કેમ્બ્રિજ એનાલિટિકાની ઓફિસમાં કોંગ્રેસના હાથનું નિશાન: વીડિયો જાહેર

March 29, 2018 at 11:16 am


કેમ્બ્રિજ એનાલિટિકા (સીએ) ડેટા લીકના કારણે ભારતના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. કોંગ્રેસ અને ભાજપ્ની વચ્ચે વાક પ્રકારો વધી રહ્યા છે. આ બધાની વચ્ચે એક એવો વીડિયો સામે આવ્યો છે જેના કારણે કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ વીડિયોમાં કેમ્બ્રિજ એનાલિટિકાના સસ્પેન્ડેડ સીઈઓ એલેક્ઝાન્ડર નિક્સની લંડન ઓફિસની દિવાલ પર કોંગ્રેસ પાર્ટીનું નિશાન હાથ દેખાય છે.

પાછલા વર્ષે બીબીસી માટે પત્રકાર અને ટેક બ્લોગર જેમી બાર્લેટે સીક્રેટ્સ ઓફ સિલિકોન વેલી નામની બે ભાગોમાં ડોક્યુમેન્ટ્રીનું નિમર્ણિ કર્યું હતું અને પાછલા વર્ષે રિલીઝ કરવામાં આવી હતી. ડોક્યુમેન્ટ્રીના બીજા ભાગમાં ધ પર્સ્યુએશન મશીનમાં બાર્લેટ નિક્સના રુમમાં ઘૂસે છે. નિક્સ ઉભા થઈને બાર્લેટનું સ્વાગત કરે છે. નિક્સની પાછલ દિવાલ પર હાથનું નિશાનવાળું પોસ્ટર લટકે છે. હાથના નિશાનની નીચે મોટા અક્ષરમાં કોંગ્રેસ લખ્યું ચે. પોસ્ટર પર ડેવલપમેન્ટ ફોર ઓલ (તમામ માટે વિકાસ) સ્લોગન લખ્યું છે.
ભલે કોંગ્રેસ અત્યાર સુધી કેમ્બ્રિજ એનાલિટિકાથી પોતાના સંબંધોની વાત નકારી રહ્યું હોય, પણ હવે આ પોસ્ટર સામે આવ્યા પછી મુશ્કેલી વધી શકે છે. બાર્લેટે ઘણાં લોકો સાથે નિક્સનું ઈન્ટરવ્યુ કર્યું હતું. જોકે આ ઈન્ટરવ્યુમાં નિક્સને કેમ્બ્રિજ એનાલિટિકાના ભારતમાં ઓપરેશન વિશે કશું નથી જણાવ્યું અને માત્ર ડોનલ્ડ ટ્રમ્પ્ના અભિયાન વિશે જ ચચર્િ કરી છે.
વીડિયોમાં પૂછાયેલા એક સવાલ કે કંપ્ની કઈ રીતે વોટર્સને આકર્ષિત કરે છે.. તેના જવાબમાં નિક્સે કહે છે, અમે ટેલીકોમ સર્વે કરીએ છીએ અને ઘણાં ઓનલાઈન પ્લેટફોર્મનો પ્રયોગ કરીને સવાલ એકઠા કરીએ છીએ. જેમ કે અમે વધારે ડેટા એકઠા કરવાનું શરુ કરીએ છીએ તો અમે ફેસબૂક જેવા પ્લેટફોર્મ તરફ પણ ધ્યાન આપીએ છીએ.
નોંધનીય છે કે પાછલા લગભગ એક અઠવાડિયામાં કેમ્બ્રિજ એનાલિટિકાની સર્વિસને લઈને ભાજપ અને કોંગ્રેસમાં ઘમાસાણ મચ્યું છે. કેમ્બ્રિજ એનાલિટિકાના પૂર્વ કર્મચારી ક્રિસ્ટોફર વાઈલીએ બ્રિટિશ સંસદમાં ઘણાં ખુલાસા કરીને કોંગ્રેસનું નામ લીધું હતું. વાઈલીએ કહ્યું હતું કે તેઓ માને છે કે કોંગ્રેસ કંપ્ની ક્લાયન્ટ હતી. બુધવારે એક ટ્વીટમાં વાઈલીની કંપ્નીએ સેવા લેનારા જેડીયુનું નામ લીધું.
કોંગ્રેસમાં શરુથી કેમ્બ્રિજ એનાલિટિકાથી પોતાના સંબંધોનો ઈનકાર કરે છે. જોકે, હવે નિક્સની ઓફિસમાં કોંગ્રેસનું પોસ્ટર લાગેલો વીડિયો

print

Comments

comments

VOTING POLL