Ahmedabad Lattest News

 • default
  વિધાનસભા વિપક્ષના ઉપનેતા નક્કી કરવા ૯ થી ૧૧ સુધી મળનારી બેઠકમાં મંથન કરાશે

  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિધાનસભા વિરોધ પક્ષના નેતા નક્કી કરવામાં આવ્યા છે, પણ વિધાનસભા વિરોધ પક્ષના ઉપનેતા, દંડક, ઉપદંડક, જાહેર હિસાબ સમિતિના ચેરમેન નક્કી કરવા હવે તા. ૯ થી ૧૧ દરમિયાન મળનારી બેઠકમાં મંથન કરાશે. વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને બનાવાયા છે, પણ ઉપનેતા સહિતના નેતાઓની પસંદગી માટે રાજ્ય સ્તરે મામલો આવતા પસંદગી અટવાઈ છે. … Read More

 • default
  અમદાવાદથી ડાકોર સુધી ફોરલેન ભક્તિપથ બે વર્ષમાં તૈયાર થઈ જશે

  આગામી બે વર્ષમાં અમદાવાદથી ડાકોર વચ્ચેનો અંદાજિત ૮૦થી ૮૫ કિલોમીટરનો ફોર લેન ‘ભક્તિપથ’ તૈયાર જશે. સાથે જ આ વર્ષે પદયાત્રાળુઓની સુવિધા માટે જ્યાં માર્ગ ચાલવા માટે યોગ્ય ન હોય તેનું સમારકામ કરાવવા, ભંડારા-સેવાકેન્દ્રોને થ્રી-ફેઝ વીજળી મળી રહે, મહુધાથી ડાકોર સુધી ઓછા ભંડારા હોય છે, તે વિસ્તારમાં ભંડારા બને તે માટેના પ્રયત્નો થઈ રહ્યાં છે. સાથે … Read More

 • default
  રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું : અમદાવાદમાં ૧૬.૫ ડિગ્રી તાપમાન

  અમદાવાદ સહિત રાજ્યભરમાં મિશ્ર વાતાવરણની સ્થિતિ વચ્ચે ફરી એકવાર ઠંડી ઘટાડો જાવા મળ્યો છે. આજે નલિયામાં ફરી એકવાર લઘુત્તમ તાપમાન ઘટીને ૧૧.૬ ડિગ્રી થયું હતું જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધીને ૧૬.૫ ડિગ્રી થયું હતું. ઇન્ફેક્શનના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. સવારમાં ઠંડી અને … Read More

 • default
  પાણીની કટોકટીને પગલે ખેડૂતોને ઉનાળુ પાક ન લેવાની મુખ્યમંત્રીની અપીલ

  રાજ્યમાં ઊનાળો ચાલુ થાય તે પહેલા જ પાણીની તંગી જોવા મળી રહી છે તો રાજ્યના મુખ્યમંત્રીએ ખેડુતોને ઉનાળામાં પાક ન લેવા અપીલ કરી છે. મુખ્યમંત્રીના આવા નિવેદનથી રાજ્યભરના ખેડૂતો નારાજ થયા છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ સરકાર પર પ્રહાર કર્યા છે. ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં એજ્યુકેશન ફેરમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ડેમમાં … Read More

 • default
  અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા, આજે સાંજે પરત ફરશે

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક દિવસની ગુજરાતની સામાજિક મુલાકાતે ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા. ભાજપ અધ્યક્ષ વિતેલા પખડવાડિયામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે બે દિવસ માટે અમદાવાદ આવ્યા હતા. હવે ઉત્તર-પૂર્વ રાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ છે અને ભાજપ છેલ્લા ચાર વર્ષથી આ પ્રાંતમાં સત્તા મેળવવા માટે ગ્રાસરૂટ લેવલ પર કામ કરવાની શરૂઆત કરી છે એટલે આ … Read More

 • default
  ફી નિયમન સમિતિની જૂની પ્રક્રિયા રદ : સ્કૂલો માટે નવી કટ ઓફ ફી જાહેર કરાશે

  ગુજરાત સરકારના ફી નિર્ધારણ કાયદા સંદર્ભે સુપ્રીમ કોર્ટે વચગાળાનો ચૂકાદો આપ્યા પછી અત્યાર સુધી શાળાઓની ફી મુદ્દે જે પ્રક્રિયા થઇ તે રદબાતલ ગણવામાં આવશે. ચુકાદા મુજબ ૭ ફેબ્રુઆરી સુધીમાં હાઇકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં ફી રિવિઝન સમિતિની રચના કરી દેવાશે. સાથોસાથ સરકાર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેનની અધ્યક્ષતામાં એક સમિતિની પણ સપ્તાહમાં રચના કરશે. આ સમિતિ શાળાઓ … Read More

 • default
  ૭૫ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ૧૮૦૦થી વધુ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા

  ગુજરાતના ૩૩ જિલ્લાની ૭૫ નગરપાલિકાની સામાન્ય અને અન્ય પાલિકાઓની પેટા ચૂંટણીઓ માટે આજે ઉમેદવારીપત્રો ભરવાનો અંતિમ દિવસ છે. ૨૧૧૬ બેઠકો માટે ભાજપે શુક્રવાર બપોર સુધીમાં ૧૮૦૦થી વધુ ઉમેદવારોને જિલ્લા સ્તરેથી મેન્ડેટ આપી દીધા છે. જ્યારે બાકીના ઉમેદવારોને શુક્રવાર મોડી રાત સુધીમાં અથવા શનિવાર સવાર સુધીમાં મેન્ડેટ આપી દેવાની સૂચના અપાઇ ગઇ છે. વિધાનસભાની ચૂંટણી પછી … Read More

 • default
  રાજ્યના અનાથ, વિધવા, દિવ્યાંગો અને શહીદોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે પાંચ લાખની સહાય

  ગુજરાતમાં હોશિયાર વિદ્યાર્થીઓએ નબળી આર્થિક સ્થિતિના કારણે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહેવું પડે તે માટે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જરૂરિયાતમંદ અનાથ બાળકો, વિધવા માતાના સંતાનો, દિવ્યાંગો અને સેના-પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે વધુમાં વધુ પાંચ લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. દરવર્ષે આ પ્રકારના ૨૫૦૦ જેટલા … Read More

 • default
  હોટલના કર્મચારીઓને મૂઢ માર બદલ ચાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ

  એસ.પી. રિંગ રોડ ઉપર આવેલી હોટલમાં મળસ્કે ચાર વાગ્યે જમવાનું ન મળતાં હોટલ કર્મીને માર મારવાના મામલે બોપલના ચાર કોન્સ્ટેબલનો પિત્તો ગયો હતો. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં બે કોન્સ્ટેબલ મુકેશદાન ફતેસંગ ગઢવી, સાદિક ઉસ્માનભાઈ અને બે લોકરક્ષક કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ જગદીશસિંગ અને હરપાલસિંહ મુળરાજસિંહને અમદાવાદ રૂરલ એસ.પી. આર.વી. અસારીએ સસ્પેન્ડ કર્યાં છે. તા. ૩૧ની વહેલી … Read More

 • default
  અમદાવાદ ઇન્ટરનેશલ એરપોર્ટ પર બે નવા એરોબ્રીજ બનશે

  દેશના અતિ વ્યસ્ત એરપોર્ટ પેકીના એક એવા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગમી દિવસોમાં બે નવા એરોબ્રીજ ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ એરપોર્ટ પર બે જૂના એરોબ્રીજ કાર્યરત છે. જેને લઇને જ્યારે એરપોર્ટ પર એક સામટે ફ્લાઇટ લેન્ડ થાય ત્યારે ફ્લાઇટને એરોબ્રીજ ફાળવી શકાતો નથી. જેને લઇને મુસાફરોને તકલીફ વેઠવી પડે છે. અમદાવાદ ઇન્ટરનેશલ એરપોર્ટ … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL