21મી સદીમાં પણ 80 ટકા લોકો કેન્સરના જોખમોથી છે અજાણ !

October 22, 2018 at 11:14 am


સ્તન, ગર્ભાશય, પ્રોસ્ટેટ કે પેન્ક્રિઆટિક કેન્સરનું જોખમ સર્જનારા જિન્સ ધરાવનારા પૈકી પ્રત્યેક દશે ૮ વ્યક્તિ તે સંભાવનાઓ વિષેની જાણકારી જ ધરાવતા નથી. બીઆરસીએ -૧, બીઆરસીએ-૨ જિન્સમાં થતા ફેરફાર (મ્યુટેશન) મહિલાઓમાં ૮૦ વર્ષની વય પહેલાં સ્તન કેન્સરનું જોખમ સર્જે છે. આ બંને જિન્સના જ સ્વરૂપ ભંગને પગલે મહિલા કે પુરુષ એમ બંનેના કિસ્સામાં પેન્ક્રિઆસના કેન્સરનું જોખમ ઊભું થાય છે. મહિલાના કિસ્સામાં ગર્ભાશયનું કેન્સર અને પુરૂષના કિસ્સામાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ સર્જે છે.

જેનેટિક પરીક્ષણ બીઆરસીએ સંબંધિત કેન્સરનું નિદાન કરવાની ક્ષમતા નથી ધરાવતા પરંતુ મોટાભાગના લોકો પોતાના કૌટુંબિક વારસામાં આ રોગ થતો હતો કે કેમ તેની જાણકારી મેળવવા સંબંધીઓ પર આધારીત રહેતા હોય છે.

VOTING POLL

દુનિયાનું એક માત્ર એવું ગામ જ્યાં દરેક વ્યક્તિના ખાતામાં છે કરોડોની રકમ

at 11:12 am


દુનિયામાં એવા અનેક શહેર આવેલા છે જેની સમૃદ્ધિ અને સુંદરતા જોઈ આંખો ચાર થઈ જાય. પરંતુ શું તમે દુનિયાના એવા ગામ વિશે જાણો છો જ્યાં લોકો દોમદોમ સાહેબી ભોગવે છે? જી હાં દુનિયામાં એક એવું ગામ છે જ્યાં રહેતા લોકો માટે હેલિકોપ્ટરમાં મુસાફરી કરવી સાવ સામાન્ય વાત છે….

આ સૃમદ્ધ ગામ છે ચીનનું વાક્સુ, ચીનનું આ ગામડું દુનિયાનું સૌથી અમીર ગામ છે. ચીનનાં જિયાગસુ પ્રાંતમાં આવેલુ વાક્સુ ગામ કે જ્યાં ભવ્યતા પણ ભૂલી પડી જાય તેવી સમૃધ્ધી જોવા મળે છે. વાક્સુ ગામનાં દરેક વ્યક્તિનાં ખાતામાં આશરે 1.5 કરોડની રોકડ પડેલી છે. ગામનાં તમામ ઘરો બહારથી જોતા કોઇ હોટેલની ગરજ સારે છે. અરે આ ગામડું એટલું તો સદ્ધર છે કે ગામમાં ટેક્સી તરીકે હેલિકોપ્ટરનો ઉપયોગ થાય છે.

240 એકરમાં ફેલાયેલ વાક્સુ ગામની વચ્ચે આવેલ 72 માળની ઇમારત, ગામની સુંદરતામાં ચાર ચાંદ લગાડી દે છે. ન ફક્ત ગામમાં હેલ્થકેર, એજ્યુકેશન, હાઉસિંગસ વગેરે સુવિધાઓ મફતમાં મળે જ છે, પરંતુ અહીં ગ્રામીણ પ્રશાસન તરફથી જ નાગરીકોને ઘર અને કાર જેવી સુખાકારી પણ મફતમાં જ અપવામાં આવે છે. વાક્સુ ગામમાં હેલિકોપ્ટર ટેક્સી, થીમ પાર્કની સુવિધા પણ ઉપ્લ્બધ છે. જો કે ગામનાં નિયમ મુજબ આ તમામ સુખાકારીનાં હકદાર ફક્ત ગામનાં મૂળ નાગરીકો જ છે. નવા આવીને વસતા લોકો માટે આ લાભ ઉપ્લ્બધ નથી કરાવવામાં આવતા.

VOTING POLL

ભારતીય લોકો પોતાની આવકનો 10મો ભાગ ખર્ચે છે ચાઈનીઝ ફૂડ પર

October 20, 2018 at 11:17 am


૧૮મી સદીના કોલકાતામાં ભારતીય ચાઈનીઝ ફૂડની ગાથા શરૂ થઈ હતી. ચીનમાંથી બ્રિટન સુધી ચા અને રેશમનું પરિવહન શરૂ થયા બાદ કોલકાતામાં ચીન કુશળ અને અકુશળ કામદારોના ધાડેધાડા ઊતરી આવ્યાં હતા. સન ૧૭૭૮ની સાલમાં યાંગ ડઝહાઓ નામનો ચાનો વેપારી અહીં આવીને વસ્યો હતો. બ્રિટિશરોએ યાંગને જમીન ફાળવી હતી જેની પર તેણે ખાંડની મિલ શરૂ કરી હતી અને બ્રિટિશરોએ તેમની મિલ માટે માણસો લાવવાનું શરૂ કર્યું હતું.

૧૯૦૧ સુધીમાં ૧,૬૪૦ ચીની લોકોએ કોલકાતાને રહેઠાણ બનાવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધને અંતે ૨૬,૨૫૦ ચીની લોકો કોલકાતામાં આવીને વસ્યાં હતા. ચીનના ખૂણેખાચરેથી લોકો આવીને કોલકાતામાં રહેવા લાગ્યાં પરંતુ તેમનું વર્ગીકરણ કરવું હોય તો હક્કા મોચી, કેન્ટોની સુથાર અને હબેનિઝ દંત ચિકિત્સ જેવું વર્ગીકરણ કરી શકાય. આ પ્રવાસીઓએ ભારતીયોને તેમના દેશના ભોજનનું ઘેલું લગાડયું.ચાઈનીઝ ડીસ સારી છે કે નહીં તે અલગ મુદ્દો છે પરંતુ આ એક એવા પ્રકારનું ભોજન છે જેને દુનિયાભરના અને ખાસ કરીને ભારતીયોનું ઘેલુ લગાડયું છે.

VOTING POLL

તારાની ટક્કરથી થાય છે બ્રહ્માંડમાં ખાસ પ્રકારનો વરસાદ….

at 11:15 am


બ્રહ્માંડ રહસ્યોથી ભરપુર છે. આ રહસ્યોને સમજવામાં લાગેલા લોકોની સામે હરપલ નવી નવી જાણકારી મળે છે જે સૌને ચોંકાવી દે છે. ગયા વર્ષે જાણવા મળ્યુ હતુ કે બ્રહ્માંડમાં આપણાથી ખુબજ દુરના અંતર પર તારાઓની ટક્કરથી ત્યાં મોટા ધડાકાઓ થાય છે, જેનાથી ત્યાં સોનું, પ્લેટિનિયમ જેવી કિંમતી ધાતુઓ વિખેરાય છે. હવે તેનું કારણ નાસા વૈજ્ઞાનિકોને સમજમાં આવ્યુ.

નાસાના વૈજ્ઞાનિકો અનુસાર આવા મોટા ધડાકાઓનું કારણ કિલોનોવાને માનવામાં આવે છે. આ ચમકદાર ફ્લૈશવાળા ધડાકાઓ રેડિયોએક્ટીવ લાઈટની સાથે થાય છે. આ ધમાકાનું કારણ યૂનિવર્સમાં સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનિયમ અને યૂરેનિયમ જેવી ધાતુઓ યૂનિવર્સમાં ફેલાય છે. જો કે આ બધપ પૃથ્વીથી ખુબજ દુરના અંતરે થતુ હોય છે.

VOTING POLL

love at first sight, સેકન્ડના ત્રીજા ભાગમાં જ થઈ જાય છે….

October 11, 2018 at 11:47 am


પહેલી નજરના પ્રેમની તો ઘણી વાતો તો તમે સાંભળી જ હતી. પરંતુ વિજ્ઞા।નીઓ કહે છે કે પ્રેમમાં પડવા માટે તો ફક્ત સેકન્ડનો ત્રીજો ભાગ જ પૂરતો થઇ પડે ! આંખ એક પલકારો મારે તે પહેલાં તો તમારા પ્રિય પાત્ર સાથે સ્નેહની ગાંઠ બંધાઇ જાય છે! ન્યુરોસાયન્ટિસ્ટોના જણાવ્યા પ્રમાણે લોકો સામેવાળાની જાતિ (સ્ત્રી કે પુરુષ) ફક્ત ૨૪૪ મિલીસેકન્ડમાં જ જાણી લે છે અને એ બાદ પોતાનું આકર્ષણ ફક્ત ૫૯ મિલીસેકન્ડમાં જ જણાવી દે છે !

