બેન્કોના એક હજારથી વધુ બાકીદારો પર ગાળિયો નાખવા તૈયારી

March 6, 2018 at 12:12 pm


પંજાબ નેશનલ બેન્કના હજારો કરોડ રૂપિયાના કૌભાંડ બાદ સરકાર બેન્કોના મોટા બાકીદારો પર ગાળિયો નાખવા જઈ રહી છે. ૫૦ કરોડ રૂપિયાથી વધુનું કરજ લઈને તેને જાણીજોઈને નહીં ચૂકવનારા લોકોની યાદીમાં એક હજારથી વધુ બાકીદારો છે. સાર્વજનિક બેન્ક આ અંગેની યાદી સીબીઆઈને સોંપવાની તૈયારી કરી રહી છે. આ પછી વિદેશ જવા પર પ્રતિબંધથી લઈને સંપત્તિ જ કરવા સહિતની અન્ય કાર્યવાહીનો સિલસિલો શરૂ થશે.
દેશમાં સરકારી બેન્કોનું કરજ નહીં ચૂકવી રહેલા બાકીદારોની સંખ્યા સાત હજારથી પણ વધુ છે પરંતુ તેમાં જાણીજોઈને કરજ નહીં ચૂકવનારા એક હજારથી વધુ છે. બેન્કીંગ સૂત્રોના જણાવ્યા મુજબ સાર્વજનિક બેન્કો તરફથી આ સાહના અતં સુધીમાં પહેલી યાદી સીબીઆઈને સોંપી દેવામાં આવશે. આ યાદીમાં ૧૦૭૨ બાકીદારોના નામ છે. અમુક નાની બેન્કોએ અત્યાર અત્યારે આ યાદીમાં પોતાના બાકીદારોના નામ સામેલ કર્યા નથી. આવામાં આ સંખ્યા વધી શકે છે.

બેન્ક આ બાકીદારો પાસે ફસાયેલા કરજની રકમ પરત કરવાની તમામ કોશિશ કરીને થાકી ચૂકયા છે. નાણા મંત્રાલયે તાજેતરમાં જ સરકારી બેન્કોને નિર્દેશ આપ્યો છે કે ૫૦ કરોડ રૂપિયાથી વધુના ફસાયેલા કરજની તપાસ કરી ૧૫ દિવસમાં તેની વિગત સીબીઆઈને સોંપી દેવામાં આવે.
નાણા મંત્રાલયના એક વરિ અધિકારીના જણાવ્યા મુજબ રિઝર્વ બેન્ક અને મંત્રાલય એનપીએની વસૂલાત મામલામાં હર સંભવ પગલાં ઉઠાવી રહી છે. સીબીઆઈ કેસ ચલાવવા, સંપત્તિ જ કરવા જેવા અનેક પગલાં ઉઠાવી શકે છે. ભાગેડું આર્થિક અપરાધ ખરડો–૨૦૧૮ સંસદમાં પસાર થયા બાદ એજન્સીઓને વધુ કડક પગલાં ઉઠાવવાની ક્ષમતા મળશે.

print

Comments

comments

VOTING POLL