બોલ ટેમ્પરિંગ: સ્મિથ સહિત ત્રણેય ક્રિકેટરને ઘરભેગા કરાયા

March 28, 2018 at 11:01 am


આસ્ટ્રેલિયા ક્રિકેટના બોલ ટેમ્પરિંગ વિવાદમાં હજી અંતિમ નિર્ણય લેવાયો નથી, પરંતુ ક્રિકેટ આસ્ટ્રેલિયાએ હાલમાં આ મામલે સામેલ ત્રણેય ક્રિકેટર સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરન બેનક્રોટને સસ્પેન્ડ કરી તેમને સ્વદેશ પાછા ફરવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ કોચ ડેરેન લિહમેનને કલીન ચિટ આપી હતી.

ક્રિકેટ આસ્ટ્રેલિયાના સીઇઓ જેમ્સ સધરલેન્ડે મંગળવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ ત્રણેય ખેલાડી પર આગામી ૨૪ કલાકમાં નિર્ણય લેવામાં આવશે. આ સિવાય વિકેટકીપર ટીમ પેનને ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.
રવિવાર પછી ક્રિકેટ આસ્ટ્રેલિયા માટે બહત્પ ખરાબ સમય રહ્યો છે. હત્પં આસ્ટ્રેલિયા તરફથી ક્રિકેટ ફેન્સની માફી માગુ છું. આ ઘટના બહત્પ દુ:ખદ છે. હમારી તપાસ હજી પૂરી નથી થઇ, સ્મિથ, ડેવિડ, કેમરનને ક્રિકેટ આસ્ટ્રેલિયાના કોડ આફ કન્ડકટના ઉલ્લંઘન માટે દોષી ઠરાવવામાં આવ્યા છે. તપાસ પૂરી થાય ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે, એમ સધરલેન્ડે જણાવ્યું હતું

print

Comments

comments

VOTING POLL