આદિત્ય નારાયણ જોવા મળશે આ ટીવી શોમાં…

July 12, 2018 at 11:05 am


ઉદિત નારાયણનો દીકરો આદિત્ય નારાયણ છેલ્લા ઘણા સમયથી રિયાલિટી શોના એન્કર તરીકે કામ કરતો હતો પરંતુ હવે તે ટીવીના પડદે એક અલગ અંદાજમાં જોવા મળશે. જી હાં આદિત્ય નારાયણ ખતરોં કે ખિલાડીમાં જોવા મળશે તેવી ચર્ચાઓ છે.

ટેલિવૂડમાં ચાલતી ખબરો અનુસાર આદિત્યને શોમાં ભાગ લેવા માટે ઓફર કરવામાં આવી છે. આદિત્ય નારાયણએ 1995માં સિંગર તરીકે કામ શરૂ કર્યું હતું. પરંતુ ત્યારબાદ તે એન્કર તરીકે શોમાં જોવા મળતો હતો. જો કે છેલ્લા કેટલાક સમયથી આદિત્ય કોઈ શો કરી નથી રહ્યો તો શક્ય છે કે ખતરોં કે ખિલાડીની નેક્સ્ટ સીઝનમાં તે જોવા મળે.

print

Comments

comments

VOTING POLL