ગરમીના દિવસોમાં તંદુરુસ્ત રહેવા માટે સેવન કરો આ 7 વસ્તુઓનું

March 6, 2018 at 4:40 pm


વર્તમાન સમયમાં દરેક વ્યક્તિની દિનચર્યા ઘડિયાળના કાંટે ચાલતી હોય છે. દિવસથી રાત સુધીનો સમય ભાગદોડ કરવામાં જ પસાર થઈ જાય છે. આવામાં વ્યક્તિનો સ્ટેમિના સારો હોય તે જરૂરી બની જાય છે. દિવસનું કામ કર્યા પછી શારીરિક અને માનસિક થાક વ્યક્તિને લાગે છે. આ થાક દૂર થાય અને રાત સુધી શરીરની સ્ફુર્તિ જળવાઈ રહે તે માટે દિવસના ખોરાકમાં કેટલાક આહારનો સમાવેશ ખોરાકમાં કરવો જોઈએ.

બદામ
બદામ કેલ્શિયમ, ફાયબર, પ્રોટીન અને પોટેશિયમથી ભરપૂર હોય છે. રોજ બદામનું સેવન કરવાથી સ્ફુર્તિ જળવાઇ રહે છે. રોજ સવારે ખાલી પેટ 7થી 8 પલાળેલી બદામ ખાવી.

મગની દાળ
મગની દાળ બાફીને અથવા આખા મગને ફણગાવીને ખાવાથી સ્ટેમિના વધે છે. વિટામીન સી અને બીથી ભરપૂર મગની દાળ ખાવાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

બીટનો રસ
દિવસની શરૂઆત બીટનો રસ પીને કરવી જોઈએ. તેનાથી સ્નાયૂ મજબૂત થાય છે અને એનર્જી પણ મળે છે.

ફણગાવેલા ચણા
ફણગાવેલા ચણા રોજ સવારે ખાવા જોઈએ. જેનું શરીર દુબળુ પાતળુ હોય તેણે રોજ 30 ગ્રામ ચણાનું સેવન કરવું જોઈએ.

પાલક
સ્ટેમિના વધારવા માટે પાલકની ભાજી પણ ખૂબ સારી ગણાય છે. પાલકનું શાક અથવા પાલકનું સૂપ રોજ પીવું જોઈએ.

કેળા
રોજ સવારે 1 કેળુ ખાવાથી રોગપ્રતિરોધક શક્તિ વધે છે. શરીરને એનર્જી મળે છે અને કેલ્શિયમની ખામી પણ દૂર થાય છે.

print

Comments

comments

VOTING POLL