આ રીતે વધારો રોગપ્રતિકારક શક્તિ, નહીં પડો બીમાર

July 11, 2018 at 5:11 pm


વરસાદની ઋતુ શરૂ થઈ ચુકી છે આવી સીઝનમાં શરદી-ઉધરસ, તાવ જેવા રોગ ફેલાવાની પણ શરૂઆત થઈ જતી હોય છે. ત્યારે જરૂરી છે કે આ ઋતુ શરૂ થવાની સાથે જ આપણે આપણા સ્વાસ્થ્ય માટે જાગૃત થઈ જઈએ અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારીએ જેથી નાના-મોટા રોગથી સરળતાથી બચી શકાય.

વરસાદની ઋતુમાં સૌથી પહેલા બહાર મળતાં તળેલા અને મસાલેદાર નાસ્તા કરવાનું બંધ કરી દેવું જોઈએ. આ ઉપરાંત રોજ સવારના સમયે જવારાનું જ્યૂસ ખાલી પેટ પીવાની આદત કેળવો. આ જ્યૂસ અસાધ્ય રોગ થવાની શક્યતા ઘટાડે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે જેથી નાના-મોટા રોગ થવાની શક્યતાઓ સદંતર ઘટી જાય. વરસાદની ઋતુમાં કળવાણી પીવાથી પણ લાભ થાય છે. આ ઋતુમાં બાળકને દૂધ પણ તુલસીના પાન સાથે ઉકાળીને આપવું જોઈએ જેથી કફ થવાનો ડર ન રહે.

print

Comments

comments

VOTING POLL