યુટયુબ પર જાણીતા થયેલા ખતરનાક સ્ટંટમેન્ટને શોધતી પોલીસ

March 14, 2018 at 6:28 pm


ખતરનાક સ્ટન્ટ કરીને સોશ્યલ મીડિયા પર વિડિયો અપલોડ કરી ફેમસ થવાનો ક્રેઝ વધતો જાય છે. આ ઉપરાંત આવા વિડિયો અપલોડ કરી પૈસા પણ કમાઈ શકાય છે.
આવા જ એક સ્ટન્ટબાજ અને પ્રેન્ક્સ્ટર યુટ્યુબર વિરુÙ આરપીએફએ તપાસ શરુ કરી છે, કેમ કે રેલવેના અધિકારક્ષેત્રમાં રેલવેના અધિકારીઆે અને પ્રવાસીઆેને પરેશાન કરવાનું કામ તે કરી રહ્યાે છે.
આ ઘટના વિશે માહિતી આપતાં રેલવે-અધિકારીઆેએ જણાવ્યું હતું કે પવન સિંહ તેના વિડિયોમાં રેલવે-ટ્રેક પર સૂતેલો જોવા મળે છે તેમ જ મોટરમેનને વિચિત્ર સવાલો પૂછીને પરેશાન કરતો જોવા મળે છે. એક વિડિયોમાં તો હોકી-સ્ટિક વડે એક્સપ્રેસ ટ્રેનના દરવાજે ઊભેલા પ્રવાસીઆેને ડરાવતો પણ દેખાય છે. પવન સિંહની આ હરકતોથી પરેશાન અમુક પ્રવાસીઆેએ પવન સિંહ વિરુÙ ટિંટર પર ફરિયાદ કરી હતી જેને પગલે આરપીએફએ તપાસ શરુ કરી છે.
પવન સિંહ યુટ્યુબ પર ઘણો જ પ્રસિÙ છે અને તેની ચેનલના 3.9 લાખ સબસ્ક્રાઇબર્સ પણ છે. તે ટ્રેક પર સૂઈ જાય છે એ વિડિયોને 4.03 લાખ વ્યુઝ પણ મળ્યા છે એટલે કે એ વિડિયોને આટલા લોકોએ જોયો છે.

VOTING POLL

પ્લેન બેકાબૂ બન્યું કે તરત જ લોકોએ રડતાં-રડતાં ભગવાનને યાદ કર્યા હતા

at 6:23 pm


નેપાલની રાજધાની કાઠમાંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર સોમવારે થયેલા પ્લેન-ક્રેશ વિશે બચી ગયેલા પેસેન્જરોએ તેમને થયેલા ભયાનક અનુભવ મિડિયા સમક્ષ રજૂ કર્યા છે. અકસ્માત પૂર્વે પ્લેન ધ્રૂજવા માંડéું હતું અને અંદરના પ્રવાસીઆે રડતાં-રડતાં ભગવાનના નામનું રટણ કરવા માંડéા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોમાં નેપાલની આ સૌથી ગંભીર હવાઈ દુર્ઘટના છે. ઢાકાથી કાઠમાંડુ જતા યુએસ-બંગલા ઍરલાઇન્સના પ્લેનને સોમવારે નડેલા અકસ્માતમાં 49 જણ મૃત્યુ પામ્યા હતા.
અકસ્માતમાં બચી ગયેલા લોકોમાંથી એક પ્રવાસીએ અનુભવ વિશે વાત કરતાં પ્લેનમાં આગ લાગી હોવાનું યાદ કર્યું હતું, પરંતુ તેઆે પ્લેનમાંથી બહાર કેવી રીતે નીકળ્યા એ યાદ નહોતા કરી શક્યા. તેમણે કહ્યું હતું કે પ્લેન તૂટી પડéા પછી અંદર આગ લાગતાં હું બહાર નીકળવાના પ્રયત્નો કરતો હતો, પરંતુ હું બહાર નહોતો નીકળી શક્યો. મારો હાથ અને પગ બન્ને ફસાયેલા હતા. હું ઇમર્જન્સી ડોર પાસેની સીટ પર બેઠો હતો. કદાચ સિક્યોરિટીવાળાઆેએ આવીને ઇમર્જન્સી ડોર ખોલ્યો ત્યારે હું બહાર પડી ગયો હોઈશ. આગ લાગ્યા પછીની કોઈ બાબત મને યાદ નથી આવતી.
અન્ય એક પ્રવાસીએ કહ્યું હતું કે લેન્ડિંગ વખતે અચાનક પ્લેન બેફામ ધ્રૂજવા માંડéું અને મોટો ધડાકો સંભળાયો. એ વખતે મને લાગ્યું કે એવું ઍર-ટ્રાફિકને કારણે બની રહ્યું હશે, પરંતુ થોડી વારમાં જોયું તો બહાર ભારે આગ લાગી હતી. ધુમાડો કેબિનમાં ધસી આવ્યો હતો. ત્યાર પછી ધડાકો થયો. આગ બુઝાવીને અમને બચાવવામાં આવ્યા હતા. અમે બે પ્રવાસી બારી પાસે બેઠા હતા. એથી અમે કાચ તોડીને બહાર નીકળ્યા હતા.
ઍર-સેãટીના વિષયમાં નેપાલનો રેકોર્ડ સારો નથી. 1949માં નેપાલમાં પ્રથમ પ્લેન ઊતર્યું ત્યારથી અત્યાર સુધીમાં પ્લેન્સ અને હેલિકોપ્ટર્સના 70 કરતાં વધારે અકસ્માતો થયા છે. એમાંથી મોટા ભાગના અકસ્માતો ખરાબ હવામાન, અનુભવ વગરના પાઇલટ્સ તેમ જ પ્લેન્સની સારસંભાળમાં કચાશને કારણે થયા છે. 1992માં પાકિસ્તાન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સના પ્લેનના ઍક્સિડન્ટમાં અંદરના તમામ 167 પ્રવાસી માર્યા ગયા હતા. ત્યાર પછીનો સૌથી ગંભીર અકસ્માત સોમવારનો પ્લેન-ક્રેશ ગણાય છે.
એવિયેશન માટે નેપાલ વિશ્વનાં સૌથી ખતરનાક ક્ષેત્રોનાંથી એક માનવામાં આવે છે. ત્યાં પહાડી ક્ષેત્ર હોવા ઉપરાંત ઝડપથી બદલાતું હવામાન પણ પાઇલટ્સ માટે પડકારરુપ બને છે. સોમવારના અકસ્માત વેળાના હવામાનની વિગતો પ્રમાણે એ પ્રદેશમાં પિમથી સામસામા પ્રવાહના પવનો વચ્ચે ગાજવીજ સાથે વાવાઝોડું આવ્યું હતું.
પ્લેન-ક્રેશનું કારણ હજી સ્પષ્ટ જાણવા નથી મળ્યું. જોકે ઍરલાઇન એટીસીને દોષી ગણાવે છે અને ઍરપોર્ટના અધિકારીઆે કહે છે કે પ્લેને ખોટી દિશામાંથી લેન્ડિંગ કર્યું હતું. અકસ્માતની થોડી મિનિટો પહેલાંની પાઇલટ અને એટીસી વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ સાંભળતાં જણાય છે કે બન્ને વચ્ચે કંઈક ગેરસમજ હોવાથી લેન્ડિંગ માટે એકમાત્ર રનવેનો છેવટનો ભાગ ખુલ્લાે કરવામાં આવ્યો હતો.

VOTING POLL

ચોરી કરવા આવ્યો અને યુવતી પ્રત્યે આકર્ષણ થતાં રેપ કર્યો

March 13, 2018 at 6:15 pm


અંબરનાથ-ટિટવાલા રસ્તા પર યુવકની હત્યા કરી યુવતી પર રેપ કર્યો હોવાના આરોપસર થાણે રુરલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઆેએ આખરે 30 વર્ષના આરોપી સંજય નરવડેની ઉલ્હાસનગરમાં ટ્રેપ ગોઠવી ધરપકડ કરી છે. પૈસાની લાલચમાં ચોરી કરી અને યુવતી પ્રત્યે આકર્ષણ થતાં રેપ કર્યો હોવાની કબૂલાત આરોપીએ પોલીસ સમક્ષ કરી છે. સંજય ઉલ્હાસનગરમાં રહે છે અને રિક્ષા-ડ્રાઇવર તરીકે કામ કરે છે. સંજયને આજે કલ્યાણની કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ ઘટનામાં મૃત્યુ પામનારા ગણેશની જેમ અનેક પ્રેમીઆે એકાંત મેળવવા માટે આ વિસ્તારમાં આવે છે. એ પૈકી અનેક સાથે આવા લૂંટમારીના અથવા અત્યાચારના બનાવો બન્યા હોઈ શકે છે, પરંતુ બદનામીના ડરને કારણે ફરિયાદ કરતા નથી.
અત્યાર સુધી અમને આ પ્રકારની એક પણ ફરિયાદ મલૃળી નથી એમ જણાવતાં પોલીસે અપીલ કરી છે કે આવી ઘટના કોઈની સાથે બની હોય તો ગભરાયા વિના તેઆે પોલીસ પાસે આવે અને વિગતો આપે. ફરિયાદીની આેળખ ગુપ્ત રાખવામાં આવશે.

VOTING POLL

પગમાંથી ઉતારશો એટલે જાતે જ તેની જગ્યાએ ‘પાર્ક’ થઈ જશે આ ચપ્પલ

March 12, 2018 at 6:28 pm


ટેકનોલોજીના આ સમયમાં અનેક એવી વસ્તુઆેનો ઉપયોગ આપણે રોજીંદા જીવનમાં કરતાં થઈ ગયા છીએ જે આપણા જીવનને સરળ બનાવે છે. અલગ અલગ કંપનીઆે નવા નવા સંશોધન કરી અને એવી પ્રાેડક્ટ તૈયાર કરે છે કે જે સામાન્ય વ્યિક્તને ચિંતામુક્ત કરી દે છે. આવું જ એક સંશોધન કાર બનાવતી કંપની નિસાન મોટર્સે કર્યું છે. કાર બનાવતી આ કંપનીએ ખાસ પ્રકારના ચપ્પલ બનાવ્યા છે. આ ચપ્પલ ખાસ એટલા માટે છે કે તેને પગમાંથી ઉતાર્યા બાદ તે જાતે જ તેની યોગ્ય જગ્યાએ ‘પાર્ક’ થઈ જાય છે.
નિસાન કંપનીએ આ ચપ્પલ આેટોમેટિક ડ્રાઇવિંગ અંગેની ટેકનોલોજીમાં જાગૃતિ ફેલાય તેવા ઉદ્દેશથી બનાવ્યા છે. જો કે કંપનીએ ચપ્પલ ઉપરાંત ફ્લાેર કુશન અને ટેબલ પણ બનાવ્યા છે જે તેનો ઉપયોગ થઈ જાય પછી જાતે જે તેની યોગ્ય જગ્યાએ ગોઠવાય થઈ જાય છે. હાલ આ વસ્તુઆેનો ઉપયોગ હોટેલમાં કરવામાં આવે છે. જાતે જ પોતાની જગ્યા પર પહાેંચી જતાં ચપ્પલની વાત કરીએ તો આ ચપ્પલમાં નાના-નાના બે પૈડા, એક મોટર અને એક સેન્સર હોય છે.
આ વસ્તુઆેના કારણે ચપ્પલ જાતે જ તેના યોગ્ય સ્થાને પહાેંચી જાય છે. નિસાન કંપનીની આ વસ્તુઆેમાં પ્રાે-પાઇલટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલ આધુનિક ટેકનોલોજીથી સં વસ્તુઆેનો ઉપયોગ જાપાનની એક હોટેલમાં કરવામાં આવે છે.

VOTING POLL

આ જેકેટ સ્ટાઇલીશ લુક સાથે ફોનને પણ કરશે ફટાફટ ચાર્જ

March 10, 2018 at 1:33 pm


વર્તમાન સમયમાં સ્માર્ટફોનનો ક્રેઝ નાના બાળકોથી માંડી વયોવૃદ્ધમાં પણ જોવા મળે છે. ઘરમાંથી બહાર નીકળતી વખતે અન્ય કોઈ વસ્તુ ભુલી જવાય તો ચાલે પરંતુ લોકો ફોન અને તેનું ચાર્જર લેવાનું ભુલતાં નથી. ચાર્જર વિના તો લોકોનું કામકાજ અટકી જાય છે. પરંતુ હવે ટુંક સમયમાં ચાર્જર સાથે લઈને ફરવાની સમસ્યામાંથી તમને મુક્તિ મળી જશે. કારણ કે સ્નો-C નામનું એક સ્માર્ટ જેકેટ નિષ્ણાંતોએ તૈયાર કર્યું છે. આ જેટેક પહેરવાથી તમને સ્ટાઇલીશ લુક પણ મળશે અને સાથે જ તેમાં તમારો ફોન ચાર્જ પણ થઈ શકશે.

આ સ્માર્ટ જેકેટ ઉટાહમાં બનાવવામાં આવ્યું છે. ઉટાહની વેબ ટેક્નોલોજી કંપની ધ વેબ્સએ બનાવ્યું છે. આ કંપનીનું જણાવવું છે કે આ જેકેટ 40 મિનિટમાં ફોનને ફુલ ચાર્જ કરી દેશે. ફોનને ચાર્જ કરવા માટે જેકેટમાં 3000mahની બેટરી લગાવવામાં આવી છે. જેના કારણે તેને પહેરનાર વ્યક્તિ વાયરલેસ રીતે ફોનને ચાર્જ કરી શકશે. ખાસ વાત એ છે કે આ જેકેટ વરસાદ અને ઠંડીમાં પણ તમને કામ લાગશે. આ જેકેટની કિંમત 15 હજારથી વધારે હોય શકે છે.

VOTING POLL

નિયમિત સાઇકલ ચલાવવાથી પુરુષોમાં વધતી ઉંમરની અસર ઘટે છે

at 1:30 pm


વધતી ઉંમરની ચિંતા માત્ર યુવતીઓને જ સતાવે તેમ નથી. આજના સમયમાં પુરુષો માટે પણ વધતી ઉંમર ચિંતાનો વિષય બની જાય છે. વધતી ઉંમરની અસર ઘટાડવા માટે પુરુષો પણ અનેક પ્રકારની ટ્રીટમેન્ટ કરાવતાં હોય છે. આ ટ્રીટમેન્ટ પાછળ હજારોનો ખર્ચ પણ થઈ જતો હોય છે. પરંતુ કોઈપણ પ્રકારના ખર્ચ વિના પણ પુરુષો વધતી ઉંમરની અસરને ઘટાડી શકાય છે. આ કામ થઈ શકે છે સાઇકલ ચલાવવાથી.

બ્રિટનની યુનિવર્સિટી ઓફ બર્મિંઘમ અને કિંગ્સ કોલેજ લંડનમાં થયેલા એક સંશોધન બાદ આ તારણ કાઢવામાં આવ્યું છે. સંશોધકોના મતાનુસાર સાઇકલ ચલાવવાથી પુરુષોમાં હોર્મોન ઘટવાનું જોખમ ઓછું રહે છે. તેના કારણે વધતી ઉંમરની અસર ઘટી જાય છે. નિયમિત સાઇકલ ચલાવતાં પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર યુવાની જેવું જ રહે છે. ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટવાની પ્રક્રિયાને પુરુષોમાં રજોનિવૃત્તિ ગણાવવામાં આવે છે.

VOTING POLL

સેક્સ કરતી વખતે પતિએ કંઈક એવું કર્યું કે પત્નીનું મોત થઈ ગયુ

March 9, 2018 at 5:28 pm


સેક્સ કરતી વખતે ક્યારેક કપલ્સ ભાન ભૂલીને એવું કરી બેસતા હોય છે કે જેના કારણે પાછળથી તેમને પસ્તાવું પડે છે. આવી જ એક વિચિત્ર કહી શકાય તેવી ઘટના સાઉથ અમેરિકન દેશ પેરુમાં બની છે. જેમાં ડોક્ટર પતિએ પત્ની સાથે ઈન્ટરકોર્સ દરમિયાન કંઈક એવું કર્યું કે જેના કારણે તેની પત્નીનું મોત નીપજ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ડો. રુબેન વાલેરા કોર્નેજો પોતાની પત્ની સાથે ઈન્ટરકોર્સ કરી રહ્યાે હતો. આ દરમિયાન તે નશાની હાલતમાં હતો. તેણે પોલીસને કહ્યું હતું કે, તેની પત્ની એ તે વખતે તેને ઘરમાં પડેલી કોઈ વસ્તુનો સેક્સ ટોય તરીકે યુઝ કરવા માટે કહ્યું હતું.

નશામાં હોવાના કારણે રુબેનને બીજું કંઈ ન મળતા તે પોતાના ઘરમાં રાખેલા એક નિષ્ક્રિય મોટાર્ર બાેંબને લઈ આવ્યો હતો, અને તેનો તેણે સેક્સ ટોય તરીકે ઉપયોગ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તેને થોડા સમયમાં જ ઉંઘ આવી ગઈ હતી, અને સવારે ઉઠીને તેણે જોયું તો તેની પત્ની બેભાન હાલતમાં બેડ પર પડી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, રુબેનની પત્નીનું મોત ઈન્ટરનલ હેમરેજને કારણે થયું છે.

તપાસ દરમિયાન પોલીસને બેડ પરથી 40 સેન્ટીમીટર લાંબો અને સાત સેમી પહોળો એક નિષ્ક્રિય મોટાર્ર બોમ્બ મળી આવ્યો હતો, અને તેના બ્લડ તેમજ પ્યુબિક હેર પણ ચાેંટેલા હતા.

VOTING POLL

આ કંપનીએ માત્ર ચોરને જ કરી નોકરીની આેફર, જાણો કારણ

at 5:21 pm


જ્યારે પણ કોઈ ચોરી કરે છે ત્યારે વ્યિક્ત ઈચ્છે છે કે તે ચોર પકડાઈ જાય અને તેને સજા મળે પરંતુ એક કંપની એવી પણ છે. જે ચોરને સજા આપવા નથી ઈચ્છતી. ન્યૂઝીલેન્ડની કંપની ચોરને સજા આપવાના બદલે તેને નોકરી પર રાખવા ઈચ્છે છે. આ કંપનીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી છે.
કંપનીએ ચોરોમાં રહેલા ગુણ જણાવતાં લખ્યું છે કે તેઆે ઈચ્છે તો કંપનીમાં નોકરી કરી શકે છે. આ કંપનીએ પોસ્ટ સાથે કેટલીક તસવીરો પણ શેર કરી છે. કંપનીએ લખ્યું છે કે,24 ફેબ્રુઆરી 2018ના રોજ આ તસવીરમાં જોવા મળતા વ્યિક્તએ જીન્સ રોડ, હેયરવુડ, ક્રાઈસ્ટ ચર્ચ સ્થિત અમારા સ્ટોર પરથી પાવર ટૂલ્સ સહિત કેટલીક વસ્તુઆે ચોરી છે. તસવીરની સાથે કંપનીએ ચોર માટે ખાસ સંદેશો પણ આપ્યો છે.

કંપનીએ ચોર માટે ખાસ સંદેશો આપતા લખ્યું હતું કે,અમને લાગે છે કે તમે અમારી કંપનીમાં નોકરી કરવાનું પસંદ કરશો. જીવન પસાર કરવા માટે તમે ચોરીની જગ્યાએ અન્ય કામ કરીને રુપિયા કમાઆે. તમને જોઇને લાગે છે કે તમારી અંદર સારા ગુણ છે. જે અમારા કામમાં આવી શકે છે. પહેલું, તમને સવારે વહેલા ઉઠવામાં અને રાત સુધી જાગવામાં કોઇ જ પ્રકારની મુશ્કેલી નહી થાય.

કંપનીએ ચોરની ખાસિયતો જણાવતા લખ્યું હતું કે, બીજું, તમને જોઇને એવું લાગે છે કે તમે તમારા પાવર ટૂલ્સ વિશે ઉત્તમ રીતે જાણતા હશો. ત્રીજુ, અમારા યાર્ડની આસપાસનો રસ્તો તમને સારી રીતે ખબર હશે. ચોથું, કામ પર પહાેંચવા માટે તમારી પાસે વાહનની પણ સુવિધા હશે (એક મહિના પહેલા જ અમારે ત્યાંથી એક નવી 2017ના મોડલની કારની ચોરી થઈ હતી. શું તમે એજ લોકો હતાંં

જો તમે વિચારી રહ્યાં છો કે કંપનીએ ચોરને પકડવા માટે આવું કર્યું છે તો તમે ખોટું વિચારી રહ્યાં છો. એક વેબસાઈટ અનુસાર કંપનીના માલિક ટિમ િસ્મથે જણાવ્યું કે જો ચોર ઈચ્છે તો તેની કંપનીમાં કામ માટે આવી શકે છે. આ કંપનીમાં પહેલાથી જ કેટલાક ભૂતપૂર્વ કેદી કામ કરી રહ્યાં છે. કંપનીએ ચોર વિશે જાણકારી આપનારને ઈનામની પણ જાહેરાત કરી છે.

VOTING POLL

182 કિલોના વાઈરલ થયેલા પોલીસકર્મીએ આટલું બધું વજન ઉતાર્યો

at 5:17 pm


એક ટ્રીટમેન્ટ કોઈ વ્યક્તીનું જીવન બદલાઈ શકે છે. એવામાં કેટલાક મધ્યમ પ્રદેશના ઈન્સ્પેક્ટર દોલતરામની સાથે થયું. દોલતરામના વધેલા પેટની તસવીર લેખિકા શોભા ડે ટ્વિટર પર પોસ્ટ કરીને તેમનો મજાક ઉડાવ્યો હતો.

શોભા ડેની મજાક પછી જાણીતા બની ગયેલા દોલતરામની મુંબઈમાં બેરિયાટિક સર્જરી કરવામાં આવી. હવે દોલતરામ શોભા ડેને મળીને તેમનો આભાર માનવા માગે છે.
દોલતરામ પાછલા વર્ષે 180 કિલોગ્રામના હતા. એક વર્ષમાં તેમનું 65 કિલોગ્રામ વજન આેછું થઈ ગયું છે. દોલતરામની સર્જરી એક જાણીતા બેરિયાટિક સર્જન ડો. મુãફજલ લકડાવાલાએ સૈફાલી હોસ્પિટલમાં કરી છે. દોલતરામ શોભા ડેને મળવા માગે છે. તેઆે તેમને મળીને ગુસ્સો કરવા કે તેમનો મજાક કરવા નથી માગતા પણ પરિવાર સાથે ઘૂંટણ પર બેસીને તેમનો આભાર માનવા માગે છે, કારણ કે તેમની મજાકવાળી ટિંટના કારણે દોલતરામનું જીવન બદલાઈ ગયું.

શોભા ડેએ જણાવ્યું કે, દોલતરામને મળીને ખુશ થઈશ. દોલતરામે કહ્યું કે તેમનું વધુ 30 કિલો વજન ઘટવાનું છે. આટલું થયા પછી તેઆે પોતાની મોટી બહેન શોભા ડેને મળશે.
મુંબઈમાં રુટીન ચેકઅપ માટે પહાેંચેલા દોલતરામે વજન ઘટવાની સર્જરી બાદ બદલાઈ ગયા છે. તેમના ચહેરા પર આત્મવિશ્વાસ સાફ દેખાય છે. હવે તેમનું વજન 115 કિલોગ્રામ થઈ ગયું છે. જોગાવતે કહ્યું કે તેઆે માને છે કે તેમની સર્જરી માત્ર શોભા ડેના કારણે જ શક્ય બની. જો તેમણે પોતાના ટિંટર પર આ તસવીર પોસ્ટ કરીને મજાક ન કરી હોત તો તેમની સર્જરી ના થઈ શકી હોત. ડોક્ટર્સે તેમની સર્જરીનો કોઈ ચાર્જ નથી લીધો.

પાછલા વર્ષે બીએમસીએ ચૂંટણી દરમિયાન શોભા ડેએ 21 ફેબ્રુઆરીએ ટિંટર પર દોલતરામની તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં તેમણે લખ્યું હતું કે, હેવી બન્દોબસ્ત ઈન મુંબઈ ટુડે.

આ પોસ્ટ પછી શોભા ડેની પોસ્ટ પર વિવાદ શરુ થઈ ગયો. મુંબઈ પોલીસે કહ્યું કે દોલતરામ જોગાવત મુંબઈ પોલીસના ઈન્સ્પેક્ટર નથી. આજે શોભા ડે જોગાવત માટે ખુશ છે. તેઆે કહે છે કે તેમના ટ્વિટથી જોગાવતની સર્જરી શક્ય બની. વજન આેછું થવાથી તેઆે બીમારીઆેથી પણ બચશે. તેઆે ડોક્ટર લકડાવાલાનો પણ આભાર માનવા માગે છે કે, તેમણે દોલતરામની સર્જરી ફ્રીમાં કરી.

