દિવસના રોજ 20 ગ્રામ અખરોટ ખાવાથી થાય છે અઢળક લાભ

July 9, 2018 at 7:38 pm


સામાન્ય રીતે માતા પોતાના બાળકોને બદામ ખવડાવવાનો આગ્રહ રાખે છે. બદામ ખાવાથી યાદશક્તિ વધે છે તેવી વર્ષોથી ચાલી આવતી માન્યતા આમ કરવાનું મુખ્ય કારણ છે. પરંતુ શું તમે જાણો છો કે બદામ કરતાં વધારે જરૂરી છે અખરોટ ખાવી. જી હાં અખરોટ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધીત અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. અખરોટ પર થયેલા એક સંશોધનથી આ વાત સાબિત થઈ છે.

અમેરિકાના અભ્યાસકર્તાઓએ ૩૪,૦૦૦થી વધુ લોકો પર અધ્યયન કરીને તારણ રજૂ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ રોજ ૨૦ ગ્રામ અખરોટ ખાવાનું રાખે તો ડાયાબિટીસ થવાની સંભાવના ઘટી જાય છે. આ સંશોધનમાં અખરોટ ન ખાતા લોકોમાં મધુમેહનું જોખમ બમણું નોંધાયું હતું. અખરોટમાં રહેલા ખાસ ફેટી એસિડ્સના કારણે હૃદયનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. આ વાત જાણી તમે અખરોટ ખાવાનું શરૂ કરો તો એ વાતનું પણ ધ્યાન રાખજો કે અખરોટ ચાવી ચાવીને ખાવાથી જ લાભ થશે.

print

Comments

comments

VOTING POLL