Ahmedabad Lattest News

 • college1-640x428
  રાજ્યની 345 કોલેજોમાં 3597 જગ્યાઆે ખાલીઃ કોલેજોની સ્થિતિ કફોડી

  રાજ્યમાં શૈક્ષણિક વિકાસ અને ક્રાંતિની સરકાર દ્વારા વાતો કરવામાં આવે છે પરંતુ ગ્રાઉન્ડ રીઆલિટી તેના કરતા ઘણી જુદી છે. ઠેર ઠેર કોલેજોની ભરમાર ફૂટી નીકળી છે પરંતુ તેમાં ભણતા લાખો વિદ્યાર્થીઆેના ભણાવનાર જ કોઈ નથી. તેમાં પણ આટ્ર્સ અને કોમર્સ કોલેજની હાલત સૌથી કફોડી છે. જેમાં 72 સરકારી અને 54 ગ્રાન્ટ ઈન કોલેજો મળીને રાજ્યની … Read More

 • default
  અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના માત્ર ૧૦ દિનમાં ૨૦૪ કેસો

  અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે. તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. બેવડી સિઝનમાં પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો માત્ર ૧૦ દિવસના ગાળામાં જ માર્ચ મહિનામાં ઝાડા ઉલ્ટીના ૨૦૪, કમળાના ૬૭, ટાઇફોઇડના ૮૪ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે … Read More

 • જરૂરિયાતવાળા તાલુકામાં સાયન્સ કોલેજ શરૂ કરાશે

  પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તેઓ સઘન અને સંશોધનાત્મક અભ્યાસ કરતા થાય તથા તેઓની વાંચન તૃષા સંતોષાય તે હેતુથી પ્રાથમિક શાળાના પુસ્તકાલયોમાં પુસ્તકો વધારવા માતબર રકમની જાગવાઈ કરવામાં આવે છે, એમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમિયાન પુછાયેલા લેખિત પ્રશ્નના પ્રત્યુત્તરમાં આ અંગેની વધુ વિગતો આપતા શિક

  Read More
 • PM-Modi
  આજે વડાપ્રધાનના ત્રણ પુસ્તકોનું રાજ્યપાલના હસ્તે લોકાર્પણ

  આજે રાજભવનમાં રાજ્યપાલ ઓપી કોહલી મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ પુસ્તકોનું લોકાર્પણ કરશે. પરીક્ષા અંગેના પચ્ચીસ મંત્રો દર્શાવતું પુસ્તક : એક્ઝામ વોરિયર્સ, ખુબ જ યોગ્ય સમયે ગુજરાતીમાં પ્રગટ થઈ રહ્યું છે. ખુબ જ લોકપ્રિય રેડિયો કાર્યક્રમ, મનકી બાત, પુસ્તક સ્વરૂપે ગુજરાતીમાં પ્રગટ થશે. આ પ્રસંગે સ્વામી પરમાત્માનંદજી ખાસ ઉપસ્થિત રહેશે. વિશ

  Read More
 • default
  ગુજરાતમાં પોલિયો રસીકરણ હેઠળ બાળકોને રસી અપાઈ

  ગુજરાતમાં પોલિયો નાબૂદીના ભાગરુપે રવિવારે પોલિયો રસીકરણ અભિયાનનો ફરીએકવાર પ્રારંભ થયો હતો. રાજ્યમાં ૯૦ લાખ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. પોલિયો રસીકરણ અભિયાનના રાઉન્ડ યથાવતરીતે આગળ પણ જારી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોલિયો રવિવાર અંતર્ગત આજે રાજ્યવ્યાપી પોલિયો રસીકરણ અભિયાન પ્રારંભ મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી હોલમાં ભુલ

