7 ડીગ્રી તાપમાનથી ધ્રુજી ઉઠયું જામનગરઃ સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવ

January 11, 2017 at 2:24 pm


જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફ વષાર્ થયા બાદ જામનગર સહિત સમગ્ર હાલારમાં બફ}લો પવન ફºંકાઇ રહ્યાે છે, કાતીલ ઠંડીએ હાલારના જનજીવન ઉપર ભારે અસર કરી છે, અત્યાર સુધીનુ સૌથી નીચામાં નીચું તાપમાન 7 ડીગ્રીએ પહોચી જતા લોકો ઠંડીમાં ઠીગરાઇ ગયા છે, સમગ્ર હાલારમાં સુસવાટા મારતી શીતલહરથી દેખો ત્યાં ઠારની હાલત થઇ છે, જામનગર અને દેવભુમી દ્વારકા જીલ્લાના ગામડાઆેમા ઠંડીને કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે, એસટી અને રેલ્વેમાં મુસાફરોની સંખ્યા ઘટી ગઇ છે, જયા જુઆે ત્યાં પવન હી પવનને કારણે લોકો ગરમ કપડામાં લપેટાઇ ગયા છે ત્યારે પ્રથમ વખત તાપમાન 7 ડીગ્રીએ પહોચી ગયુ છે, આગામી દિવસોમાં હજુ વધુ ઠંડીનો ચમકારો પડશે તેવી હવામાન ખાતાની આગાહીથી લોકો અત્éારથી જ ધ્રુજી ઉઠયા છે.

એરફોર્સના હવામાન ખાતાના જણાવ્યા મુજબ આેછામાં આેછુ તાપમાન 7 ડીગ્રી, વધુમાં વધુ તાપમાન 22.9 ડીગ્રી, હવામા ભેજ 80 ટકા અને પવનની ગતી 5 થી 10 કીમી પ્રતી કલાક રહી હતી, અત્યાર સુધીનુ સૌથી નીચુ તાપમાન નાેંધાયુ છે ત્éારે બફ}લા પવનને કારણે સમગ્ર જનજીવન ઠીગરાઇ ગયુ છે, આ વખતે ઠંડી મોડી શરૂ થઇ તે પણ હકીકત છે ત્éારે ગઇકાલે સાંજથી જે રીતે જામનગર ઠંડુગાર બની ગયુ તે જોતા જનજીવન ઉપર ભારે અસર થઇ છે.

જામનગર ઉપરાંત કાલાવડ, કલ્યાણપુર, ભાણવડ, જામજોધપુર, લાલપુર, ધ્રાેલ, જોડીયા, સિકકા, ફલ્લા ટાઢુબોળ થઇ ગયુ છે, ગામડાઆેમાં વહેલી બજારો બંધ થઇ જાય છે, લોકોએ ગરમ કપડાનો આશરો લીધો છે, ગઇકાલે સાંજથી સમગ્ર હાલારમાં અત્યાર સુધી કયારેય ઠંડીન પડી હોય તેથી લોકો ટાઢથી ધ્રુજી ગયા છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડીની લહેર જોવા મળી છે અને આ લહેર હજુ રહેશે, આગામી દિવસોમાં વધુ ઠંડી પડે તેવી પણ શકયતા છે ત્યારે સવારમાં રેલ્વે અને બસમાં પણ આેછી ગીદ} જોવા મળી હતી અને બસો ખાલીખમ દેખાઇ હતી આમ પ્રથમ વખત કાતીલ ઠંડીએ હાલારના જનજીવનને અસ્ત વ્યસ્ત કરી દીધુ છે.

સૌરાષ્ટ્રનો અહેવાલ

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે સતત ત્રીજા દિવસે કોલ્ડવેવ યથાવત રહ્યાે છે. બફિર્લા પવનની તીવ્રતાની સાથોસાથ લઘુત્તમ તાપમાનના પ્રમાણમાં પણ જોરદાર ઘટાડો થતાં સીઝનની રેકર્ડબ્રેક ઠંડી આજે રાજકોટ, નલિયા, પોરબંદર, કંડલા, માંડવી સહિતના અનેક વિસ્તારોમાં અનુભવાઈ છે. સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયા ખાતે 5.4 ડિગ્રી નાેંધાયું છે. પર્વત અને જંગલથી ઘેરાયેલા જૂનાગઢ જિલ્લામાં અને તેમાં પણ ખાસ કરીને જૂનાગઢ શહેર, ભવનાથ અને ગિરનાર તળેટીમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. જૂનાગઢમાં આજે લઘુત્તમ તાપમાન 8, ભવનાથમાં 6 અને ગિરનાર પર્વત પર માત્ર 4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નાેંધાયું છે. જોરદાર ઠંડીના કારણે માટલામાં બરફની તર જામી ગયેલી જોવા મળતી હતી અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ જાણે સેન્ટ્રલી એ.સી.માં કુદરતે ફેરવી નાખ્યું હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા છે.

અન્ય શહેરોના લઘુત્તમ તાપમાન પર નજર નાખીએ તો આજે ડિસામાં 6.8, અમદાવાદમાં 10.3, વડોદરામાં 10, સુરતમાં 12.8, રાજકોટમાં 8.3, ભાવનગરમાં 11.4, પોરબંદરમાં 8, વેરાવળમાં 12.9, દ્વારકામાં 14.1, આેખામાં 17.5, ભુજમાં 10.2, નલિયામાં 5.4, સુરેન્દ્રનગર 10.3, કંડલામાં 7.7, અમરેલીમાં 11.6, ધારીમાં 7, જૂનાગઢમાં 8, ગિરનાર પર્વત ઉપર 4, ભવનાથ તળેટીમાં 6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નાેંધાયું છે. ગાંધીનગરમાં 8.8, મહુવામાં 10.3, દીવમાં 11.7, વલસાડમાં 9.5, વંભ વિદ્યાનગરમાં 12.4 અને માંડવી (કચ્છ)માં 8.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નાેંધાયું છે.

ખંભાળીયાનો અહેવાલ ઃ

ખંભાળીયાથી અમારા પ્રતિનિધી જણાવે છે કે સમગ્ર રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યાે છે. ત્યારે આજે વહેલી સવારથી જ દ્વારકા જિલ્લામાં ઠંડીનું મોજૂ પ્રસરી ગયું હતું. વહેલી સવારથી લોકોએ તાપણાનો સહારો લેતા પણ નજરે જોવા મળ્યા હતાં.

કાશ્મીર, શીમલા સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી બરફવષાર્ શરુ થઈ છે. જેના કારણે સમગ્ર રાજ્યમાં પણ ઠંડીનું મોજૂ પ્રસરી ગયું છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ઠંડા પવનો વાઈ રહ્યાં છે. તેમજ ગઈકાલ સાંજ થી જ દ્વારકા જિલ્લામાં ઠંડા પવનો વાઈ રહ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગઈકાલે રાત્રીના સમયે જિલ્લામાં વાતાવરણમાં ઠંડા પવનોનું મોજૂ પ્રસરી જતા જન જીવન ઠુઠવાઈ ગયું હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આજે વહેલી સવારે ખંભાળીયા શહેરમાં એકા એક ઠંડા પવનો વાઈ રહ્યાં હતાં. વહેલી સવારથી ખંભાળીયા શહેરના વાતાવરણમાં ઠંડીનું મોજૂ પ્રસરી ગયું હતું.

વહેલી સવારથી જ શહેરના રાજમાર્ગો પર જાણે કર્ફયુ લાગ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ઠંડીના કારણે વહેલી સવારે લોકોએ ઘરની બહાર પણ નીકળવાનું ટાળ્યું હતું. તો ઘણા સ્થળો પર લોકોએ ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યાં હતાં. તો વળી કેટલાક જાહેર સ્થળો પર સુનકાર વ્યાપી ગયું હોવાનું પણ સામે આવ્યું છે.

print

Comments

comments

VOTING POLL