BSNLએ કર્યો ધમાકો, રજૂ કર્યો સૌથી સસ્તો પ્લાન

August 14, 2018 at 1:54 pm


BSNLએ એક નવી ફ્રીડમ ઓફર રજૂ કરી છે. જેમા પ્રીપેડ ગ્રાહકોને વોઇસ અને ડેટા બન્નેનો ફાયદો મળશે. ટેલીકોમ કંપની BSNLએ 9 રૂપિયા અને 29 રૂપિયાના બે નવા પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાન્સ ખાસ કરીને સ્વતંત્રા દિવસ માટે લોન્ચ કરવામાં આવ્યો છે.

9 રૂપિયા વાળી ફ્રીડમ ઓફર- નાના પેકની વાત કરીએ તો BSNLના આ પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલ, 2GB ડેટા અને 100 SMS આપવામાં આવશે. સાથે જ FUP પછી ડેટાની સ્પીડ 80 Kbps થઇ જશે. આ પ્લાનની વેલિડિટી એક દિવસની રાખવામાં આવી છે. ગ્રાહક આ પ્લાનનો ફાયદો 10 ઓગસ્ટથી 25 ઓગસ્ટની વચ્ચે લઇ શકે છે.

આ રીતે કંપનીએ 29 રૂપિયા વાળો પણ એક નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલ પ્રતિદિન 2જીબી ડેટા અને પ્રતિદિન 100 SMS આપવામાં આવી રહ્યા છે. આ પ્લાનમાં પણ FUP પછી ડેટાની સ્પીડ 80Kpbs થઇ જશે. આ પ્લાનની વેલિડિટી 7 દિવસની છે. સાથે જ તમને જણાવી દઇએ કે આ પ્લાનમાં એક જીબી ડેટા અને આખી વેલિડિટી દરમિયાન 300 એસએમએસ આપવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL