ભારતમાં આવેલા આ ગામોમાં પ્રવેશ માટે રાષ્ટ્રપતિએ પણ લેવી પડે પરવાનગી !

March 5, 2018 at 7:06 pm


આપણા દેશમાં મોટાભાગની વસ્તી નાના-નાના ગામોમાં વસવાટ કરે છે. આપણા દેશમાં વિવિધ સંસ્કૃતિ અને રીત-રીવાજોને માનતો વર્ગ છે, પરંતુ તે તમામ ઉપર દેશની કાયદા વ્યવસ્થા અને બંધારણ આવે છે. જો કે આપણા દેશમાં કેટલાક ગામ એવા પણ છે કે જેનું પોતાનું અલગ બંધારણ અને કાયદા છે. કહેવાય છે કે આ ગામમાં જો રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનને પણ પ્રવેશ કરવા માટે મંજૂરી લેવી પડે છે.

આ ગામ ઝારખંડમાં આવેલા છે. ઝારખંડના 34 જેટલા ગામોના લોકોએ એકઠા થઈ અને પોતાનું અલગ બંધારણ બનાવ્યું છે. આ ગામોની સીમા પર જ મોટા મોટા પથ્થરોમાં ગામના કાયદાનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે. આ ગામના લોકો ભારતના બંધારણ અને કાયદાનું નહીં પરંતુ તેમના પોતાના જ કાયદાનું પાલન કરે છે. રાંચી શહેરથી થોડા અંતરે આવેલા આ ગામ શરૂ થાય તે પહેલા જ એક બોર્ડ પણ રાખવામાં આવ્યું, જેમાં લખવામાં આવ્યું છે કે “ગામમાં પરવાનગી વિના પ્રવેશ કરવાની મનાઈ છે”. અહીંના ગોડ્ડા, પાકુડ, લોહારદગા અને પલામૂ જિલ્લાના આ ગામોમાં લોકો જ ગામમાં પ્રવેશ કરતાં લોકો પર નજર રાખે છે. ગામના પ્રવેશ દ્વાર પરથી જ તેમને પરવાનગી લેવી પડે છે. જો કોઈ બહારની વ્યક્તિ ગામમાં પરવાનગી વિના પ્રવેશ કરી લે તો તેને ગ્રામસભામાં હાજર કરવામાં આવે છે અને તેને ગુના અનુસાર દંડ કરવામાં આવે છે.

VOTING POLL

ઘરમાં નહીં થાય ચોરી જો દીવાલ પર લગાવી હશે આ ઘડિયાળ

March 3, 2018 at 7:03 pm


ઘરમાં ચોરી ન થાય તે માટે તકેદારી સૌ કોઈ રાખતાં હોય છે. ચોર ઘરમાં ન ઘુસે તે માટે સીસીટીવી કેમેરા લગાવવા, ચોકીદાર રાખવા, ઈલેકટ્રોનિક લોક રાખવા જેવી જહેમત લોકો ઉઠાવતાં હોય છે. પરંતુ આ તમામ ખર્ચમાંથી મુક્તિ મળી જાય તેવું સંશોધન વૈજ્ઞાનિકોએ કર્યું છે. વૈજ્ઞાનિકો દ્વારા એક એવી ઘડિયાળ બનાવવામાં આવી છે કે જે ઘરમાં ચોરી થતી અટકાવી શકે છે.
વૈજ્ઞાનિકોએ એક સ્માર્ટ અલાર્મ બનાવ્યો છે જે ઘરના બારી-દરવાજા તુટે તો અવાજ કરવા લાગે છે. આ અલાર્મ સાથે ઘરના બારી-દરવાજાનું કનેક્શન રાખવામાં આવે છે. જ્યારે પણ કોઈ તેને તોડવાનો પ્રયત્ન કરે તો તુરંત જ અલાર્મ વાગે છે. આ ખાસ અલાર્મની શોધ જર્મનીમાં કરવામાં આવી છે. આ અલાર્મ કાચ કે અન્ય વસ્તુ તુટવા પર વાગે છે તેની સાથે જ જો ઘરમાં આગ લાગે તો પણ તે સંકેત આપે છે. આ ઘડિયાળ એવી રીતે બનાવવામાં આવી છે કે જે ઘરના બારી-દરવાજામાં થતી તોડફોડ કે ફેરફારને ઓળખી શકે છે અને તેના કારણે અલાર્મ વાગે છે.

VOTING POLL

અહીં બે લગ્ન કરનાર પુરુષને સરકાર આપે છે ઈનામ

at 6:50 pm


બહુપત્નીત્વની પ્રથા મોટાભાગના દેશોમાં માન્ય નથી. પરંતુ દુનિયામાં કેટલાક દેણશો એવા પણ છે જયાં એક કરતા વધુ સ્ત્રી સાથે લગ્ન કરવાની પ્રથાને પ્રાેત્સાહન આપવામાં આવે છે. યુનાઈટેડ આરબ એમિરેટ્સમાં બે બત્નીઆે રાખનારને સરકાર તરફથી વધારાનું મકાન ભથ્થું આપવાની ઘોષણા કરવામાં આવી છે. દેશમાં અપરિણીત છોકરીઆેની સંખ્યા વધી રહી છે એને કારણે સરકાર લોકોને બીજા લગ્ન કરવા માટે પ્રાેત્સાહિત કરી રહી છે અને એ માટે નવી સ્કીમ પણ લાવી છે. ત્યાંના બુનિયાદી વિકાસ પ્રધાન ડો.અબ્દુલ્લા બેલહેક અલ નુઈનીમીએ જાહેર કર્યુ છે કે, મંત્રાલયે નક્કી કર્યુ છે કે, એ પત્નીઆે રાખનારા લોકોને શેખ જાયદ હાઉસિંગ કાર્યક્રમ અંતર્ગત મકાન ભથ્થું આપવામાં આવશે. એક પત્નીવાળા પરિવારને મળતા મકાન ભથ્થા ઉપરાંત આ વધારાનું ભથ્થું હશે. બીજી પત્ની પણ પહેલી પત્ની જેવી જ રહેણીકરણી રાખી શકે એ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

VOTING POLL

મહિલાના પિત્તાશયમાંથી 99 પથરી નીકળી

at 6:33 pm


કણાર્ટકમાં તુમાકુરુ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં એક મહિલાને પેટમાં અસü દુખાવા સાથે દાખલ કરવામાં આવેલી. પિત્તાશયમાં અગણિત પથરીઆે થઈ હોવાથી તેનું પેટ ફૂલી ગયેલું. મહિલા અને તેનો પતિ રોજ મજુર પર કામે જતાં હોવાથી તેની આર્થિક સ્થિતિ એવી નહોતી કે, બેંગ્લોરની કોઈ મોટી હોસ્પિટલમાં સર્જરી કરાવી શકે. જો કે, જિલ્લાની સરકારી હોસ્પિટલના ડો.વસીમ ઈમરાન અને તેમની ટીમે અઢી કલાકની સર્જરી કરીને મહિલાના પિત્તાશયમાંથી 99 પથરી કાઢી હતી. ચાર પથરી 12 મિલીમીટર જેટલી મોટી હતી. જયારે બાકીની તમામ પથરીઆે ચારથી પાંચ મિલીમીટરની સાઈઝની હતી.

VOTING POLL

કેન્સરથી બચવા આ યુવતીએ ચહેરા પર લગાવ્યા ફુગ્ગા

March 1, 2018 at 6:17 pm


જ્યારે શરીરને કોઈ બીમારી લાગૂ પડે ત્યારે તેની સારવાર દવા, આેપરેશન સહિતની અનેક પÙતિથી કરવામાં આવે છે. અલગ અલગ બીમારીની સારવાર પણ અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે. પરંતુ તમે આજ સુધી એવી સારવાર વિશે જાÎયું નહી હોય કે જેમાં આેપરેશન કરી શરીરના કોઈ ભાગમાં ફુગ્ગા રાખવામાં આવે ! આવી સારવાર પÙતિ ચીનના એક ડોક્ટરે એક યુવતી પર અજમાવી છે. જેમાં ડોક્ટરે યુવતીના ચહેરાની ચાર તરફ ફુગ્ગા લગાવ્યા છે અને આ ફુગ્ગા ત્વચાની અંદર આેપરેશન કરી રાખવામાં આવ્યા છે.

23 વર્ષની શાઆે ચીનના ગ્વેજોમાં રહે છે. તેને એક ખાસ પ્રકારની બીમારી હતી જેના કારણે તેના ચહેરા પર એક મોટું કાળુ નિશાન બની ગયું હતું. આ પ્રકારની બીમારી 5,00,000 લોકોમાં કોઈ 1ને થતી હોય છે. જો કે આ બીમારી કેન્સર થવા માટેનું કારણ બની શકે છે તેથી તેની સારવાર કરવી ખૂબ જરુરી હોય છે. આ કારણે શાઆેએ સારવાર લીધી અને આ સારવારમાં તેનું આેપરેશન કરી અને તેના ચહેરા પર ફુગ્ગા લગાવવામાં આવ્યા હતા. આ ફુગ્ગા તેના ચહેરા પરથી દૂર કરી દેવામાં આવશે.

VOTING POLL

રોજની 3થી વધુ સેલ્ફી લ્યો છો…તો તમે છો બિમાર…

at 6:10 pm


સેલ્ફી લેવાનો ક્રેઝ નાના-મોટાં સૌ કોઈમાં વધી ગયો છે. જો તમે પણ તેમાંથી એક છો તો આ સમાચાર તમારા માટે અગત્યના બની શકે છે. જો કોઈ વ્યિક્ત દિવસમાં ત્રણથી વધારે વાર સેલ્ફી લેવાની આદત ધરાવતી હોય તો તે એક ખાસ પ્રકારની બીમારીથી પીડિત હોય છે અને આ બીમારી છે ‘સેલ્ફાઈટિસ’ નામની. લંડનની નોટિંઘમ ટ્રેંટ યૂનિવસિર્ટી અને તમિલનાડૂની ત્યાગરાજાર સ્કૂલ આેફ મેનેજમેન્ટના રિસર્ચમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. આ રિસર્ચની વિગતો ઈન્ટરનેશન જર્નલ આેફ મેંટલ હેલ્થ એન્ડ એડિક્શનમાં પ્રકાશિત કરવામાં આવી છે.

આ રિસર્ચ અનુસાર સેલ્ફી સંબંધિત આ બીમારી વિશે જાણવા માટે સેલ્ફાઈટિસ બિહેવિયર સ્કેલ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ સંશોધન 400 લોકોના ગૃપ બનાવી કરવામાં આવ્યું હતું. શોધકતાર્આેનું માનવું છે કે સેલ્ફી લેવાની આદત નશાની લત સમાન થઈ જાય છે. આ સંશોધન અનુસાર આ બીમારી ત્રણ સ્તરની હોય છે.

જેમાં પહેલું છે દિવસમાં ત્રણ સેલ્ફી લેવી પણ તેને શેર ન કરવી, બીજું છે સેલ્ફી લઈ અને તેને શેર પણ કરવી અને ત્રીજું છે દિવસમાં અગલ અગલ જગ્યાએ જઈ પોતાની સેલ્ફી િક્લક કરી અને સોશિયલ મીડિયા પર શેર કરવી.
સેલ્ફાઈટિસથી પીડિત વ્યિક્તમાં આત્મવિશ્વાસની ખામી હોય છે ઉપરાંત પોતાના મૂડને બરાબર કરવા અને લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે તેઆે વારંવાર પોતાની સેલ્ફી બીજા લોકો સમક્ષ રજૂ કરે છે.

જો કે લોકોનો આ શોખ તેમના મૃત્યુનું કારણ પણ બની જાય છે. દુનિયાભરમાં અનેક એવી ઘટનાઆે બને છે જેમાં વ્યિક્તનું મૃત્યુ સેલ્ફી લેવાના કારણે થાય છે.

VOTING POLL

ન્યુયોર્ક શહેર આ બાબતમાં છે સાવ ગંદુ….

February 26, 2018 at 7:08 pm


અમેરિકામાં આવેલું ન્યૂયોર્ક શહેર સૌથી વધારે ખરાબ હાલત જોવા મળે છે. બીજા શહેર કરતા ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે ગંદકી અને કીડી મકોડા હોવાનું જાણવા મળ્યું છે.અમેરિકાના સરકારી આંકડા અનુસાર આ અનુમાન લગાવામાં આવ્યું છે.સમાચાર એજેંસી સિન્હુના રિપોર્ટ મુજબ,અમેરિકાના પર્યાવરણ સંરક્ષણના આંકડા મુજબ નવા રિપોર્ટમાં કીડા મકોડા અને કચરાના આધારે બીજા ૪૦ shaheroની યાદી તૈયાર કરવામાં આવી છે.પરંતુ તેમાં ન્યુયોર્ક મોખરે છે.

VOTING POLL

ભારતના આ રાજ્યમાં દેડકા દેડકીના લગ્ન થાય છે, જાણો કારણ……

at 6:44 pm


ભારતમાં કેટલીક માન્યતાઓ પણ છે. આજે તમને એક એવી માન્યતા વિશે જાણવા મળશે કે જેના વિશે જાણી તમને પણ આશ્ચર્ય થશે. ભારતમાં આવેલા આસામમાં એક જૂની પરંપરા છે. જે આપણી પ્રકૃતિ સાથે પણ જોડાયેલ છે. આસામમાં રહેતા લોકો દેડકા અને દેડકીના લગ્ન કરાવે છે. તે લોકોનું માનવું છે કે આમ કરવાથી વરસાદ આવે છે. આસામ ચોખાની ખેતી માટે પ્રખ્યાત છે અને આ ખેતી કરવા માટે પાણીની વધારે જરૂર પડે છે. એટલા માટે અહિયાં લાંબા સમય સુધી વરસાદ ન થાય તો ખેડૂતો દેવતાના રાજા ઇન્દ્રને ખુશ કરવા માટે આમ કરે છે.

કેહવાય છે કે જયારે ખેડૂતો ઇન્દ્રને ખુશ કરવા માટે પ્રાથના કરે છે ત્યારે ઇન્દ્ર ખેડૂતોને કહે છે જ્યાં સુધી દેડકા વરરસાદને હા નહિ કહે ત્યાં સુધી તે વરસાદ નહિ આપે. આવી માન્યતાના કારણે અહીં દેડકા દેડકીના લગ્ન કરવામાં આવે છે.

આસામમાં આ પ્રથાને ‘બેખૂલી બીયાહ’ કહેવાય છે.આસામમાં ‘બેખૂલી’ને દેડકા કહેવાય છે, જયારે ‘બીયાહ’ને શાદી કહેવામાં આવે છે.

વરસાદની સીઝનમાં જ દેડકાનું મિલન થાય છે, ત્યારબાદ દેડકા પ્રસન્ન થઈને કહે છે કે જે સાંભળી ઇન્દ્ર વરસાદ કરે છે. આ અદભુત શાદીમાં પરંપરાગત રીત રિવાજ અનુસાર કરવામાં આવે છે.

દેડકાની શાદી કર્યા પછી નવવિવાહિત દંપતીને પાણી માં છોડી મુકવામાં આવે છે અને આ દિવસ પર ગામડાની મહિલાઓ મંગલ ગીત પણ ગાય છે. આ લગ્નમાં બાળકો, મહિલાઓ, બધા લોકો ભાગ લે છે. આ લગ્નનો ખર્ચ પણ ગામના બધા લોકો સાથે મળીને કરે છે.

VOTING POLL

ગજબની નોકરી! વ્હીસ્કી પીવો, ફરો અને જલસા કરો

at 11:15 am


તમે દુનિયાની અજબ–ગજબ નોકરીઓ વિશે તો સાંભળ્યું જ હશે. કોઈ વ્યકિતને કંપનીને પૈસાથી દુનિયા ફરવાની નોકરી મળે છે, તો કોઈને માત્ર સૂઈ રહેવાની નોકરી મળે છે. પરંતુ આ બધી નોકરીના ઓફરને પણ ટક્કર મારે તેવી જોબની જાહેરાત એક કંપનીએ કરી છે.
આ કંપનીએ આપેલી નોકરીની જાહેરાતમાં તમારે માત્ર બહત્પબધી વ્હિસ્કી પીવાની છે અને કંપનીના પૈસાથી દુનિયા ઘુમવાની છે. StagWeb.co.uk નામની વેબસાઈટ એવા યુવકો શોધી રહી છે જે વ્હિસ્કી ટેસ્ટ કરી શકે. આથી જો તમે આ નોકરી માટે સિલેકટ થઈ જાવ છો તો તમારે બસ વ્હિસ્કી ડ્રીંક કરવાની છે અને દુનિયા ફરવાની છે. જેના બદલામાં તમને પૈસા મળશે.

જો તમાને પણ ફરવાનો શોખ હોય અને વ્હિસ્કી પીવાનો ખાસ શોખ હોય અને આ જોબ માટે લાયક માનતા હોય તો https://www.stagweb.co.uk/પર જઈને એપ્લાય કરી શકો છો

VOTING POLL

આ દેશની સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લે છે ઊંટ, ક્લિક કરીને જાણો અન્ય વિગતો

February 24, 2018 at 5:02 pm


તમે એવી સૌંદર્ય સ્પર્ધાઓ વિશે તો સાંભળ્યું જ હશે જેમાં યુવક-યુવતીઓ ભાગ લેતી હોય છે. પરંતુ શું તમે એવી સૌંદર્ય સ્પર્ધા વિશે સાંભળ્યું છે જે ઊંટ માટે યોજાતી હોય? જી હાં સાઉદી અરબમાં આ પ્રકારની સ્પર્ધા ખાસ ઊંટ માટે યોજાય છે. જેને કેમલ ફેસ્ટિવલ કહે છે. આ સ્પર્ધામાં સૌથી સુંદર ઊંટની પસંદગી વિજેતા તરીકે કરવામાં આવે છે !

એક વેબસાઈટમાં આપેલી જાણકારી અનુસાર ઊંટની સુંદરતા તેના હોંઠ, ગાલ, માથા અને પગ પરથી નક્કી થાય છે. આ પ્રકારની એક સૌંદર્ય સ્પર્ધામાં ઊંટ વિશે તમામ જાણકારી ધરાવતાં હોય તેવા નિષ્ણાંતોને નિર્ણાયક તરીકે પસંદ કરવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ સ્પર્ધા માટે ઊંટ માલિકો તેમના ઊંટની બોટોક્સ જેવી ટ્રીટમેન્ટ પણ કરાવે છે. થોડા સમય અગાઉ યોજાયેલી આ પ્રકારની સૌંદર્ય સ્પર્ધામાંથી 12 ઊંટને આ કારણે જ રીજેક્ટ કરી દેવામાં આવ્યા હતા. સ્પર્ધાના નિર્ણાયકોના ધ્યાનમાં એ વાત આવી હતી કે ઊંટએ બોટોક્સની ટ્રીટમેન્ટ કરાવી છે. આ કારણે 12 ઊંટ સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હતા.

VOTING POLL