Ahmedabad Lattest News

 • default
  ગુજરાત વિકાસ માટેની નક્કર રાજનીતિથી પ્રગતિ કરી રહ્યું છે

  રાજ્ય વિધાનસભામાં અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચાના પ્રથમ દિવસનો જવાબ આપતાં રાજ્યના વન અને આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના નેતૃત્વની ભારતીય જનતા પક્ષની અમારી સરકાર ગરીબોની, ખેડુતોની, વંચિતોની, યુવાઓની અને મહિલાઓની સરકાર છે. આ એવી સરકાર છે જેણે લોકોને ઘરઆંગણે જઈને વિકાસ … Read More

 • default
  હરિયાણાની કંપની પાસેથી બેન્ડેજ રોલ ખરીદનાર મ્યુનિ.ને હાઈકોર્ટની ફટકાર

  રાજ્યમાં ઉત્પાદિત ૧૮૮ ચીજવસ્તુઓ માત્ર ગુજરાતના લઘુ ઉદ્યોગો પાસેથી ખરીદવા માટે સરકારની નીતિને નેવે મૂકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હરિયાણાની કંપની પાસેથી ખરીદેલી ચીજનો કોન્ટ્રાક્ટ રદ્‌ કરવાનો હાઇકોર્ટે આદેશ આપ્યો છે. સરકારે બનાવેલી નીતિને અનુરૂપ કાર્યવાહી માટે આદેશ આપી તેનું પાલન તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ થાય તેવો હુકમ કર્યો છે. અમદાવાદ મહાનગર પાલિકાએ બ

  Read More
 • incom
  અમદાવાદના શાલિગ્રામ અને સાંગાણી બિલ્ડર્સ પર આઈટીના દરોડા: રાજકોટની ટીમ જોડાઈ

  અમદાવાદના ટોચના બિલ્ડર લોબી પર ઈન્કમટેકસની વિભાગે તવાઈ બોલાવતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. આ અંગેની સૂત્રોમાંથી મળતી વિગત મુજબ જાણીતા શાલિગ્રામ અને સાંગાણી બિલ્ડર્સ પર ઈન્કમટેકસ વિભાગની ઈન્વેસ્ટીગેશન વિભાગના દરોડા પડયા છે. અમદાવાદ ઈન્કમટેકસ વિભાગના વડાની ડાયરેકટ સૂચનાથી આજે વહેલી સવારે આ ઓપરશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ ઈન્વેસ્ટીગેશન વિંગના અધિકારીઓને બો

  Read More
 • water
  રાજ્યના ૧૪૦૦ ગામ અને ૩૨ શહેરોને વૈકલ્પિક યોજના દ્વારા હવે પાણી પૂરું પડાશે

  રાજયભરમાં ઉનાળાના દિવસો દરમ્યાન પાણીની મુશ્કેલી સર્જાય નહી તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદાના પાણીના વિકલ્પમાં રૂ.૨૦૬ કરોડના ખર્ચે હાથ ધરાયેલા ૩૨ કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી. નર્મદા યોજનામાં પાણીની ૫૦ ટકાથી ઓછી આવક છતાં રાજયના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા તા.૩૧ જૂલાઇ સુધીનું મહત્વનું આયોજન કરાયું છે અને તેના … Read More

 • bar consil
  ગુજરાત બાર કાઉન્સીલની ૨૮મીએ યોજાનારી ચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ

  ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારો ઉનાળાની ગરમીમાં પરસેવે રેબઝેબ થતાં પણ જિલ્લા-તાલુકા મથકોએ વકીલ મતદારોને રીઝવવા ફરી રહ્યા છે. બાર કાઉન્સીલના ૨૫ સભ્યોની ચૂંટણી માટે હવે ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા બાદ તાજી સ્થિતિએ ૯૯ ઉમેદવારો મેદાનમાં છે. જેને લઇ હવે બાર કાઉન્સીલની ખૂબ જ પ્રતિષ્ઠાભરી અને મહત્વની ગણાતી એવી આ … Read More