જો કે ન્યુરોવિજ્ઞાનીઓએ એક થિયરી એવી પ્રસ્થાપિત કરી છે કે સેકન્ડોમાં આકર્ષણ થઈ જાય તેને કારણે જોડી જામવાની સંભાવના વધી જાય છે. એ સાથે જ સારો દેખાવ હોય અને ઊંચી બુદ્ધિમત્તા અને સારું સ્વાસ્થ્ય હોય એટલે માનો સમજો કે જોડી જામી જ જાય. જર્મનીની યુનિવર્સિટી ઓફ બેમ્બર્ગના પ્રોફેસર કલાઉસ ક્રિશ્ચિયન કાર્બનના નેતૃત્વ હેઠળની સાઇકોલોજિસ્ટોની ટીમે ૨૫ અન્ડર ગ્રેજ્યુએટો જ્યારે ૧૦૦ પોટ્રેઇટો જોતાં હતા, ત્યારે તેમના મગજની ગતિવિધિ ઉપર નજર રાખી હતી અને તેમની જાતિ તેમજ તેઓ આકર્ષક છે કે કેમ તેની નોંધ કરી હતી.

VOTING POLL

7 વર્ષમાં રોબોટનું દુનિયામાં હશે વર્ચસ્વ….

at 11:45 am


હવે એ દિવસો દુર નથી જ્યારે કામ કરવાની બાબતમાં માણસો કરતા રોબોટ આગળ નીકળી જશે. આ દાવો વિશ્વ આર્થિક મંચના એક અભ્યાસમાં કરાયો છે. તેમાં જણાવાયું છે કે વર્તમાનમાં થતા કામનો ૫૨ ટકા હિસ્સો વર્ષ ૨૦૨૫ સુધીમાં રોબોટ સંભાળી લેશે.

આ આંકડો વર્તમાનમાં રોબોટ દ્વારા કરાતાં કાર્ય કરતા લગભગ બેગણો છે. ડબલ્યુઇએફનું અનુમાન છે કે માણસો માટે નવી ભૂમિકાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ મોટા પરિવર્તન દરમિયાન મશીનો અને કમ્પ્યૂટર પ્રોગ્રામોની ગતિ સાથે તાલમેલ બેસાડવા માટે વ્યક્તિઓએ પોતાના કૌશલ્યમાં વધારો કરવો પડશે.

સ્વિસ સંગઠનના એક અભ્યાસ મુજબ વર્તમાનમાં મશીનો ૨૯ ટકા કામ સંભાળી રહી છે. ૨૦૨૫ સુધી આ આંકડો કુલ કાર્યના અડઘા કરતા પણ વધી જશે. અભ્યાસમાં દર્શાવાયુ છે કે જે ઝડપથી મશીનો, અલ્ગોરિધમ અને કમ્પ્યુટર પ્રોસેસર્સમાં પરિવર્તન આવી રહ્યુ છે તે જોતા ૨૦૨૨ સુધી માણસો માત્ર ૫૮ ટકા કામ સંભાળશે. જ્યારે બાકી ૪૨ ટકા કામ મશીનોથી થશે. ૨૦૨૫ સુધી ૫૨ ટકા કામ મશીનો પાસે કરાવાશે.

VOTING POLL

દુનિયાનું સૌથી નાનુ યુદ્ધ હતું 38 મિનિટનું….

September 21, 2018 at 6:11 pm


યુદ્ધની ચર્ચા થતી હોય એટલે વિશ્વયુદ્ધ અને અન્ય યુદ્ધની જ ચર્ચા તમે સાંભળી હશે પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી નાનું યુદ્ધ કયું હતું અને તે કેટલા સમય સુધી ચાલ્યું હતું. નથી જાણતાં તો જાણી લો કે ઈતિહાસનું સૌથી નાનું યુદ્ધ વર્ષ 1896માં થયું હતું. આ યુદ્ધ ઈંગ્લેન્ડ અને જંજીબાર વચ્ચે થયું હતું. જેમાં ઈંગ્લેન્ડએ જંજીબારને માત્ર 38 મિનિટમાં જ સમર્પણ કરવા મજબૂર કરી દીધું હતું,

આ યુદ્ધમાં બ્રિટિશ સૈનિકોને 9 વાગ્યે હુમલો કરવા ઓર્ડર કરવામાં આવ્યો હતો અને યુદ્ધ 9.02 શરૂ થયું અને 38 મિનિટમાં જ ઈંગ્લેન્ડ વિજયી થઈ ગયું,

VOTING POLL

ભરઉનાળે ઠંડી ચડાવી દે છે આ મહેલ, જાણો ખાસિયતો

at 5:49 pm


જયપુરમાં 1799માં બનેલો હવામહેલ આજે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ મહેલનું નિર્માણ મહારાજા સવાઈ પ્રતાપ સિંહે કરાવ્યું હતું. તેનું નામ હવામહેલ તેમાં રહેલી અનેક બારીઓના કારણે પડ્યું છે. અહીં એટલી બારી છે કે ઉનાળામાં પણ અહીંયા ઠંડી લાગે છે.

આ મહેલનું નિર્માણ રાજાએ એટલા માટે કરાવ્યું હતું કે તેની રાણી અને રાજકુમારીઓ શહેરમાંથી નીકળતાં જુલુસ ઘરમાંથી જ જોઈ શકે. મહેલમાં આનંદપોલ અને ચાંદપોલ નામના બે દરવાજા છે. આ મહેલના વાસ્તુકાર શ્રી લાલ ચંદ ઉસ્તા હતા. આ મહેલ દુરથી જોવા પર મુકુટ જેવો દેખાય છે. આ મહેલમાં પાંચ માળ છે અને તેમાં નાની-મોટી એમ 953 બારીઓ છે.

VOTING POLL

દુનિયાનો સૌથી મોટો કળશ, 2 વર્ષે થયો તૈયાર

at 5:37 pm


આ દુનિયાનો સૌથી મોટો ચાંદીનો કળશ છે. આ કળશને ગંગાજલી કળશ પણ કહેવામાં આવે છે. આ કળશ 5 ફૂટ ઊંચો અને 14 ફૂટ ગોળાઈનો છે અને તેનું વજન 345 કિલો છે.

આ કળશ મહારાજા સવાઈ માધો સિંહના સમયમાં વર્ષ 1894માં 14,000 ચાંદીના સિક્કાને ઓગાળીને બનાવવામાં આવ્યો હતો. સિક્કાને ઓગાળી અને એક શીટ બનાવવામાં આવી અને તેને લાકડાથી ટીપી અને કળશનો આકાર આપવામાં આવ્યો હતો. જો કે આ કામ કરવામાં 2 વર્ષનો સમય લાગ્યો હતો.

ચાંદીનો આ કળશ દુનિયાની સામે પહેલીવાર 1902માં રાખવામાં આવ્યો. આ કળશની સુંદરતા અને વિશાળ કદના કારણે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં પણ નોંધવામાં આવ્યું છે.

VOTING POLL

હાથીના છાણમાંથી બનતી કોફીનો સ્વાદ લોકોને વળગ્યો છે દાઢે….

September 13, 2018 at 7:15 pm


દુનિયાના કેટલાક દેશોમાં ખાણી-પીણીમાં એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે કે જો તમે તેના વિશે જાણી લો તો તે વસ્તુનો ઉપયોગ કરવાનું જ બંધ કરી દેશો. આજે તમને આવી જ એક વિચિત્ર વસ્તુ વિશે જાણવા મળશે. ચા સિવાય લોકો જેને સૌથી વધારે પીવાનું પસંદ કરે છે તેવી કોફીની આ વાત છે. આ કોફી દુનિયાની સૌથી મોંઘી કોફી છે.

ઉત્તરી થાઈલેન્ડમાં બનતી કોફી અન્ય કોફી કરતાં અલગ છે. આ કોફીનું નામ બ્લેક આઈવરી બ્લેન્ડ કોફી છે. આ કોફી પ્રતિકિલો 67,000 રૂપિયાના ભાવે વેંચાય છે. આ કોફી મોંઘી હોવાનું કારણ છે કે તે હાથીના છાણમાંથી બનાવવામાં આવે છે…. ! જી હાં આ કોફી ખાસ એટલા માટે જ છે કે તે હાથીના છાણમાંથી બને છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે આ રીતે બનતી હોવા છતાં તેને લોકો ખૂબ પસંદ કરે છે અને હોંશે હોંશે પીવે છે.

આ કોફી બનાવવા માટે હાથીને ખાસ પ્રકારની કોફીના કાચા ફળ ખવડાવવામાં આવે છે. આ ફળ ખાધા બાદ જે છાણ મળે છે તેમાંથી કોફીના બી શોધવામાં આવે છે અને તેના પર પ્રોસેસ કરી અને કોફી તૈયાર કરવામાં આવે છે. આ કોફીનો સ્વાદ લોકોને ખૂબ પસંદ પડે છે અને તેના કારણે ઉત્તરી થાઈલેન્ડમાં તેનું પ્રોડકશન મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

VOTING POLL