Ahmedabad Lattest News

 • default
  કંડલા પોર્ટ પરથી દાણચોરીનો ચાર કરોડનો માલ ઝડપાયો

  કંડલા પોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અમદાવાદે બાતમીને આધારે ચાર કરોડની દાણચોરીની માઉન્ટેન સાઈકલ સહિતની વસ્તુઓનો જથ્થો ઝડપી પાડ્યો છે. દિલ્હીની એસબીએલ સેલ્સ એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં બ્રાન્ડેડ માઉન્ટેન સાઈકલ. ટીવી પાર્ટસ, મોટરસાઈકલ એસેસરીઝ આયાત કરવામાં આવી હતી. જેનું મિસડેકલેરેશન કરી મોટા પ્રામાણમાં ડ્‌યૂટી ચોરી થાય તે પહેલા જ ડીઆરઆઈની બાતમીથી આ દાણચોર

  Read More
 • rajdhani-640x445
  અમદાવાદથી દિલ્હી માત્ર ૮ કલાકમાં પહોંચાડશે સુપરફાસ્ટ બજેટ ટ્રેન

  અત્યારે અમદાવાદ થઈને મુંબઈથી દિલ્હી જતી ટ્રેન ૧૬ કલાકમાં દિલ્હી પહોંચાડે છે. હવે ટૂંક જ સમયમાં આ ગાળો માત્ર ૧૨ કલાકનો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે રજૂ કરેલા ૨૦૧૮–૧૯ના બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે મુંબઈ–વડોદરા–અમદાવાદ–દિલ્હી ટ પર ટ્રેનની સ્પીડ ૧૬૦ કિ.મી પ્રતિ કલાકથી વધારી ૨૦૦ કિ.મી પ્રતિ કલાક કરી દેવામાં આવશે. આથી મુંબઈ … Read More

 • default
  મોદી ૧૬મીએ વિદ્યાર્થીને વિડિયો કોન્ફરન્સિંગથી જરૂરી માર્ગદર્શન આપશે

  પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થઓ માનસિક તાણ અનુભવતા હોય છે ત્યારે આ વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે અને તેમનામાં આત્મવિશ્વાસનું સિંચન થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬મી ફેરુઆરી ૨૦૧૮ના રોજ બપોરે ૧૧થી ૧૨ કલાક દરમિયાન આ વિષય અંગે વિડિયો કોન્ફરન્સ કરનાર છે. વડાપ્રધાન આ વિડિયો કોન્ફરન્સ દ્વારા ધોરણ ૬થી ૧૨ના અને કોલેજના વિદ્યાર્થીઓને વિડિયો કોન્ફરન્સ દ્વારા … Read More

 • default
  રાજ્યપ્રધાન પરસોત્તમ સોલંકીએ ધારાસભ્ય પદના શપથ લીધા

  ૧૪મી ગુજરાત વિધાનસભામાં ભાવનગર (ગ્રામ્ય)થી ચૂંટાયેલા ધારાસભ્ય અને રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીને શપથગ્રહણ કરાવતા કાર્યકારી અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે તેમની ચેમ્બરમાં તેમને ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવ્યા હતા. આ વેળાએ મુખ્ય દંડક પંકજ દેસાઈ અને વિધાનસભાના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  Read More
 • default
  શહેરના ચાર રસ્તાઓ તેમજ બ્રિજ પર પાર્ક થતા વાહનો ખતરા સમાન : હાઈકોર્ટ

  શહેરના બિસ્માર રસ્તાઓ અંગેની જાહેરહિતની રિટ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે કેટલાક મહત્વના મુદ્દાઓ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ તંત્ર અને રાજય સરકારને ઉદ્દેશીને કેટલાક મહત્વના નિર્દેશો કર્યા હતા. જે મુજબ, શહેરના ચાર રસ્તાઓ અને પુલો પર ગેરકાયદે રીતે પાર્ક કરાતા અથવા તો ઉભા રાખવામાં આવતાં વાહનો ગંભીર ખતરા સમાન છે અને તે અકસ્માતને નોંતરે છે … Read More

