આધાર મામલે સુપ્રિમ કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, વિગતો જાણવા વાંચો સંપૂર્ણ અહેવાલ

March 13, 2018 at 7:04 pm


આધાર લિંક કરવાને લઇને સામાન્ય લોકોને આજે ખુબ મોટી રાહત મળી હતી. સુપ્રીમ કોટેૅ આધાર લિંક કરવાની સમય મર્યાદાને ચુકાદો આવે ત્યાં સુધી લંબાવી દેવાનાે આદેશ કયોૅ છે. સુપ્રીમ કોટેૅ કહ્યું છે કે, આ મામલામાં ચુકાદો આવે ત્યાં સુધી બેંક એકાઉન્ટ, મોબાઈલ ફોન અને પાસપાેર્ટની ફરજિયાત આધાર લિંકિંગની સમય મર્યાદાને વધારી દીધી છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચે એમ પણ કહ્યું છે કે, સરકાર ફરજિયાત આધારને લઇનેદબાણ લાવી શકે નહીં. સુપ્રીમ કોર્ટના નવેસરના ચુકાદાને લઇને સામાન્ય લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. વરિષ્ઠ વકીલ વૃંદા ગ્રાેવર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી કરતી વેળા આ મુજબનાે આદેશ કયોૅ હતાે. તેઆેએ પાસપાેર્ટ માટે આધારની અનિવાર્યતાને લઇને અપીલ દાખલ કરી હતી. અત્રે નાેંધનીય છે કે, બેંક એકાઉન્ટ અને મોબાઇલ નંબરથી આધાર લિંકિંગ માટે 31મી માર્ચની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. સરકાર તમામ જનકલ્યાણની યોજનાઆેને લઇને આધાર જોડી ચુકી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, જાન્યુઆરી 2018માં જારી કરવામાં આવેલા પાસપાેર્ટ નિયમ હેઠળ તત્કાલ યોજનામાં નવા પાસપાેર્ટ બનાવવા અથવા તાે નવીનીકરણ માટે આધારને ફરજિયાત બનાવવામાં આવ્યો છે. તેઆેએ તત્કાલમાં પાસપાેર્ટ રિન્યુ કરવા માટે અરજી આપી હતી ત્યારે તેમના જુના પાસપાેર્ટને રદ કરી દેવામાં આવ્યો હતાે. હવે નવા પાસપાેર્ટ માટે આધાર નંબર આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. અરજીમાં આ પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી. પાસપાેર્ટ અધિકારીઆેએ આધાર વગર પાસપાેર્ટ રિન્યુ કરવાનાે ઇન્કાર કરી દીધો હતાે જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આધાર માત્ર કલ્યાણકારી યોજનાઆે માટે ફરજિયાત કરવામાં આવ્યો છે. ત્રણ દિવસની અંદર પાસપાેર્ટ જરૂરી છે. કારણ કે, એક સેમિનારમાં ભાગ લેવા માટે તેઆે ઢાકા જનાર છે. અરજીદાર તરફથી આ પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી. આ પહેલા આધાર એક્ટની કાયદેસરતાને લઇને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી ચુકી છે. અરજી કરનાર લોકોએ દલીલ કરી હતી કે, યુનિક આઈડેન્ટી નંબસૅના ઉપયોગથી નાગરિક અધિકારો ખતમ થઇ જશે. નાગરિકતા મર્યાદિત થઇ જશે. આધારના મામલામાં ચર્ચાસ્પદ સુનાવણી છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે. અનેક સામાજિક કાર્યકરોએ અને હાઈકોર્ટના પૂર્વ જજે આધાર સ્કીમને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો છે.

ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એકે સિકરી, જસ્ટિસ એએમ ખાનવીલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ અશોક ભૂષણની બનેલી બેંચે આ મામલામાં સુનાવણી ચલાવી છે. આધારના મામલામાં આગામી ચુકાદો આવ્યા બાદ સામાન્ય લોકોને રાહત થઇ છે. કારણ કે, મોબાઇલ ફોન ઉપર અને ફોન કરીને આધાર લિંક કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી રહી હતી. સુપ્રીમ કોટેૅ ચુકાદો આપતા કહ્યું છે કે, સરકાર તત્કાલ પાસપાેર્ટ જારી કરવા માટે પણ આધાર ફરજિયાતપણે રજૂ કરવા કહી શકે નહીં. હવે 31મી માર્ચ બાદ પણ મોબાઇલ ફોન ધારકો જે આધાર નંબરની નકલ સંબંધિત મોબાઇલ કંપનીઆે સમક્ષ જમા કરાવી શક્યા નથી તેમના મોબાઇલ નંબર પર સેવા ચાલુ રહેશે. કારણ કે, સમય મર્યાદાને વધારી દેવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL