અમિત શાહ… ધ એવેન્જરઃ રાજકીય હિસ્ટ્રીના ગ્રેટેસ્ટ વોટ કન્વર્ટર

May 16, 2018 at 5:16 pm


ઈંગ્લીશમાં એક કહેવત છે કે ‘પોલિટિકસ ઇઝ નોટ સાયન્સ, બટ અન આર્ટ’. આજકાલના દોરમાં સમયની નજાકતને પારખીને પોતાની બાજી ગોઠવે અને ટાઈમ બગાડયા વગર રાઈટ ટાર્ગેટ પર પ્રહાર કરે તેને જ રાજકારણમાં સફળતા મળે છે. ભારતીય રાજકારણના ઈતિહાસમાં અત્યારે જો કોઈની સૌથી વધુ ગંભીરતાથી નાેંધ લેવી હોય તો તેમાં એકમાત્ર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ છે. એમની કાબેલિયત, એમનું કૌશલ્ય કાબિલેદાદ છે અને કણાર્ટક વિધાનસભાની ચૂંટણીના જે પરિણામ આવ્યા છે તે ભાજપ માટે નોડાઉટ અત્યંત ઉત્સાહજનક છે. ભાજપની સફળતામાં અમિત શાહની માસ્ટરી ચાવીરૂપ ભૂમિકા ભજવી ગઈ છે. અમિત શાહને આપણે વર્તમાન રાજકીય હિસ્ટિ²ના અનબીટેબલ વોટ કનવર્ટર તરીકેનું બિરૂદ આપી શકીએ.
કાેંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીની સાથે જો ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની સરખામણી ઈમાનદારીપૂર્વક અને તટસ્થતા સાથે કરો તો રાહુલ ગાંધી અમિત શાહની સામે કોઈપણ મોરચે ટકેલા દેખાતા નથી. અમિત શાહનું માઈક્રાે મેનેજમેન્ટ તો આજની નવી રાજકીય પેઢી માટે એક ટયુશન કલાસ જેવું છે પરંતુ હાર્ડવર્ક અને એનજીર્ પણ એમના અનમેચેબલ છે. અમિત શાહે પાંચ મહિના સુધી કણાર્ટકને ધમરોળ્યું છે અને 28 જેટલા જિલ્લાઆેની મુલાકાત લીધી છે. એમણે 57 હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. કણાર્ટકમાં એમણે 59 જેટલી રેલીઆેને સંબોધી છે અને 25થી વધુ રોડ-શો કર્યા છે.
આ ઉપરાંત ખુબ જ ચતુરાઈપૂર્વક એમણે ચોકકસ સોશ્યલ ગ્રુપ્સ સાથે 38 જેટલા ઈન્ટરેકશન કર્યા છે સાથોસાથ 33 જેટલા મંદિરો અને મઠની મુલાકાત લીધી છે. એ જ રીતે 18 જેટલી આર્ગેનાઈઝેશનલ મિટિંગો કરી છે. બૂથ મેનેજમેન્ટમાં અમિત શાહનો જોટો જડે તેમ નથી અને એટલા માટે કણાર્ટકમાં ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી છે અને કાેંગ્રેસના ગઢમાં મોટા મોટા ગાબડાં પાડી દીધા છે. ઈલેકશનના મેનેજમેન્ટમાં આજની પેઢીએ અમિત શાહ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. અમિત શાહની ખાસીયત એ છે કે, એમની પાસે લોકલ ડાઈનેમિકસનું ઉંડું નોલેજ રહે છે. કણાર્ટકમાં એમણે આેર્ગેનાઈઝેશનમાં એક નવી એનજીર્ ભરી દીધી હતી અને આંતરિક ડિવિઝનને અટકાવીને સૌને એક પ્લેટફોર્મ પર લાવી દીધા હતા અને યુવાનો પાસેથી ધાર્યું કામ પાર પડાવ્યું છે.
ખુબીની વાત એ પણ છે કે, જે સ્થાનિક લેવલે ઈન્ફલુએિન્શયલ લોકો છે તેમને તેઆે રૂબરૂ મળ્યા હતા અને ભાજપ તરફની સહાનુભૂતિને મતદાનમાં ફેરવવા માટે એમને સમજાવ્યા હતા અને એમનો ઉપયોગ કર્યો હતો. કોઈપણ રાજકીય પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જો આ રીતે લોકલ લેવલના માણસોને રૂબરૂ મળીને વાતચીત કરે તો તુરંત જ માણસ આકષાર્ઈ જાય છે પરંતુ આ આર્ટ માત્ર અમિત શાહ પાસે છે તે માનવું જ રહ્યું.
કણાર્ટકમાં દરેક મતક્ષેત્રમાં લોકલ ડાઈનેમિકસ એટલે કે ત્યાંની ગતિવિદ્યા શું છે તેની બધી જ માહિતી અમિત શાહ પાસે હોય છે અને આ માહિતી એકત્ર કરવામાં એમને લોકલ લેવલના લોકો અને સામાન્ય કાર્યકરો ખુબ કામ લાગે છે. માત્ર ભાષણો કરવાથી કે સોશ્યલ મીડિયા પર દેકારો કરવાથી ચૂંટણી જીતી શકાતી નથી બલ્કે ગ્રાઉન્ડ લેવલે પરસેવો પાડીને લોકોની સહાનુભૂતિ મેળવીને તેને મતદાનમાં કન્વર્ટ કરવી પડે છે. એટલા માટે આજના રાજકીય ઈતિહાસના ગ્રેટેસ્ટ વોટ કન્વર્ટર તરીકે આપણે અમિત શાહને પુરેપુરા માર્કસ આપી શકીએ.

print

Comments

comments

VOTING POLL