પોરબંદરના પ્રેમજીભાઇ ભુરાભાઇ ધોકીઆ ઉ.વ.૮૫ (સોરઠીયા પ્રજાપતિ વિધોતેજક મંડળના મંત્રી)તેઓ નટવરલાલ, પ્રવિણભાઇ, દિનેશભાઇ, હંસાબેન જોગીયા તથા જયશ્રીબેન ચૌહાણના પિતાશ્રીનું તા. ૯૨ના અવસાન થયું છેે.
રાણાવાવના ઔદિચ્ય ગોહીલવાડી બ્રાહ્મણ રંજનબેન ઉ.વ.૪૭ તેઓ હરસુખભાઇ રમણીકલાલ જોશી (ભોદવાળા)ના પત્ની અને બિપીનભાઇ તથા હીતેશભાઇના માતૃશ્રીનું તા. ૪૨ના અવસાન થતાં ઉઠમણું તા. ૬૨ના બપોરે ૪ થી પ રાણાવાવના જાગનાથ મહાદેવ મંદિરે રાખેલ છે.
પોરબંદરના ભારવાડા ગામના શાંતાબેન ઉ.વ.૬૦ તેઓ કરશનભાઇ કેશવભાઇ ટાંકના પત્ની અને રામજીભાઇ, બાલુભાઇ, વલ્લભભાઇના ભાભી તથા ભરત અને દિનેશના માતૃશ્રીનું તા. ૩૨ના અવસાન થયું છે.
પોરબંદરના અડવાણા ગામના અમૃતલાલ પરસોતમ થાનકી (ગામોટી) ઉ.વ.૭૨ તેઓ હસમુખભાઇ, વિજયભાઇ, નિલેશભાઇના પિતાશ્રીનું તા. ૫૨ના અવશાન થતાં ઉઠમણું તા. ૯૨ના ૪:૦૦ વાગ્યે તેમના અડવાણા ખાતેના નિવાસ સ્થાને રાખેલું છે.
પોરબંદરના સંતોકબેન મકનજીભાઇ જોષી, તેઓ સ્વ. મકનજીભાઇના પત્ની તેમજ કલ્યાણજીભાઇ, ટપુભાઇ, દોલુભાઇ, ધીરૂભાઇ તથા હસમુખભાઇના માતૃશ્રીનું તા. ૫૨ના અવસાન થયેલ છે. બેસણું તા. ૯૨ ગુરૂવારના રોજ પોરબંદર જયુબેલી નિવાસ સ્થાને રાખેલ છે.
પોરબંદરના ઠા. ગોકલદાસ ગોવિંદજી દત્તા (ઉ.વ. ૮૨) તે રમેશભાઇ, હરીશભાઇ, મહેશભાઇ તથા સ્વ. હિતેશભાઇ તથા નીતાબેન રમેશકુમારના પિતાશ્રી અને ભીમજી મોનજી હિંડોચાના જમાઇનું તા. ૦૬–૦૨–૨૦૧૨ના રોજ અવસાન થયેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૦૮–૦૨–૨૦૧૨ બુધવાર બપોરે ૩:૩૦ થી ૪:૦૦ કલાકે ભાઇઓ તથા બહેનોની સંયુકત લોહાણા મહાજન પ્રાર્થનાસભા હોલમાં રાખેલ છે.
|