શોભા ડેએ કહ્યું, દોલતરામની તેમણે મજાક ઉડાવી પણ તેમને કોઈ ફરિયાદ નથી. તેમણે તેને આ સકારાત્મક લીધું કારણ કે તેમની મદદ થઈ. તેઆે દોલતરામને મળવા માગે છે.
ડો. લકડાવાલાએ પણ દોલતરામના અનુશાસન અને માનસિક સ્થિતિને શ્રેય આપ્યો છે. તેમણે કહ્યું કે દોલતરામના પેટનું ફેટ સરળ નહોતું. સર્જરી પછી દોલતરામ તેમનું ડાયટ સારી રીતે ફોલો કરી રહ્યા છે. ત્યારે જેઆે આવ્યા હતા, ત્યારે તેમનું બ્લડ શુગર અસ્થિર હતું, તેમને કોલેસ્ટ્રાેલ, હાઈપરટેન્શન, સ્લીપ એપનિયા, ઘૂંટણના દુખાવા સહિત કોઈ બીમારીઆે હતી. આ તમામ સમસ્યાઆે તેમનું વધુ વજન હોવાના કારણે હતી. હવે તેમના તમામ રિપોટ્ર્સ સામાન્ય છે.

દોલતરામ નીમચના પોલીસ કંટ્રાેલ રુમમાં તૈનાત હતા. હવે તેમને આશા છે કે તેમનું પોસ્ટિંગ ભોપાલ કે ઈન્દોરમાં થશે. તેમણે કહ્યું કે આગામી વર્ષે તેમનું રિટાયરમેન્ટ છે, તે પહેલા તેઆે સારી જગ્યાએ કામ કરવા માગે છે.

વરિષ્ઠ અધિકારીઆેએ તેમના સ્વાસ્થ્યની સમસ્યાને લઈને ચિંતા હતા. એટલું નહી પોતાનું વજન વધુ હોવાથી તેમને વીઆઇપી સામે શરમમાં મૂકાવું પડતું હતું, માટે તેમને સારી જગ્યાએ પોસ્ટિંગ આપવામાં નહોતું આવતું.

VOTING POLL

આ વ્યક્તિની 1 મહિનાની કમાણી છે 12 લાખ, વેંચે છે ફક્ત ચા !

March 6, 2018 at 7:26 pm


તમે અનેક વાતો ચા વેંચતાં લોકો વિશે સાંભળી હતી. પરંતુ આજે એક એવા ચાવાળા વિશે તમને જાણવા મળશે જે તમને આશ્ચર્યમાં મુકી દેશે. આ વ્યક્તિ મહારાષ્ટ્રના પુણેમાં રહે છે. તે એક ટી-સ્ટોલ ચલાવે છે અને ખાસ વાત એ છે કે તે ચા વેંચી અને મહિને 10થી 12 લાખની કમાણી કરે છે!

પુણેના નવનાથ યેવલેની એક પ્રખ્યાત ટી-સ્ટોલ છે. તે યેવલે ટી-સ્ટોલમાં ચા વેંચે છે. આ કામ તેણે વર્ષ 2011માં શરૂ કર્યુ હતું અને હવે યેવલે ટી હાઉસ ખૂબ ખ્યાતનામ થઈ ચુક્યું છે. નવનાથ દિવસમાં 3થી 4 હજાર કપ ચા વેંચે છે. મહત્વપૂર્ણ છે કે નવનાથે ટી-સ્ટોલ શરૂ કરતાં પહેલા ચાર વર્ષ ચા પર સ્ટડી અને રીસર્ચ વર્ક કર્યું હતું. ત્યારબાદ તેણે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી ચા બનાવી અને વેંચવાની શરૂઆત કરી. હાલ નવનાથ યેવલેના ટી-હાઉસમાં 10થી 14 લોકો નોકરી કરે છે. યેવલેએ પોતાના ટી-હાઉસના બે આઉટલેટ પુણેમાં શરૂ કર્યા છે અને હવે તે દુનિયાભરમાં પ્રખ્યાત થવા અંગે વિચારી રહ્યા છે.

VOTING POLL