FD પર 9 ટકા સુધીનું વ્યાજ મેળવવું છે ? તો જાણો વિગતો

July 21, 2018 at 11:53 am


સ્મોલ ફાઇનાન્સ બેંક સૌથી વધારે બેંક FD પર વ્યાજ આપી રહી છે. ફિનકેયર સ્મોલ ફાઇનાન્સ બેંક 24 મહિનાથી 36 મહિના માટે FD પર 9.00 ટકાનું વ્યાજ આપે છે. ESAF સ્મોલ ફાઇનાન્સ બેંક 365 દિવસથી 727 દિવસ માટે 8.75 ટકા વ્યાજ આપે છે. સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક 2 વર્ષથી 3 વર્ષ માટે 8.75 ટકાનું વ્યાજ આપે છે. બીજી તરફ દેશની પ્રમુખ બેંકોમાં તેની સરખામણીમાં ઓછું વ્યાજ મળી રહ્યું છે. એક્સિસ બેંકમાં 1 વર્ષથી 14 મહિના માટે 7.10 ટકા વ્યાજ મળે છે. ICICI બેંક 2 વર્ષથી 10 વર્ષ માટે 7.00 ટકા, HDFC બેંક 1 વર્ષ 17 દિવસથી 5 વર્ષ માટે 7.00 ટકા, પંજાબ નેશનલ બેંક અને ભારતીય સ્ટેટ બેંક 6.75 ટકા વ્યાજ આપે છે.

print

Comments

comments

VOTING POLL