Business Business – Aajkaal Daily

Business Lattest News

 • aritel
  એરટેલ પેમેન્ટ બેંકનો પ્રારંભ: બચત ખાતા પર મળશે 7.25 ટકા વ્યાજ

  એરટેલ પેમેન્ટ બેંકે 3,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે પોતાની રાષ્ટ્રીય સ્તર પર ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કરી. એરટેલ પેમેન્ટ બેંકને આ અવસર પર બચત ખાતા પર 7.25 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ નવી દિલ્હીમાં એરટેલ પેમેન્ટ બેંક લોન્ચ કરી. આ સેગમેન્ટમાં એરટેલ પેમેન્ટ બેંક પ્રથમ છે, જેણે પોતાનું ઓપરેશન … Read More

 • bse
  વર્ષના અંતે સેન્સેકસ 30,000ને પાર કરશે: નિષ્ણાતોનો મત

  કેલેન્ડર વર્ષ 2017ના પ્રારંભમાં આશાવાદ ઓછો અને દલાલ સ્ટ્રીટમાં અનિશ્ર્ચિતતા વધારે છે. તેનું પ્રતિબિંબ વિશ્ર્વની ટોચના ગ્લોબલ બ્રોકરેજિસ સિટીગ્રુપ, યુબીએસ અને ડોએચ બેન્કના અંદાજોમાં પણ પડવા લાગ્યું છે. બેન્ચમાર્ક ઈક્વિટી સૂચકાંડ સાંકડી રેન્જમાં વધઘટ કરે તેવી સંભાવના છે. પરંતુ તે શેરલક્ષી વધારે હશે એમ તેમણે જણાવ્યું હતું. વિશ્ર્વના ટોચની બ્રોકરેજિસના મોટા ભાગના વિશ્ર્લેષકો Read More

 • air india
  એર ઇન્ડિયા વિશ્વની ત્રીજા ક્રમની સૌથી ખરાબ એરલાઇન

  ઉડ્ડયન ઉદ્યોગ પર નજર રાખતી કંપની ફ્લાઇટસ્ટેટ્સ દર વર્ષે શ્રેષ્ઠ અને ખરાબ ઓન-ટાઇમ પર્ફોર્મન્સ આપ્નારી એરલાઇન્સની વૈશ્વિક યાદી જાહેર કરે છે. 2016ની અત્યંત ખરાબ એરલાઇન્સની યાદીમાં ભારતની રાષ્ટ્રીય કેરિયર એર ઇન્ડિયા ત્રીજા ક્રમે છે જ્યારે ચીનની ચાર એરલાઇન્સનું પર્ફોર્મન્સ અત્યંત ખરાબ રહ્યું છે. સમયનું પાલન કરવામાં અત્યંત નબળો દેખાવ કરવામાં મોટા ભાગની એરલાઇન્સ એશિયાની છે. … Read More

 • xenon-yodha
  ટાટા મોટર્સે રૂા.૬.૦૫ લાખમાં ઝેનોન યોધા લોન્ચ કરી

  ટાટા મોટર્સે નવું પિક–અપ વાહન ટાટા ઝેનોન યોધા લોન્ચ કયુ છે. તેનો ભાવ રૂા.૬.૦૫ લાખ છે. બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર તેનો બ્રાન્ડ એમ્બેસેડર છે. આ કોમર્શિયલ વ્હિકલ ૪ બાય ૨ અને ૪ બાય ૪ના અનેક વેરિયન્ટમાં ઉપલબ્ધ થશે. તે સિંગલ અને ડબલ કેબ વિકલ્પમાં ઉપલબ્ધ રહેશે. ૩ લિટર ડીઝલ એન્જિનની ક્ષમતા ધરાવતા ટાટાની નવી ઝેનોન … Read More

 • hdfc
  એચડીએફસીએ હોમ લોનના વ્યાજદર 0.45 ટકા ઘટાડ્યા

  દેશની મોટી બેંકોની જેમ જ સૌથી મોટી મોર્ગેજ લોન પ્રોવાઈડર એચડીએફસીએ પોતાના હોમ લોન રેટ્સમાં 0.45 ટકાનો ઘટાડો કર્યો છે. એચડીએફસીએ નિવેદનમાં કહ્યું કે, હવે 75 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર 8.7 ટકા વાર્ષિક વ્યાજ લાગશે. જ્યારે તેનાથી વધારેની લોન પર 8.75 ટકા વ્યાજ લાગશે. આ પહેલા સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ સહિત અનેક … Read More

 • icici
  આઈસીઆઈસીઆઈ સહિત અનેક ખાનગી બેન્કોએ લોન સસ્તી કરી

  બેન્કો તરફથી કરજના વ્યાજદરમાં કાપનો સિલસિલો યથાવત રહ્યો છે. ભારતીય સ્ટેટ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક અને કેટલાક અન્ય બેન્કો બાદ હવે આઈસીઆઈસીઆઈ સહિત ખાનગી બેન્કોએ પણ બેઝ લેન્ડીંગ રેટમાં કાપની જાહેરાત કરી દીધી છે અને લોન સસ્તી કરી છે. ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક આઈસીઆઈસીઆઈએ ૦.૭૦ ટકાનો કાપ મુકયો છે. આ ઉપરાંત સાર્વજનિક ક્ષેત્રની દેનાબેન્ક … Read More

 • gold showroom
  સોના પર હોલમાર્કિંગના નિયમોમાં થયા ફેરફાર: 1-જાન્યુઆરીથી થશે અમલ

  નવા વર્ષથી સોનાના ઝવેરાતની ઓળખ વધુ સરળ બને તે દિશામાં પગલાં લેવાયા છે. હોલમાર્ક ઝવેરાતની ઓળખ સરળ બનાવવા હવે તે 14,18 અને 22 કેરેટના દાગીના પર જ જોવા મળશે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ)એ હોલમાર્ક ગાઇડલાઇનમાં મહત્ત્વના ત્રણ સુધારા કયર્િ છે અને તેને પહેલી જાન્યુઆરી 2017થી અમલી કરવાનું નક્કિ કર્યું છે. જોકે, આ પગલાંથી હોલમાર્કિંગને … Read More

 • pan
  ઓનલાઈનમાં પાન ફરજિયાત ન કરો: જ્વેલર્સ

  જ્વેલર્સે ડિજિટલ ટ્રાન્ઝેકશન્સ દ્વારા જ્વેલરી ખરીદતા ગ્રાહકોને પાન રજૂ કરવાની જરિયાતમાંથી મુક્તિ આપવા સરકારને વિનંતી કરી છે. ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશન (જીજેએફ)ના ચેરમેન શ્રીધર જીવીએ જણાવ્યું હતું કે, ‘જો ઓનલાઈન ટ્રાન્ઝેકશન્સ, ચેક કે ડિમાન્ડ ડ્રાફટ દ્વારા સોનાની ખરીદી કરવામાં આવે ત્યારે તે હિસાબી નાણાં દ્વારા ખરીદયા છે અને સરકાર આવાં તમામ ટ્રાન્ઝેકશન … Read More

 • go air
  ગોએર, ઇન્ડિગોએ પણ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી

  જેટ એરવેઝ પછી ઈન્ડિગો અને ગોએરે સ્થાનિક રૂટ પર ડિસ્કાઉન્ટ વેચાણની જાહેરાત કરી. ઈન્ડિગો સેલની આજે જાહેરાત થઈ હતી અને તે ૨૫ ડિસેમ્બર–૨૦૧૬ સુધી ચાલશે, તે વનવેમાં રૂા.૯૯૯ જેટલું નીચું ભાડું ઓફર કરે છે. આ ડિસ્કાઉન્ટ ૯ જાન્આરી–૨૦૧૭થી ૧૫ એપ્રિલ ૨૦૧૭ દરમિયાન પ્રવાસ કરનારા માટે ઉપલબ્ધ હશે. ગોએરે તેના સમગ્ર રૂટ નેટવર્ક પર મર્યાદિત સમયગાળા … Read More

 • gm
  જનરલ મોટર્સ રૂા.૩૦,૦૦૦ સુધીનો ભાવવધારો કરશે

  જનરલ મોટર્સ ઈન્ડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે, તે આંતરિક ખર્ચમાં થયેલી વૃધ્ધિ અને ચલણના મૂલ્યમાં થયેલી વધઘટની વિપરીત અસરનું પ્રતિબિંબ પાડવા તેના વાહનોના ભાવમાં જાન્યુઆરીથી રૂા.૩૦,૦૦૦ સુધીનો વધારો કરશે. આ ભાવ પહેલી જાન્યુઆરી ૨૦૧૭થી અમલી બનશે. આ ભાવવધારો તમામ શેવરોલે કારને એક ટકાથી ત્રણ ટકાની રેન્જમાં પ્રોડકટ અને વેરિયન્ટ મુજબ લાગુ પડશે. કંપનીના વીપી (સેલ્સ … Read More

Most Viewed News
VOTING POLL