ભાઇજાન-રજનીકાંત વચ્ચે થશે જબરી ટક્કર

April 16, 2018 at 5:10 pm


જ્યારે કોઇ બે બિગ બજેટ ફિલ્મોની ટક્કર થાય તો દર્શકો માટે એ પરિિસ્થતિ કપરી બની જાય છે કે પહેલા કઇ ફિલ્મ જોવી જોઇએ. આ વર્ષે ઇદના તહેવારે પણ એવું જ કંઇક થવા જઇ રહ્યું છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની આગામી અને બહુચતિર્ત ફિલ્મ ‘કાલા’ સલમાન ખાનની મિલ્ટસ્ટારર ફિલ્મ ‘રેસ થ્રી’ને ટક્કર આપવા જઇ રહી છે. તાજેતરમાં મળેલી માહિતી અનુસાર ‘કાલા’ને ઇદના દિવસે રિલીઝ કરવાનો નિર્ણય નિમાર્તાએ લીધો છે. પહેલા આ ફિલ્મ 27 એપ્રિલના દિવસે રિલીઝ થવાની હતી પણ સાઉથ સિનેમા હડતાળ પર ગઇ હોવાથી ફરીથી તેની રિલીઝ તારીખને પાછળ ધકેલી દેવામાં આવતા ઇદના દિવસે રાખવામાં આવી છે. જોકે, સલમાન ખાને તો અગાઉથી ઇદને બુક કરી હતી. હવે જોવું એ રહેશે કે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત બાૅક્સઆેફિસની જંગ જીતે છે કે પછી સલમાન?

print

Comments

comments

VOTING POLL