 • default
  આધાર જમા ન કરાવે તો શાળા પ્રવેશ રદ કરવાની ચીમકી સામે રિટ થઈ

  જો વિદ્યાર્થી આધારકાર્ડ રજૂ ના કરે તો તેનો પ્રવેશ રદ કરી દેવા અને શિક્ષક આધારકાર્ડ રજૂ ના કરી શકે તો શાળાની જ માન્યતા રદ કરી દેવા અંગેના રાજયના શિક્ષણ સત્તાવાળાઓના વિવાદીત પરિપત્રને પડકારતી એક મહત્વની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. આ કેસની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીમાં … Read More

 • default
  ઇમરજન્સી લેન્ડીંગ બાદ રઝળી પડેલા પ્રવાસીઓનો હોબાળો

  અમદાવાદથી દિલ્હી જતી ગો એરની ફલાઇટને ગઈ વહેલી સવારે બર્ડ હિટ નડી જતાં પાયલોટે સમયસૂચકતા દાખવી પંદર મિનિટમાં જ ફલાઇટ પાછી વાળી ઇમરજન્સી લેન્ડીંગ કરાવતાં મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. પ્રવાસીઓએ જીવ બચી જતાં રાહતનો દમ લીધો હતો પરંતુ ત્યારબાદ નવી ફલાઇટ કે જવા માટેની અન્ય કોઇ વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ નહી બનાવાતાં પ્રવાસીઓએ અમદાવાદ એરપોર્ટ … Read More

 • default
  મંત્રી પુરુષોત્તમ સોલંકી હજુ નારાજ : ધારાસભ્ય તરીકે શપથ લીધા જ નથી

  ભાજપની નવી સરકારના મંત્રી પરસોતમ સોલંકીએ મંગળવારે યોજાયેલા બાકી ધારાસભ્યોના શપથ વિધિ કાર્યક્રમમાં પણ ભાગ લીધો ન હતો. અગાઉ વિધાનસભા સત્રના મુખ્ય શપથવિધિ સમારંભમાં પણ તેઓ ઉપસ્થિત ન રહી પોતાની નારાજગી યથાવત રાખી હતી. વિધાનસભા સત્રને ફક્ત ૧૨ દિવસ બાકી છે છતાં એક મંત્રી ધારાસભ્ય તરીકે શપથ લેવા માટે તૈયાર નથી. કોળી સમાજ મને મોભાદાર … Read More

 • default
  જસ્ટિસ અભિલાષાકુમારી મણિપુર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત

  નામદાર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અભિલાષાકુમારીની મણિપુર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ માટેનું સત્તાવાર જાહેરનામુ કેન્દ્ર સરકારના કાયદા અને ન્યાય વિભાગ દ્વારા ગઈકાલે કરવામાં આવ્યું હતું. તેઓ કઇ તારીખે મણિપુર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કરશે તે અંગેનું ચિત્ર આજે સુધીમાં સ્પષ્ટ થઇ જશે.’ મૂળ હિમાચલ પ્રદેશના જસ્ટિસ અભિલાષાકુમારી નવમી જાન્યુ

  Read More
 • default
  ભાજપ દ્વારા ઘરના ઘરની યોજનાને હવે લોકસભાની ચૂંટણી પહેલાં જ પૂર્ણ કરાશે

  ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં લોકોને સ્પર્શતી ઘરનુ ઘર યોજનાને તાકીદે હાથ ઉપર લેવા મ્યુનિ.સત્તાધીશોને સૂચના પાઠવી છે અને તેના પગલે મ્યુનિ.નાં સબંધિત વિભાગો-અધિકારીઓને લક્ષ્યાંક હાંસલ કરવાની તાકીદ કરવામાં આવી છે. મ્યુનિ.સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આગામી લોકસભા ચૂંટણી પૂર્વે શાસક ભાજપ દ્વારા અનેક લોકાભિમુખ યોજનાઓનો યુધ્ધનાં ધોરણે અમલ કરાવવા કવાયત હાથ ધરાઇ છે. કેન્દ્ર સરકારનાં

  Read More
અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL