટ્ર કહ્યું છે કે જો વ્યકિત બે ઈડલી ખાય છે તો તેને ચાર શા માટે પીરસવામાં આવે છે ? આ રીતે જે ભોજનનો બગાડ થાય છે તે વ્યકિતના પૈસાના બગાડ સમાન છે. સરકાર તો એવું ઈચ્છે છે કે હોટેલ અને રેસ્ટોરન્ટ એવું જણાવે કે તેઓ ગ્રાહકને જે પીરસે છે તે ડીશની સાઈઝ કેટલી છે અને તેમાં એવરેજ કેટલું ભોજન સમાઈ શકે છે. સંસદમાં કન્ઝયુમર પ્રોટેકશન એમેડમેન્ટ એકટના નામે જે ખરડો મુકવામાં આવ્યો છે તેમાં લમાં પીરસાતા ભોજનનો બગાડ ન થવો જોઈએ તેવી જોગવાઈ કરવામાં આવી છે. આજે દેશમાં કરોડો લોકો એવા છે જેને ભૂખ્યા પેટે સુવું પડે છે અને બીજી તરફ કરોડો લોકો એવા છે જેના માટે ભોજનનો બગાડ સહજ બાબત છે.

ખાસ કરીને મોટા મોટા સમારંભો, લ ઉત્સવો, હોટેલ અને રેસ્ટોરન્ટમાં આવો બગાડ અત્યતં મોટી માત્રામાં થતો હોય છે. ભલે કાયદામાં સુધારો કરીને સરકાર આવા નિયમો લાવવા માગતી હોય પરંતુ તેની આ પહેલ માત્ર સ્ટાન્ડર્ડ હોટેલને જ લાગુ પડી શકશે. થાળી પીરસતા ધાબાઓને આ પ્રકારની સરકારી કડાકુટમાંથી મુકિત આપવામાં આવશે. રામવિલાસ પાસવાને ભોજનનો બગાડ અટકાવવા માટે જે હિલચાલ શરૂ કરી તેનાથી કેટલાકના મોઢા પણ બગડયા છે. મારે મંચુરીયન ડ્રાય કેટલા ખાવા કે રજવાડી ઢોકળીનું શાક કેટલું ખાવું તે દિલ્હીમાં બેઠેલી સરકાર કેવી રીતે નકકી કરી શકે તેવી દલીલ કરવાનું કેટલાક ભોજન રૂપ્રિય લોકોએ શરૂ કરી દીધું છે. જાત જાતનું અને ભાત ભાતનું ખાઈને પોતાના પેટનો ઘેરાવો વધારી ચુકેલા આવા લોકો આગળ જતાં એવી દલીલ કરવા લાગ્યા છે કે પહેલા સરકારે નોટબંધી લાગુ કરી દીધી પછી દારૂબંધી લાગુ કરી અને હવે આ સરકાર ભોજનબંધી લાવવા માગે છે !! કાયદામાં સુધારો લાવવા પાછળનો સરકારનો ઈરાદો જાણ્યા વગર આવા નિવેદનીયા લોકો કડવી અને વરવી વાસ્તવિકતાથી ઘણા બધા દૂર છે. કયારેક તેઓ સ્ટાર કેટેગરીની હોટલના રેસ્ટોરન્ટમાં પગ મુકે તો ખબર પડે કે પોતાના સ્ટેટસને અનુરૂપ મિટિંગ કરવા માટે આવેલા કંપનીઓના ચેરમેનો, સીઈઓ અને એમડીઓ ભરપેટ ભોજન કરવાને બદલે માત્ર ‘ચણ ચણ બગલી’ જ કરતા હોય છે. આવા લોકોની ડીશમાં ૫૦૦ રૂપિયાની સબ્જી, ૧૮૦ રૂપિયાની બટરનાન, ૨૨૦ રૂપિયાની દાલ તડકા, ૨૪૦ રૂપિયાના જીરા રાઈસ અને ૬૦ રૂપિયાની છાશ પડેલી હોય છે પરંતુ તેમાંથી અડધા ઉપરાંતનું ભોજન પાછું જતું હોય છે. મોટી મોટી હોટેલોમાં આવો અને આ પ્રકારનો બગાડ રોજેરોજ થાય છે અને સરકાર આવો બગાડ ઓછો થાય તે માટે પ્રયાસો કરી રહી છે. એ વાત સાચી છે કે કાયદો બન્યા પછી પણ આવા મર્યાદિત ભોજનના નિયમનો અમલ થઈ શકવાનો નથી આમ છતાં જો લોકોમાં થોડીઘણી પણ જાગૃતિ આવે તો દર વર્ષે જે બગાડ થાય છે તે થતો અટકે. આપણે ત્યાં રાંધેલા ભોજનનો બગાડ થાય છે એવું નથી પરંતુ સ્ટોરેજના અભાવે દર વર્ષે ૪૪ કરોડનું અનાજ કાં તો સડી જાય છે અને કાં તો ફેંકી દેવું પડે છે. લોકોએ સામેથી જેટલું ખાવું હોય તેટલું જ મગાવવું જોઈએ અને રેસ્ટોરન્ટે પણ ખાનારને એટલું જ પીરસવું જોઈએ કે તેનો બગાડ ન થાય

print

Comments

comments

VOTING POLL