આેસ્ટ્રેલિયામાં 18 કરોડના ખર્ચે નુતન સ્વામિનારાયણ મંદિરની સ્થાપના

June 3, 2018 at 8:27 pm


શ્રી સવામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ધર્મપ્રસાર કાર્ય
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરૂષોતમપ્રિયદાસજી મહારાજ દ્વારા વેસ્ટનૅ આેસ્ટ્રેલિયાના પર્થ ખાતે રૂા. 18 કરોડની લાગતથી સર્વ પ્રથમ નુતન શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપના કરી છે. સર્વ પ્રથમ આેસ્ટ્રેલિયા ખાતેના પર્થના શ્રી સ્વામિનારાયણ મંદિરની સ્થાપના અંતગૅત સ્કૂલના દિવ્યાંગ બાળકોના લાભાથેૅ સંસ્થાન દ્વારા મુખ્ય મહેમાન તરીકે પધારેલા બેઝવોટર સીટીના મેયર મિડન બુલ અને ડેપ્યુટી મેયર મિ.કિસ નસની ઉપસ્થિતિમાં એમ્બેટન શાળાના દિવ્યાંગ બાળકોના લાભાથેૅ ડોનેશન કરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ પણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મેયર મિ.ડન બુલે જણાવ્યું હતું કે, પ.પૂ. આચાર્ય મહારાજ દ્વારા દિવ્યાંગ બાળકોના લાભાથેૅ ડોનેશન કરીને આમારા હૃદયને પુલકિત કરી દીધુ છે, જ્યારે વૃક્ષારોપણ કરીને પણ દેશનાે પાેલ્યુશન મુક્તનાે અભિગમ એ પણ આવકાર્યદાયક કાર્ય કર્યું છે.
આ પ્રસંગે પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે આશિવાૅદમાં જણાવ્યું હતું કે, સંસ્કૃતિ સાથે સંસ્કાર િંસચનનું જતન જે વસુદેવ કટુંબકમની ભાવનાને ઉજાગર કરે છે.
દેશ તેમજ લંડન, આફ્રિકા, નાઈરોબી, બાેલ્ટન, અરૂસા વિગેરે દેશોમાંથી પણ હરિભક્તાેનાે સમુહ ઉપસ્થિત રહ્યાાે હતાે.

print

Comments

comments

VOTING POLL