સુહાનાની બોલિવૂડમાં પદાર્પણની તૈયારી શરૂ

March 13, 2018 at 6:30 pm


શાહરુખ ખાનની દીકરી સુહાના બાૅલીવૂડમાં પદાર્પણ કરે તેની ઉત્સુકતા તેના પ્રશંસકોને બહુ છે, પરંતુ તેમને હજુ થાેડી રાહ જોવી પડશે. જોકે, તેણે ફિલ્મમાં આવવાની તૈયારી શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ તેની માતા ગૌરી ખાને ખુલાસો કર્યો હતો કે સુહાના એક મેગેઝિન માટે ફોટો શૂટ કરવાની છે. ફિલ્મમાં આવતા પહેલા જ તે ઘણી લોકપ્રિય થઇ ચૂકી છે. સોશિયલ મીડિયા પર તેના જબરદસ્ત ચાહકો છે.
શાહરુખે તો પહેલેથી જ જણાવી દીધું છે કે સુહાના બાૅલીવૂડમાં એન્ટ્રી કરવા માગે છે અને તે સ્ટેજ પર ઘણો સારો અભિનય કરે છે. શાહરુખના બેસ્ટ ફ્રેન્ડ કરણ જોહરે દીકરી સુહાનાને લાૅન્ચ કરવાની જવાબદારી ઉપાડી છે. તે સુહાનાને લાૅન્ચ કરવા માટે એક પરફેક્ટ
સ્ક્રિપ્ટની શોધમાં છે.

print

Comments

comments

VOTING POLL