ઢાબા સ્ટાઈલ આલુ પરાઠા બનાવવાની નોંધી લો રીત

August 21, 2018 at 1:41 pm


સ્ટફિંગ માટે

બાફેલા બટેટા
ઝીણી સમારેલી ડુંગળી
લીલા મરચાં ઝીણા સમારેલા
લાલ મરચું પાવડર
મીઠું સ્વાદાનુસાર
ગરમ મસાલો

કણક બાંધવા
ઘઉંનો લોટ
મીઠું
તેલ

સૌથી પહેલા લોટમાં મોણ ઉમેરી કણક બાંધી લો. તેને 30 મિનિટ સુધી ઢાંકીને સાઈડ પર મુકી રાખો. હવે એક બાઉલમાં બાફેલા બટેટાની પેસ્ટ કરી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, મરચાં અને અન્ય મસાલા ઉમેરી સારી રીતે મીક્ષ કરો. આ સ્ટફિંગને 10 મિનિટ સુધી રેસ્ટ આપો. હવે બાંધેલી કણકમાંથી એક મોટો લુઓ લઈ તેની રોટલી વણો અને તેમાં બટેટાનું સ્ટફિંગ ભરી પરોઠાં વણી લો. આ પરોઠાને ગરમ તવા પર તેલ અથવા બટર મુકી અને શેકી લો. ગરમા ગરમ પરોઠા દહીં સાથે સર્વ કરવા તૈયાર છે.

print

Comments

comments

VOTING POLL