  Read More
 • default
  જશવંત બીડીના માલિકના આપઘાતથી ભારે ચકચાર

  શહેરના કર્ણાવતી કલબ પાછળના વૈભવી બંગલામાં રહેતા બહુ જૂની અને જાણીતી જશવંત બીડીના માલિક જીતેન્દ્રભાઇ પટેલ ઉર્ફે રાજાભાઇ બીડીવાળાએ રહસ્યમય સંજાગોમાં તેમની રિવોલ્વર વડે આત્મહત્યા કરી લેતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને વેપારી આલમ અને ઉદ્યોગકારોમાં જશવંત બીડીના માલિકની આત્મહત્યાને લઇ અનેક સવાલો અને તર્ક વિતર્કો ચાલ્યા હતા. બીજીબાજુ, સરખેજ પોલીસે … Read More

 • default
  નવચેતન સ્કૂલના ધો-૧૦ના વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે

  શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ન્યુ ચમનપુરા હાઉસીંગ કોલોની એજયુકેશન સોસાયટી સંચાલિત નવચેતન સ્કૂલ પાસે બોર્ડની માન્યતા નહી હોવા છતાં સંચાલકો અને ટ્ર્‌સ્ટીઓએ વિદ્યાર્થીઓને ગેરકાયદે રીતે પ્રવેશ આપતાં હવે છેલ્લીઘડીયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સત્તાવાળાઓએ આ વિદ્યાર્થીઓના ફોર્મ સ્વીકારવાનો સાફ ઇન્કાર કરી દેતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો અને

  Read More
 • default
  આરટીઓમાં એજન્ટ તેમજ અનઅધિકૃત ઇસમ પર રોક

  તાજેતરમાં ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા આરટીઓ કચેરી, જિલ્લા કલેકટર, જિલ્લા ન્યાયાલય, પ્રાંત કચેરી સહિતની કચેરીઓમાં અનઅધિકૃત ઇસમો-એજન્ટોને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવાના કારણે ભારે હોબાળો અને ઉહાપોહ મચી ગયો છે ત્યારે હવે અમદાવાદ આરટીઓ કચેરીમાં પણ એજન્ટોને પ્રવેશવા પર મનાઇ ફરમાવતા સૂચના જારી કરાતાં ઉગ્ર રોષ અને નારાજગીની લાગણી ફેલાઇ છે. આરટીઓ કચેરીમાં હાલ મુખ્ય … Read More

 • default
  પોલીસ માટે સેરિમોનિયલ, પીટી પરેડ ફરજિયાત રહેશે : ચાર્જ સંભાળતા જ ડીજીપી ઝાએ આદેશ કર્યો

  ગુજરાત રાજયના નવા પોલીસ મહાનિર્દેશક તરીકેનો હોદ્દો સંભાળતાની સાથે જ ડીજીપી શિવાનંદ ઝાએ પોલીસ તંત્રમાં મહત્વના અને અસરકારક નિર્ણયો લઇ ચર્ચા જગાવી છે. નવા ડીજીપીએ આજે વધુ એક મહત્વના નિર્ણય મારફતે, રાજયની તમામ પોલીસ માટે હવે પીટી પરેડ અને સેરીમોનીયલ પરેડ ફરજિયાત બનાવી છે. રાજયના નવા પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ આજે મહત્વનો આદેશ જારી કરી … Read More

 • default
  હાર્દિક પટેલ, વસ્ત્રાપુરના પૂર્વ P.S.I. સામે વોરંટ જારી કરાયું

  પાટીદાર અનામત આંદોલન દરમ્યાન સરકારી અને જાહેર મિલકતોને નુકસાની સહિતના ચકચારભર્યા કેસમાં છેલ્લી ૧૮ મુદતોથી અદાલત સમક્ષ હાજર નહી રહેનાર પાસના નેતા હાર્દિક પટેલ અને વસ્ત્રાપુર પોલીસમથકના તત્કાલીન પીએસઆઇ રામાનુજ વિરૂધ્ધ અત્રેની મેટ્રોપોલીટન કોર્ટે જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ગત તા.૨૫-૮-૨૦૧૬ના રોજ પાસના કન્વીનર અને યુવા નેતા હાર્દિક પટેલે હ

  Read More
અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL