Ahmedabad Lattest News

 • default
  સરકારે ગુજરાત યુનિવર્સિટીને એક રૂપિયો પણ ફાળવ્યો નથી : કોંગ્રેસ

  સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા અને રિસર્ચ ડેવલપમેન્ટની મોટી મોટી વાતો કરનાર ભાજપ સરકારે રાજયની સૌથી મોટી અને જૂની એવી ગુજરાત યુનિવર્સિટીને વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭માં એક રૂપિયો પણ ફાળવ્યો નથી. એટલું જ નહી, ગુજરાત સરકારે રિસર્ચ-ડેવલપમેન્ટ, સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને મેઇક ઇન ઇન્ડિયાની મોટી જાહેરાતો કરી અને બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણીની જાહેરાતો કરી … Read More

 • default
  સિંચાઈ માટે પાણીના ઉપયોગ કરવા પર દ્વારકા અને જુનાગઢમાં આખરે અંકુશ લાદવામાં આવ્યો

  ઉનાળાની સિઝન દરમિયાન નર્મદા પાણી કેટલા પ્રમાણમાં મળશે તેને લઇને હજુ સુધી કોઇ ખાતરી મળી રહી નથી ત્યારે દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લા સત્તાવાળાઓએ સિંચાઈ માટે સ્થાનિક પાણીના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. અન્ય જિલ્લા સત્તાવાળાઓ પણ આ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. દ્વારકા, જુનાગઢે સિંચાઈ માટે પાણીના ઉપયોગને નિયંત્રિત કરી દેવાની જાહેરાત … Read More

 • default
  ડિપ્લોમા પ્રવેશ સમિતિમાં વિવાદીત અધિકારીઓને સામેલ કરાતા વિવાદ

  ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયામાં ગત વર્ષે પક્ષપાત અને લાગવગશાહી ચલાવનારા એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસના બે વિવાદીત અધિકારીઓને ફરી વખત આ વર્ષે પણ પ્રવેશ સમિતિમાં સમાવવામાં આવતાં વિદ્યાર્થી સંગઠનોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ છે. વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ, ગુજરાતના પ્રમુખ આનંદ આઇ.ગોસ્વામીએ આ સમગ્ર મામલે કસૂરવાર અધિકારીઓની તાત્કાલિક પ્રવે

  Read More
 • default
  ધોળકા, સાણંદ અને દસ્ક્રોઈ માટે ફતેવાડી કેનાલમાં ૪૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

  ધોળકા, સાણંદ અને દસ્ક્રોઈના ખેડૂતોની ઉગ્ર માંગણી તથા દેખાવ બાદ છેવટે આજે રાજ્ય સરકારે વાસણા બેરેજમાંથી ફતેવાડી કેનાલમાં ૪૦૦ ક્યુસેક પાણી છોડી ખેડૂતોનો ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. ખેડૂતોએ કેનાલ પર પાળા બાંધી ઉગ્ર વિરોધ કરતાં છેવટે હરકતમાં આવેલી સરકારે ફતેવાડી કેનાલમાં પાણી છોડવાનો તાબડતોબ નિર્ણય કર્યો છે. દરમિયાન અમદાવાદના સાણંદ તાલુકામાં ખેડૂતોએ સરકારે … Read More

 • palitana
  પાલિતાણા દર્શન કરી પરત ફરતાં જૈન પરિવારનો અકસ્માત, ૫ના મોત

  દાહોદના કઠલા નજીક બે જીપ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૪ના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં ૧૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે. મધ્યપ્રદેશનો જૈન પરિવાર પાલિતાણા દર્શન કરીને પરત ફરતો હતો તે સમયે અકસ્માત નડ્‌યો હતો. તમામ ઘાયલો ને દાહોદ ખાતે સારવારાર્થે ખસેડાયા હતા ત્યારબાદ તેમને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે. અકસ્માત સર્જનાર સામેની જીપના … Read More

 • indian-railway
  રેલવે ટિકિટ બુકિંગ પર વધારાનો ચાર્જ નહિ આપવો પડે

  રેલ્વેએ રેલ યાત્રીઓને હોળીની ભેટ આપી છે. હવે ક્રેડિટ તથા ડેબિટ કાર્ડથી રેલ્વે ટિકિટ બુકિંગ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ચાર્જ નહી લાગે. આ વ્યવસ્થા કાઉન્ટરથી ટિકિટ ખરીદવાની સાથે IRCTCની વેબસાઇટ દ્વારા ટિકિટ ખરીદનારા પર પણ લાગુ થશે. હાલમાં ૦.૨૫%થી ૦.૯૫% સુધીનો MDR વસૂલવામાં આવતો હતો. રેલ્વેના પ્રવક્તા અનુસાર, “ડિજિટલ તથા કેશલેશ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન મળશે.” જોકે … Read More

 • default
  બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ શાળાએથી જ હોલ ટિકિટ લેવાની રહેશે

  ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ આગામી તા.૧૨મી માર્ચથી શરૂ થઇ રહી છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગેની તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે. જેના ભાગરૂપે હવે આજે શાળાઓ દ્વારા પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવા અંગેની હોલ ટિકિટનું વિતરણ શરૂ કરવામાં આવશે. સવારે ૧૦થી સાંજે ૪ વાગ્યા દરમ્યાન વિદ્યાર્થીઓ પોતાની શાળામાંથી … Read More

 • default
  વિધાનસભા ગૃહમાં નિયમ વિરુદ્ધની અપેક્ષા વિપક્ષ રાખે છે : પ્રદિપસિંહ જાડેજા

  વિધાનસભા ગૃહમાં પ્રજાને સ્પર્શતા સાચા પ્રશ્નોને વાચા આપવાના બદલે ગૃહનો સમય બગાડનાર અને નિયમ વિરુદ્ધની અપેક્ષા રાખનારા વિપક્ષના સભ્યોને બે દિવસ માટે સસ્પેન્ડ કરવાના અધ્યક્ષના નિર્ણયમાં કોઇ પક્ષપાત ન હોવાનું સંસદીય રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અધ્યક્ષનું પદ પક્ષાપદથી પર હોવાની સાથે તટસ્થ રીતે ગૃહનું સંચાલન કરવાની જવાબદારી હોવાથી તેઓ દ્વારા નિયમોને અ

  Read More
 • default
  ગુજરાત સરકાર ખેડૂત પાસે એક લાખ મેટ્રિક ટન મગફળીનો જથ્થો ખરીદશે

  રાજયમાં ખેડૂતોને મદદરૂપ બનવાના આશયથી રાજય સરકાર દ્વારા આજે કેબીનેટની બેઠકમાં વધુ એક લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સરકારના આ નવા નિર્ણયને પગલે હવે આગામી ત્રણ-ચાર દિવસમાં જ મગફળીની ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સરકારના નિર્ણયને લઇ રાજયના ખેડૂતોને કંઇક અંશે રાહત મળશે તે સ્વાભાવિક છે. રાજયના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે … Co

  Read More
 • default
  ગુજરાતમાં ખેડૂતોની વિવિધ સબસિડી પેટે ૪૦૦૭ કરોડ રૂપિયા ચુકવાયા

  વિધાનસભા ગૃહમાં ઉર્જામંત્રી સૌરભ પટેલ દ્વારા વિવિધ વિભાગો દ્વારા થયેલા ખર્ચ સંદર્ભે મહેસુલ અને મૂડી પેટે કુલ ૧૦૭૯૨ કરોડની પૂરક માંગણીઓ પૈકી ચર્ચા અને મતદાન માટે રજૂ કરવામાં આવેલી આ પુરક માંગણીઓ વિના વનિરોધે પસાર થઇ હતી. મંત્રીએ ઉમેર્યું હતું કે, આ પુરક માંગણીઓમાં ૭માં પગાર પંચના અમલીકરણને કારણે પગાર અને ભથ્થા, પેન્શન અને ગ્રેજ્યુઇટી, … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL