વિદેશ પ્રવાસે ગયેલી ક્રિકેટર્સની પત્નીઓથી BCCI નારાજ, ભારત ફરી જવા કર્યો આદેશ

July 25, 2018 at 11:22 am


ઇંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમ વન-ડે સિરીઝ પૂર્ણ થયા બાદ પણ લંડનમાં હતી. ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોની પત્નીઓ પણ આ તકે લંડનમાં હતી જેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ પણ થઈ હતી. આ તસવીરો ચર્ચાનો વિષય બન્યા બાદ બીસીસીઆઈએ ક્રિકેટરોની પત્ની માટે નવું ફરમાન જારી કર્યું છે. બીસીસીઆઈએ આદેશ કર્યો છે કે ક્રિકેટરોની પત્નીઓને હવે ભારત પરત ફરવું પડશે. પ્રથમ ત્રણ ટેસ્ટ મેચ સુધી ક્રિકેટરોની પત્નીઓને પરત ફરવાનો નિર્દેશ કરાયો છે.

મહત્વપૂર્ણ છે કે ટીમ ઈન્ડિયા હવે ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ માટે ચેલ્મ્સફોર્ડમાં હશે. આ અગાઉ ટેસ્ટ સિરીઝ દરમિયાન ક્રિકેટરોને પોતાની પત્નીઓ સાથે રહેવાની મંજૂરી અપાતી હતી પરંતુ આ વખતે પ્રથમ વાર બન્યું છે કે ટેસ્ટ સિરીઝ શરૂ થયા પહેલાં ક્રિકેટર્સની પત્નીઓને ભારત પરત ફરવા જણાવી દેવાયું છે.

print

Comments

comments

VOTING POLL