ટીવી પર ફરીથી લોકોને હસાવવા તૈયાર છે ભારતી-કૃષ્ણા, જાણો તારીખ

July 14, 2018 at 1:07 pm


કપિલ શર્માનો શો ફેમિલી ટાઈમ બંધ થયા બાદ કોમેડી સર્કસની વાપસી ચેનલ પર થઈ રહી છે. આ શોના માધ્યમથી કૃષ્ણા અને ભારતી ટીવીના પડદે વાપસી કરશે. હાલ તો બંને કલાકારોએ સ્વીકાર્યુ પણ છે કે તે બંને એક સાથે એક શોમાં આવી રહ્યા છે. ભારતી સિંહએ કરેલા એક નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે ટીવી પર તેની અને કૃષ્ણા અભિષેકની જોડી જોવા મળશે સાથે તેણે એ સ્પષ્ટતા પણ કરી છે કે તેમાં હજુ સમય લાગી શકે છે કારણ કે તે હાલ અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. બીજી તરફ કૃષ્ણાએ સ્પષ્ટ કર્યુ હતું કે તે 15 ઓગસ્ટથી ટીવી પર વાપસી કરી રહ્યો છે.

print

Comments

comments

VOTING POLL