Ahmedabad Lattest News

 • default
  માણસા તાલુકા પંચાયતના ૧૦ સભ્યો ગેરલાયક ઠરતાં કોંગ્રેસ ફરીથી સત્તામાં

  રાજ્યમાં કેટલીક પંચાયતો અને પાલિકાની ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યોજાવાની છે ત્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તા મેળવવા માટે ભાજપ-કોંગ્રેસે તૈયારીઓ આદરી છે. આ તૈયારીઓ વચ્ચે ગત મહિને માણસા તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના ૧૦ કોંગી સભ્યોએ પક્ષપલટો કરીને ભાજપનો ભગવો ધારણ કરતાં કોંગ્રેસ લઘુમતીમાં આવી ગઈ હતી. જો કે, આ સભ્યોને સક્ષમ ઓથોરિટીએ ગેરલાયક ઠેરવવાનો આદેશ કરતા … Read More

 • default
  શિયાળામાં ઘઉંમાં ૧૦૪, કઠોળમાં ૧૮૧, બટાટામાં ૧૧૭ ટકા બમ્પર વાવેતર થયું

  આ વખતે સારા ચોમાસાના કારણે ચોમાસામાં તો સારું વાવેતર અને સારા ખેત-ઉત્પાદન બાદ હવે, શિયાળામાં પણ બમ્પર વાવેતર થયું છે. સામાન્ય રીતે શિયાળામાં કુલ ૩૦,૧૫,૬૦૦ હેકટર જમીનમાં વાવેતર થાય છે. ગત શિયાળા દરમિયાન ૩૦,૨૪,૧૦૦ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થયું હતું તેની સામે આ વખતે ૩૩,૮૮,૮૦૦ હેકટરમાં વાવેતર થયું છે. એટલે કે, ગત શિયાળાની સરખામણીમાં આ … Read More

 • default
  સ્કૂલવાનમાંથી પટકાયેલા બાળક પર વાન ફરી વળતાં કરૂણ મોત

  દહેગામના રખિયાલ ખાતેની સ્કૂલમાં ભણતા ૧૦ વર્ષીય બાળકે વાનમાંથી માથું બહાર કાઢ્યું અને વાનના ડ્રાઈવરે રિવર્સ લેતાં તે ઓચિંતું જમીન પર પટકાયું હતું. હજુ અન્ય બાળકો કે ડ્રાઈવર કંઈ સમજે તે પહેલાં તો કારનું ટાયર આ બાળક પર ફરી વળ્યું અને સ્થળ પર જ તેનું મોત થયું. આ કરૂણ ઘટના અંગે મળતી વિગતો મુજબ, દહેગામના … Read More

 • default
  અમદાવાદમાં રાજકોટના જ્વેલર્સના થેલામાંથી ૩૪ લાખના દાગીનાની લૂંટ

  અમદાવાદ ગઈ રાત્રે રાજકોટથી લકઝરી બસમાં આવી ઈસ્કોન પાસે ઉતરેલા મુકેશ ચંદાદાસ પાટડીયા નામના એક શખ્સના થેલામાંથી રીક્ષામાં બેઠેલા બે અજાણ્યા શખ્સોએ ૩૪ લાખના સોના-ચાંદીના ભરેલું પેકેટ કાઢી લેતાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ફરિયાદ અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગઈ રાત્રે રાજકોટથી લકઝરી બસમાં આવી ઈસ્કોન પાસે … Read More

 • default
  અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મહેસાણા ખાતે આરોપીઓ ઉપર ગોળીબાર કર્યો : એકને ઝડપી લેવાયો

  રાજ્યમાં કારચોરીનો તરખાટ મચાવનારી રાજસ્થાનની ગેંગને ઝબ્બે કરવા અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ તથા સ્ટાફે બે જુદી-જુદી ટીમ બનાવી મહેસાણા વોટરપાર્ક નજીક આરોપીઓને દબોચવા ગઈ મોડી રાત્રે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ત્રણ જેટલા આરોપીઓએ પોલીસ ઉપર ગોળીબાર કરી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ક્રાઈમ બ્રાંચના અધિકારી જે. એન. ચાવડાએ પણ એક આરોપીના પગ પર … Read More

 • default
  રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં બજેટની તૈયારી માટે બેઠકોનો દૌર શરૂ

  ભાજપ સરકાર દ્વારા ફરી સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ દરેક વિભાગોના કામકાજની બેઠકની સમીક્ષા અને નવા બજેટને લગતી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડે. સીએમ નીતિન પટેલ પોતે આ બેઠકો મીટીંગ લઇને મોનિટરીંગ કરી રહ્યા છે. બીજી તરફ ૨૫ જાન્યુઆરી પહેલા ધારાસભ્યોની શપથવિધિ માટે બે દિવસનું વિધાનસભાનું સત્ર મળશે. નાયબ મુખ્યમંત્રી … Read More

 • default
  જીએસટીના અમલ બાદ પ્રથમવાર ૬ હજારથી વધુ ડિફોલ્ટરોને નોટિસ

  મહેસાણા ડિવિઝન દ્વારા જીએસટી અમલમાં આવ્યા બાદ જીએસટીઆર ૩બી પત્રક ન ભરનાર ડીફોલ્ટરોને પ્રથમવાર ઇમેઇલથી નોટિસ બજાવાનું શરૂ કર્યુ છે. દર મહિનાના ખરીદ વેચાણ અંગેનું બીએસટીઆર ૩બી પત્રક ઓનલાઇન તેના બીજા મહીનાની ૨૦ સુધીમાં વેપારી એકમોએ ભરવાનું થાય છે.જેમાં ગત જુલાઇથી ઓક્ટોબર સુધીમાં ૬૦૦૦ કરતાં વધુ વેપારીઓએ હજુ સુધી આ પત્રક ન ભરતા રિટર્ન આકારણીની … Read More

 • default
  બિલ વિના ધંધો કરતા કાલુપુરના વેપારીઓ પર વેટ ખાતાની તવાઇ

  દેશમાંથી કરચોરી નાબુદ કરવા સરકારે ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો અમલ શરૂ કરી દીધો છે. જીએસટીના અમલ બાદ પણ અમદાવાદના કેટલાક વેપારીઓ કોઇ પણ પ્રકારના બીલ વગર જ માલનું વેચાણ કરી રહ્યા હોવાની વિગતો સામે આવતાં રાજ્ય કર વિભાગ જીએસટીના અધિકારીઓએ કાલુપુરના આવા વેપારીઓની દુકાનો પર સર્ચની કામગીરી શરૂ કરી દીધી છે. આ કરચોરોની દુકાનમાં … Read More

 • default
  મુખ્યમંત્રી દ્વારા આજથી રાજ્યવ્યાપી કરૂણા અભિયાનનો પ્રારંભ

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજથી રાજ્યવ્યાપી કરૂણા અભિયાનનો અમદાવાદથી પ્રારંભ કરાવશે. વિજયભાઇ રૂપાણીની અબોલ-પશુ-પક્ષીઓને પતંગથી થતી ઇજા હાનિથી બચાવવાની હૃદયી સંવેદનાની ફલશ્રુતિએ આ વર્ષે પણ રાજ્યમાં સતત બીજીવાર ૧૦ જાન્યુઆરી થી ર૦ જાન્યુઆરી દરમ્યાન આ કરૂણા અભિયાન યોજાઇ રહ્યું છે. મુખ્યમંત્રીની પ્રેરણાથી ગત વર્ષે ઉતરાયણ પર્વ દરમ્યાન યોજાયેલા આ કરૂણા અભિયાન તહેત રપ હજારથી વ

  Read More
 • default
  મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન તા. ૧૭મીના પ્રવાસને લઈ તૈયારીઓ શરૂ

  ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકસાથે ગુજરાતની મુલાકાતે આવે તેને ઐતિહાસિક બનાવવા માટે ગુજરાતના વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. આ માટે સચિવ સ્તરે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. બન્ને મહાનુભાવોનો મુખ્ય કાર્યક્રમ બાવળા આઇ ક્રિએટ સેન્ટર ખાતે યોજાશે. આઇ ક્રિએટમાં સ્ટાર્ટ અપ પ્રોગ્રામ અને ઇનોવેશન માટે યુવાઓને … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL