અમેરિકામાં ૬૦ હજાર ભારતીયો બેરોજગાર થઈ જશે

April 26, 2018 at 10:53 am


અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ તંત્રના ‘અમેરિકા ફસ્ર્ટ’ નીતિ તરફ વધવાથી અંદાજે ૬૦,૦૦૦ ભારતીયો ત્યાં બેરોજગાર થઈ જશે. તેમાં ૮૦ ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. ટ્રમ્પ તંત્રએ એચ–૪ વિઝાધારકોની વર્ક પરમીટ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. એચ–૧બી વિઝાધારકોના જીવનસાથીને એચ–૪ વિઝા આપવામાં આવે છે. એચ–૪ વિઝાધારકોમાં મોટી સંખ્યામાં ભારતીયો છે જેમાં મોટાભાગની મહિલાઓ સમાવિષ્ટ્ર છે.

બરાક ઓબામા તંત્રએ એચ–૧બી વિઝાધારકોના જીવનસાથીને એચ–૪ વિઝા હેઠળ અમેરિકામાં રોજગાર કરવા, ધન એકત્ર કરવા અને કર ચૂકવવાની અનુમતિ આપી હતી. અમેરિકાના અપ્રવાસી સેવાના પ્રમુખ ફ્રાન્સીસ સિસનાએ સાંસદોને એચ–૪ વિઝા હેઠળ વર્ક પરમીટ ખતમ કરવાની જાણકારી આપી છે. ટ્રમ્પ તંત્રનો આ નિર્ણય રોજગાર તલાશ કરનારા ભારતીય યુવાનો માટે એક મોટો ઝટકો છે તે પણ એવા સમયે કે યારે ભારતમાં બેરોજગારી વધી રહી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી અનુસાર દેશમાં બેરોજગારી દર જૂલાઈ ૨૦૧૭ના ૩.૩૯ ટકાના મુકાબલે એપ્રિલમાં બે ગણી થઈ શકે છે.

પ્રભાવશાળી અમેરિકી સાંસદો અને આઈટી ઉધોગે એચ–૪ વિઝાધારકોની વર્ક પરમીટ ખતમ કરવાની ટ્રમ્પ તંત્રની પ્રસ્તાવિત યોજનાનો વિરોધ કર્યેા છે. કેલિફોર્નિયાના ટોચના ૧૫ સાંસદોએ આ સંબંધમાં ગૃહ સુરક્ષા મંત્રી કસ્ર્ટેન એમ.નીલસનને પત્ર લખ્યો છે. તેમણે ઓબામા વર્ક પરમીટ ખતમ કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું છે. તેમણે કહ્યું કે હાલના નિયમથી હજારો એચ–૧બી વિઝાધારકો અને તેના પરિવારોને બેવડી આવક થાય છે. ઘણા લોકોએ બેવડી આવક ઉભી કરી પોતાનો કારોબાર શરૂ કરી દીધો છે જેમાં અમેરિકી નાગરિકોને રોજગાર મળ્યો અને આપણી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન મળ્યું છે. વગર વર્ક પરમીટથી એચ–૧બી વિઝાધારકોના જીવનસાથી કાયદેસર રીતે કામ નહીં કરી શકે અને પરિવારને નાણાકીય રીતે યોગદાન નહીં આપી શકે. પાંચ માર્ચે લખાયેલા આ પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં સાંસદ ઈશુ, રાજા કૃષ્ણમર્તિ સહિતના સામેલ છે

print

Comments

comments

VOTING POLL