કટપ્પા અને બાહુબલીની અમર જોડી તુસોમાં પણ સાથે

March 13, 2018 at 5:59 pm


સુપરહિટ ફિલ્મ ‘બાહુબલી’નું મુખ્ય અને લોકપ્રિય પાત્ર કટપ્પા અને બાહુબલીની જોડી લંડનના મેડમ તુસાૅના વૅક્સ મ્યુઝિયમમાં જોવા મળશે. ગયા વર્ષે આ મ્યુઝિયમમાં બાહુબલીની મીણની પ્રતિમા મૂકવામાં આવી હતી અને આ વર્ષે હવે કટપ્પાની પ્રતિમા પણ મૂકવામાં આવશે. કટપ્પા એક વફાદાર સેવક હતો પણ તે છતાં તેણે પોતાના પ્રિય રાજકુમાર બાહુબલીનું ખૂન કર્યું હતું. આવું કરવા પાછળ કટપ્પાની શું મજબૂરી રહી હશે તે જાણવા આતુર દર્શકો માટે બાહુબલીની બીજી અને અંતિમ ફિલ્મ બનાવવામાં આવી હતી, જે જગપ્રસિÙ થઇ હતી. કટપ્પાનું પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું હતું અને તે ભૂમિકા ટાૅલીવુડના અભિનેતા સત્યરાજે નિભાવી હતી. તેણે પોતાના અનોખા અભિનયથી લોકોનાં દિલ જીતી લીધાં હતાં.

print

Comments

comments

VOTING POLL