 • default
  સરકારે ગુજરાત યુનિવર્સિટીને એક રૂપિયો પણ ફાળવ્યો નથી : કોંગ્રેસ

  સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા અને રિસર્ચ ડેવલપમેન્ટની મોટી મોટી વાતો કરનાર ભાજપ સરકારે રાજયની સૌથી મોટી અને જૂની એવી ગુજરાત યુનિવર્સિટીને વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭માં એક રૂપિયો પણ ફાળવ્યો નથી. એટલું જ નહી, ગુજરાત સરકારે રિસર્ચ-ડેવલપમેન્ટ, સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને મેઇક ઇન ઇન્ડિયાની મોટી જાહેરાતો કરી અને બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણીની જાહેરાતો કરી … Read More

 • default
  સિંચાઈ માટે પાણીના ઉપયોગ કરવા પર દ્વારકા અને જુનાગઢમાં આખરે અંકુશ લાદવામાં આવ્યો

  ઉનાળાની સિઝન દરમિયાન નર્મદા પાણી કેટલા પ્રમાણમાં મળશે તેને લઇને હજુ સુધી કોઇ ખાતરી મળી રહી નથી ત્યારે દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લા સત્તાવાળાઓએ સિંચાઈ માટે સ્થાનિક પાણીના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. અન્ય જિલ્લા સત્તાવાળાઓ પણ આ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. દ્વારકા, જુનાગઢે સિંચાઈ માટે પાણીના ઉપયોગને નિયંત્રિત કરી દેવાની જાહેરાત … Read More

 • default
  ડિપ્લોમા પ્રવેશ સમિતિમાં વિવાદીત અધિકારીઓને સામેલ કરાતા વિવાદ

  ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયામાં ગત વર્ષે પક્ષપાત અને લાગવગશાહી ચલાવનારા એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસના બે વિવાદીત અધિકારીઓને ફરી વખત આ વર્ષે પણ પ્રવેશ સમિતિમાં સમાવવામાં આવતાં વિદ્યાર્થી સંગઠનોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ છે. વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ, ગુજરાતના પ્રમુખ આનંદ આઇ.ગોસ્વામીએ આ સમગ્ર મામલે કસૂરવાર અધિકારીઓની તાત્કાલિક પ્રવે

  Read More
 • default
  ધોળકા, સાણંદ અને દસ્ક્રોઈ માટે ફતેવાડી કેનાલમાં ૪૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

  ધોળકા, સાણંદ અને દસ્ક્રોઈના ખેડૂતોની ઉગ્ર માંગણી તથા દેખાવ બાદ છેવટે આજે રાજ્ય સરકારે વાસણા બેરેજમાંથી ફતેવાડી કેનાલમાં ૪૦૦ ક્યુસેક પાણી છોડી ખેડૂતોનો ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. ખેડૂતોએ કેનાલ પર પાળા બાંધી ઉગ્ર વિરોધ કરતાં છેવટે હરકતમાં આવેલી સરકારે ફતેવાડી કેનાલમાં પાણી છોડવાનો તાબડતોબ નિર્ણય કર્યો છે. દરમિયાન અમદાવાદના સાણંદ તાલુકામાં ખેડૂતોએ સરકારે … Read More

 • palitana
  પાલિતાણા દર્શન કરી પરત ફરતાં જૈન પરિવારનો અકસ્માત, ૫ના મોત

  દાહોદના કઠલા નજીક બે જીપ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૪ના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં ૧૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે. મધ્યપ્રદેશનો જૈન પરિવાર પાલિતાણા દર્શન કરીને પરત ફરતો હતો તે સમયે અકસ્માત નડ્‌યો હતો. તમામ ઘાયલો ને દાહોદ ખાતે સારવારાર્થે ખસેડાયા હતા ત્યારબાદ તેમને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે. અકસ્માત સર્જનાર સામેની જીપના … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL