love at first sight, સેકન્ડના ત્રીજા ભાગમાં જ થઈ જાય છે….

October 11, 2018 at 11:47 am


પહેલી નજરના પ્રેમની તો ઘણી વાતો તો તમે સાંભળી જ હતી. પરંતુ વિજ્ઞા।નીઓ કહે છે કે પ્રેમમાં પડવા માટે તો ફક્ત સેકન્ડનો ત્રીજો ભાગ જ પૂરતો થઇ પડે ! આંખ એક પલકારો મારે તે પહેલાં તો તમારા પ્રિય પાત્ર સાથે સ્નેહની ગાંઠ બંધાઇ જાય છે! ન્યુરોસાયન્ટિસ્ટોના જણાવ્યા પ્રમાણે લોકો સામેવાળાની જાતિ (સ્ત્રી કે પુરુષ) ફક્ત ૨૪૪ મિલીસેકન્ડમાં જ જાણી લે છે અને એ બાદ પોતાનું આકર્ષણ ફક્ત ૫૯ મિલીસેકન્ડમાં જ જણાવી દે છે !

જો કે ન્યુરોવિજ્ઞાનીઓએ એક થિયરી એવી પ્રસ્થાપિત કરી છે કે સેકન્ડોમાં આકર્ષણ થઈ જાય તેને કારણે જોડી જામવાની સંભાવના વધી જાય છે. એ સાથે જ સારો દેખાવ હોય અને ઊંચી બુદ્ધિમત્તા અને સારું સ્વાસ્થ્ય હોય એટલે માનો સમજો કે જોડી જામી જ જાય. જર્મનીની યુનિવર્સિટી ઓફ બેમ્બર્ગના પ્રોફેસર કલાઉસ ક્રિશ્ચિયન કાર્બનના નેતૃત્વ હેઠળની સાઇકોલોજિસ્ટોની ટીમે ૨૫ અન્ડર ગ્રેજ્યુએટો જ્યારે ૧૦૦ પોટ્રેઇટો જોતાં હતા, ત્યારે તેમના મગજની ગતિવિધિ ઉપર નજર રાખી હતી અને તેમની જાતિ તેમજ તેઓ આકર્ષક છે કે કેમ તેની નોંધ કરી હતી.

VOTING POLL

7 વર્ષમાં રોબોટનું દુનિયામાં હશે વર્ચસ્વ….

at 11:45 am


હવે એ દિવસો દુર નથી જ્યારે કામ કરવાની બાબતમાં માણસો કરતા રોબોટ આગળ નીકળી જશે. આ દાવો વિશ્વ આર્થિક મંચના એક અભ્યાસમાં કરાયો છે. તેમાં જણાવાયું છે કે વર્તમાનમાં થતા કામનો ૫૨ ટકા હિસ્સો વર્ષ ૨૦૨૫ સુધીમાં રોબોટ સંભાળી લેશે.

આ આંકડો વર્તમાનમાં રોબોટ દ્વારા કરાતાં કાર્ય કરતા લગભગ બેગણો છે. ડબલ્યુઇએફનું અનુમાન છે કે માણસો માટે નવી ભૂમિકાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ મોટા પરિવર્તન દરમિયાન મશીનો અને કમ્પ્યૂટર પ્રોગ્રામોની ગતિ સાથે તાલમેલ બેસાડવા માટે વ્યક્તિઓએ પોતાના કૌશલ્યમાં વધારો કરવો પડશે.

સ્વિસ સંગઠનના એક અભ્યાસ મુજબ વર્તમાનમાં મશીનો ૨૯ ટકા કામ સંભાળી રહી છે. ૨૦૨૫ સુધી આ આંકડો કુલ કાર્યના અડઘા કરતા પણ વધી જશે. અભ્યાસમાં દર્શાવાયુ છે કે જે ઝડપથી મશીનો, અલ્ગોરિધમ અને કમ્પ્યુટર પ્રોસેસર્સમાં પરિવર્તન આવી રહ્યુ છે તે જોતા ૨૦૨૨ સુધી માણસો માત્ર ૫૮ ટકા કામ સંભાળશે. જ્યારે બાકી ૪૨ ટકા કામ મશીનોથી થશે. ૨૦૨૫ સુધી ૫૨ ટકા કામ મશીનો પાસે કરાવાશે.

VOTING POLL

દુનિયાનું સૌથી નાનુ યુદ્ધ હતું 38 મિનિટનું….

September 21, 2018 at 6:11 pm


યુદ્ધની ચર્ચા થતી હોય એટલે વિશ્વયુદ્ધ અને અન્ય યુદ્ધની જ ચર્ચા તમે સાંભળી હશે પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી નાનું યુદ્ધ કયું હતું અને તે કેટલા સમય સુધી ચાલ્યું હતું. નથી જાણતાં તો જાણી લો કે ઈતિહાસનું સૌથી નાનું યુદ્ધ વર્ષ 1896માં થયું હતું. આ યુદ્ધ ઈંગ્લેન્ડ અને જંજીબાર વચ્ચે થયું હતું. જેમાં ઈંગ્લેન્ડએ જંજીબારને માત્ર 38 મિનિટમાં જ સમર્પણ કરવા મજબૂર કરી દીધું હતું,

આ યુદ્ધમાં બ્રિટિશ સૈનિકોને 9 વાગ્યે હુમલો કરવા ઓર્ડર કરવામાં આવ્યો હતો અને યુદ્ધ 9.02 શરૂ થયું અને 38 મિનિટમાં જ ઈંગ્લેન્ડ વિજયી થઈ ગયું,

VOTING POLL

ભરઉનાળે ઠંડી ચડાવી દે છે આ મહેલ, જાણો ખાસિયતો

at 5:49 pm


જયપુરમાં 1799માં બનેલો હવામહેલ આજે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ મહેલનું નિર્માણ મહારાજા સવાઈ પ્રતાપ સિંહે કરાવ્યું હતું. તેનું નામ હવામહેલ તેમાં રહેલી અનેક બારીઓના કારણે પડ્યું છે. અહીં એટલી બારી છે કે ઉનાળામાં પણ અહીંયા ઠંડી લાગે છે.

આ મહેલનું નિર્માણ રાજાએ એટલા માટે કરાવ્યું હતું કે તેની રાણી અને રાજકુમારીઓ શહેરમાંથી નીકળતાં જુલુસ ઘરમાંથી જ જોઈ શકે. મહેલમાં આનંદપોલ અને ચાંદપોલ નામના બે દરવાજા છે. આ મહેલના વાસ્તુકાર શ્રી લાલ ચંદ ઉસ્તા હતા. આ મહેલ દુરથી જોવા પર મુકુટ જેવો દેખાય છે. આ મહેલમાં પાંચ માળ છે અને તેમાં નાની-મોટી એમ 953 બારીઓ છે.

VOTING POLL

દુનિયાનો સૌથી મોટો કળશ, 2 વર્ષે થયો તૈયાર

at 5:37 pm


આ દુનિયાનો સૌથી મોટો ચાંદીનો કળશ છે. આ કળશને ગંગાજલી કળશ પણ કહેવામાં આવે છે. આ કળશ 5 ફૂટ ઊંચો અને 14 ફૂટ ગોળાઈનો છે અને તેનું વજન 345 કિલો છે.

આ કળશ મહારાજા સવાઈ માધો સિંહના સમયમાં વર્ષ 1894માં 14,000 ચાંદીના સિક્કાને ઓગાળીને બનાવવામાં આવ્યો હતો. સિક્કાને ઓગાળી અને એક શીટ બનાવવામાં આવી અને તેને લાકડાથી ટીપી અને કળશનો આકાર આપવામાં આવ્યો હતો. જો કે આ કામ કરવામાં 2 વર્ષનો સમય લાગ્યો હતો.

ચાંદીનો આ કળશ દુનિયાની સામે પહેલીવાર 1902માં રાખવામાં આવ્યો. આ કળશની સુંદરતા અને વિશાળ કદના કારણે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં પણ નોંધવામાં આવ્યું છે.

VOTING POLL

હાથીના છાણમાંથી બનતી કોફીનો સ્વાદ લોકોને વળગ્યો છે દાઢે….

September 13, 2018 at 7:15 pm


દુનિયાના કેટલાક દેશોમાં ખાણી-પીણીમાં એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે કે જો તમે તેના વિશે જાણી લો તો તે વસ્તુનો ઉપયોગ કરવાનું જ બંધ કરી દેશો. આજે તમને આવી જ એક વિચિત્ર વસ્તુ વિશે જાણવા મળશે. ચા સિવાય લોકો જેને સૌથી વધારે પીવાનું પસંદ કરે છે તેવી કોફીની આ વાત છે. આ કોફી દુનિયાની સૌથી મોંઘી કોફી છે.

ઉત્તરી થાઈલેન્ડમાં બનતી કોફી અન્ય કોફી કરતાં અલગ છે. આ કોફીનું નામ બ્લેક આઈવરી બ્લેન્ડ કોફી છે. આ કોફી પ્રતિકિલો 67,000 રૂપિયાના ભાવે વેંચાય છે. આ કોફી મોંઘી હોવાનું કારણ છે કે તે હાથીના છાણમાંથી બનાવવામાં આવે છે…. ! જી હાં આ કોફી ખાસ એટલા માટે જ છે કે તે હાથીના છાણમાંથી બને છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે આ રીતે બનતી હોવા છતાં તેને લોકો ખૂબ પસંદ કરે છે અને હોંશે હોંશે પીવે છે.

આ કોફી બનાવવા માટે હાથીને ખાસ પ્રકારની કોફીના કાચા ફળ ખવડાવવામાં આવે છે. આ ફળ ખાધા બાદ જે છાણ મળે છે તેમાંથી કોફીના બી શોધવામાં આવે છે અને તેના પર પ્રોસેસ કરી અને કોફી તૈયાર કરવામાં આવે છે. આ કોફીનો સ્વાદ લોકોને ખૂબ પસંદ પડે છે અને તેના કારણે ઉત્તરી થાઈલેન્ડમાં તેનું પ્રોડકશન મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

VOTING POLL

એક એવું ગામ જ્યાં માણસો જ નહીં પશુ-પક્ષી પણ છે અંધ…

at 7:01 pm


શું તમે એવા ગામ વિશે જાણો છો કે જ્યાં વસતાં લોકો અને પશુ-પક્ષી પણ નેત્રહીન છે ? આ વાત કાલ્પનિક લાગશે પરંતુ આ વાત સત્ય છે કે ટિલ્ટેપક નામની એક જગ્યા છે જ્યાં જોપોટેક નામની પ્રજાતિના 300 જેટલા લોકો રહે છે. આશ્ચર્યની વાત એ છે કે અહીં રહેતા લોકો નેત્રહીન હોય છે.

ટિલ્ટેપક નામના ગામમાં વસતાં લોકો જન્મથી નેત્રહીન નથી હોતા. બાળકોનો જન્મ થાય છે ત્યારે તેઓ જોઈ શકે છે પરંતુ જન્મ પછીના થોડા સમયમાં તેઓ અંધ બની જાય છે. આ ઘટના વિશ્વભરમાં ચર્ચાસ્પદ બની છે. આશ્ચર્યની વાત એ છે કે અહીંના પશુઓ અને પક્ષીઓ પણ જોઈ શકતાં નથી.

ગામમાં રહેતા બધા જ લોકોના અંધારાનું કારણ અહીંની ઝેરી માખી છે. જી હાં વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર અહીં 1ઈંચના પાંચમા ભાગ જેટલી સાઈઝની માખી જોવા મળે છે. આ માખી જ્યારે કોઈ વ્યક્તિને કરડે છે ત્યારે તેના જીવાણું વ્યક્તિના શરીરમાં પ્રવેશી જાય છે અને ધીરે ધીરે તે જીવાણું વ્યક્તિની આંખની નસોને ખરાબ કરી દે છે અને તેના કારણે લોકો અંધ બની જાય છે. એટલા માટે જ અહીં જન્મતા બાળકો સામાન્ય હોય છે પરંતુ જન્મ પછી તેઓ દ્રષ્ટિહીન થઈ જાય છે.

VOTING POLL

સદીની સૌથી ખતરનાક ફેશન, શરીરની કૃત્રિમ રચના

September 11, 2018 at 6:24 pm


ફેશનના નામે આજકાલ રોજ અલગ અલગ અને અનોખા ટ્રેન્ડ જોવા મળે છે. પરંતુ અત્યાર સુધી તમે સદીના સૌથી અનોખા અને ખતરનાર ફેશન ટ્રેન્ડ વિશે જાણતાં નહીં હોય. આ ફેશન છે ફેક સ્કિન ઈમ્લાન્ટ કરવાની…

ફેશનની દુનિયાનો આ નવો ટ્રેન્ડ છે જેમાં વ્યક્તિની સ્કિનને ક્રીપી બનાવી શકાય છે અને તેનાથી ટેટૂ જેવી કે તેનાથી પણ અલગ ડિઝાઈન્સ ત્વચાનો જ એક ભાગ બની શરીર પર ઉભરી આવે છે.

તાજેતરમાં જ કિમ કાર્દિશા અને ક્રિસ ટેગેનએ ઈન્સ્ટાગ્રામ પર સૌથી પહેલા બોડી મોડીફિકેશન એક્સેસરીઝને દેખાડતી તસવીરો શેર કરી હતી. આ તસવીરમાં જે ડિઝાઈન જોવા મળેે છે તે પહેલી નજરમાં કૃત્રિમ જણાશે પરંતુ તમને જણાવી દઈએ કે આ તેમની ત્વચા જ છે જેને આ રીતે આકાર આપવામાં આવ્યો છે. આ ટ્રીટમેન્ટની મદદથી લોકો પોતાના શરીરમાં જ આવા ફેરફાર કરી શકે છે.

આ પ્રકારએ શરીર પર ડિઝાઈન બનાવવા માટે લોકોની ત્વચાની અંદર ખાસ પ્રકારનું યંત્ર લગાડવામાં આવે છે. જેની મદદથી શરીર પર આ પ્રકારની ડિઝાઈન બનાવવામાં આવે છે. હાલના તબ્બકે આ ડિવાઈસ થોડા સમય માટે જ શરીરમાં મુકવામાં આવે છે. જો કે પ્રક્રિયા શરીર માટે જોખમી પણ સાબિત થઈ શકે છે.

VOTING POLL

કામ કરવાનું પ્લાનિંગ કરવાથી તેને કરવાનો ઉત્સાહ ઘટે છે…..

August 27, 2018 at 6:54 pm


ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં થયેલા સંશોધનમાં સેલિન માલ્કોક નામના નિષ્ણાંતે કહ્યું હતું કે જે સમયે વ્યક્તિ મોજમસ્તીના સમયમાં કાપ મૂકે છે કે આનંદ અને મોજ માણવાના સમયને મર્યાદિત કરે છે તો તે સમયે જ તેનો આનંદ ઓછો થઈ જાય છે. જો તમારી પાસે કોઈ ફાજલ સમય હોય તો તેમાં કયાં કયાં કાર્યો કરવાં છે તેનું રફ સમયપત્રક નક્કી કરો. તેમણે સલાહ આપી હતી કે જો ફાજલ સમય રહેશે તો સાંજે ૬ કલાકે આ કામ કરીશ તેવું નક્કી કરવાને બદલે ફલાણું કામ પૂરું થયા પછી બીજું કામ કરીશ અને તે પૂરું થયા પછી આ કાર્ય કરીશ તે રીતે તેનું રફ આયોજન કરો. થોડી થોડી વારે રૂમમાં આમથી તેમ લટાર મારવાથી વ્યક્તિ બંધન અવસ્થા અનુભવે છે.

કોઈપણ કાર્ય કરવા માટે વ્યક્તિએ વર્તમાનમાં જીવવું જોઈએ. કાલે આમ કરીશ કે તેમ કરીશ તેવું નક્કી કરવાથી તેવાં કામનો બોજ અગાઉથી જ રહેવા લાગે છે, જ્યારે સમયનું દબાણ ન હોય ત્યારે ભવિષ્યમાં કરવાનાં કામની જાણકારીનો આનંદ પણ તમને અગાઉથી મળવા લાગતો હોય છે, હવે પછી કયું કામ કરવાનું છે તેનો રોમાંચ અને આનંદ તમને અગાઉથી થવા લાગે છે. સંશોધકોએ તો ત્યાં સુધી કહ્યું છે કે ઓફિસમાં કોઈ કામ કરવા માટેની મિટિંગો અને રેગ્યુલર એપોઇન્ટમેન્ટ્સ એ તે કાર્યની ઉત્પાદકતાની દુશ્મન છે. કોઈપણ કાર્ય અગાઉથી નક્કી કરવાથી તેનો પ્રોગ્રેસ અને ઉત્પાદકતા સ્થગિત થઈ જાય છે. ફાજલ સમયમાં તમારા હાથ પરના પ્રોજેક્ટ પર ફોકસ કરો.

VOTING POLL

નાળિયેર તેલ નથી ખાવા યોગ્ય, સંશોધનમાં કરાયો ખુલાસો

August 24, 2018 at 6:58 pm


નાળિયેરના તેલનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. વાળ તેમજ ત્વચા માટે આ તેલ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. ભારતમાં કેટલાક એવા રાજ્યો છે જ્યાં નાળિયેરના તેલનો ઉપયોગ રસોઈમાં પણ કરવામાં આવે છે. પરંતુ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરે દાવો કર્યો છે કે આ તેલ ઘાતક છે અને તેનો ઉપયોગ રસોઈમાં તો ન જ કરવો જોઈએ.

કોકનટ ઓઈલ એન્ડ ન્યૂટ્રિશ્નલ એરર્સ વિષય પર થયેલી ચર્ચા દરમિયાન જણાવવામાં આવ્યું કે દુનિયાની સૌથી ખરાબ ખાદ્ય વસ્તુઓમાંથી એક નાળિયેર તેલ છે. નાળિયેર તેલમાં 80 ટકાથી વધારે સૈચ્યુરેટેડ ફેટ હોય છે. આ રીસર્ચમાં તેમણે એ વાતની સ્પષ્ટતા પણ કરી કે નાળિયેરનું તેલ ખાવું સ્વાસ્થ્ય માટે સારું છે તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી.

VOTING POLL