એક્સિસ બેન્ક ‘વોટ્સએપ પેમેન્ટ’ શરૂ કરવાની તૈયારીમાં

March 14, 2018 at 4:46 pm


એક્સિસ બેન્ક પોતાના ગ્રાહકો માટે ટુંક સમયમાં ખાસ સુવિધા રજૂ કરવા જઈ રહી છે. આ સુવિધા છે વોટ્સએપ પર રૂપિયાની ચુકવણી ! આ અંગે જાણવા મળતી વિગતોનુસાર બેન્કે આ નિર્ણય યૂનિફાઇડ પેમેન્ટ સિસ્ટમ એટલે કે યૂપીઆઈમાં વધતી સંભાવનાઓને લઈને કર્યો છે. એક્સિસ બેન્કના એક વરીષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર પેમેન્ટ માટે યૂપીઆઈ અગ્રણી છે. તેના કારણે બેન્ક તેના ગ્રાહકોને વધારી સારી સગવડ પૂરી પાડી શકશે. તે માટે બેન્ક વોટ્સએપ, ઉબર, ઓલા અને સેમસંગ જેવી કંપનીઓ સાથે પેમેન્ટની સુવિધા માટે ચર્ચા કરી રહી છે. યૂપીઆઈના માધ્યમથી થતાં નાણાકીય વ્યવહારોમાં એક્સિસ બેન્કની ભાગીદારી 20 ટકાની છે.

શું છે યૂપીઆઈ
યૂપીઆઈ એક પેમેન્ટ ઈન્ટરફેઝ છે. તેના ઉપયોગથી તમે એક બેન્કથી બીજા ખાતામાં નાણા તુરંત મોકલી શકો છો. આ સુવિધા મોબાઈલ ઈન્ટરફેઝ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેનું નિયમન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક્સિસ બેન્કનો 66 ટકા વ્યવહાર ડિજિટલ માધ્યમથી થઈ રહ્યો છે. એક્સિસ બેન્કની મોબાઈક બેન્કિંગનો આંકડો આશરે 51, 030 કરોડ છે. જ્યારે હવે બેન્ક વધુ એક સગવડતા ગ્રાહકો માટે લાવશે જેથી ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન મળશે.

print

Comments

comments

VOTING POLL