18 ઇંચની કમરવાળી આ મહિલા ૨૩ કલાક પેહરે છે બેલ્ટ

February 12, 2018 at 3:41 pm


2 બાળકોની માતા ડિયાના રિંગોને જે લોકો જોવે છે તેઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. માત્ર 18 ઇંચની કમરવાળી આ મહિલા દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગઇ છે. તેની તુલના લોકો ઘણાં કાર્ટૂન કેરેક્ટર સાથે કરે છે. 18 ઇંચની કમરની પાછળ ખૂબ જ ચોંકાવનારી કહાણી છે.પહેલાં સેનામાં રહેલી ડિયાના શરૂઆતથી જ ઘણી ફિટ હતી પરંતું જુડવા બાળકોને જન્મ આપ્યાં પછી તેણે પોતાને વધું ફિટ બનાવી. તેણે પોતાને આ પ્રકારનો આકાર આપવા માટે ખૂબ જ ચોંકાવનારો એક્સપેરિમેન્ટ કર્યો.તે ત્રણ વર્ષોથી દિવસમાં 23 કલાક એક પ્રકારનો બેલ્ટ પોતાની કમરમાં પહેરતી હતી, જેનાથી તેને આવો આકાર મળ્યો. ભોજન કરવાથી લઇને સૂતી વખતે પણ તે આ બેલ્ટ ઉતારતી ન હતી.

પરિવારે વિરોધ કર્યોઃ-

ડિયાના પોતાને આ પ્રકારે રાખવાના આ જુનૂનને પરિવારે ખૂબ જ વિરોધ કર્યો. ડિયાનાએ કહ્યું, મને કારસેટ બેલ્ટ પહેરેલી જોઇને પરિવારને લાગતું હતું કે હું આજે નહીં તો કાલે મરી જઇશ, પરંતું મને આ બાબતોથી કોઇ ફરક પડતો ન હતો. હું તેમાં જ ખુશ છું અને મને પોતાને આવી જોવી ખૂબ જ ગમે છે.

VOTING POLL

નરક જેવું છે આ શહેર, સતત નીકળે છે આગ લાગી હોય એવો ધુમાડો

February 10, 2018 at 5:50 pm


જાપાનનો ક્યુશૂ આઈલેન્ડ અનેક પ્રકારની ભૌગોલિક એક્ટિવિટી માટે ફેમસ છે. પરંતુ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે અહીના કેટલાક ઘરોની આસપાસથી હંમેશા ધુમોડા નીકળ્યાં કરે છે. જેનું કારણ છે અહીં રહેલા હૉટ સ્પ્રિંગ અને આઈલેન્ડ પર આવેલા એક્ટિવ જ્વાળામુખી.

કેમ થાય છે ધુમાડો અને કેટલો ગરમ હોય છે હૉટ સ્પ્રિંગ…

માઉન્ટ આસો નામના વોલ્કેનોને જાપાનનો સૌથી એક્ટિવ વોલ્કેનો કહેવાય છે. અહી એક સ્મોલ સિટી છે બેપ્પૂ. જ્યાં આવેલા સ્પ્રિંગ આખી દુનિયામાં ફેમસ છે. રિપોર્ટ મુજબ બેપ્પૂમાં 2900 જેટલા હૉટ સ્પ્રિંગ છે. જેમાથી આશરે 1 લાખ 30 હજાર ટન ગરમ પાણી રોજે નીકળે છે. અમેરિકાના યેલોસ્ટોન નેશનલ પાર્ક પછી આ સૌથી મોટું હૉટ સ્પ્રિંગ ગ્રૂપ છે. આમાં જિગોકસ એટલે કે હેલ સૌથી ફેમસ છે. એમાં એટલો ધુમાડો હોય છે જાણે આખુ શહેર સળગી રહ્યું હોય.

VOTING POLL

આ ‘જુલિયટ રોઝ’ ની કિંમત છે ૯૦ કરોડ રૂપિયા, જાણો તેનું કારણ

February 9, 2018 at 1:33 pm


વેલેન્ટાઇન વીક શરૂ થઇ ગયું છે. આ લેખમાં અમે તમને જણાવી દઇએ દુનિયાના સૌથી મોંઘા ફુલો વિશે. જો વાત કરવામાં આવે દુનિયાના સૌથી મોંઘા ગુલાબની તો તસવીરોમાં જોવા મળી રહેલ જૂલિયટ રોઝ દુનિયામાં સૌથી મોઘું ગુલાબ છે. જેને ખરીદવા માટે મોટાં મોટાં શ્રીમંત વ્યક્તિઓ પણ દસ વાર વિચાર કરે છે. જેની કિંમત 90 કરોડ (10 મિલિયન પાઉન્ડ) છે. જાણો આ ફુલમાં શું છે ખાસિયત….

ખૂબ જ રેયર માનવામાં આવતાં આ ગુલાબ ખૂબ જ મુશ્કેલીથી ઉગે છે. હકીકતમાં આ ગુલાબની બ્રીડિંગ કરનાર પ્રખ્યાત ફ્લાવરિસ્ટ ડેવિડ ઓસ્ટિને ઘણાં ગુલાબને મિક્સ કરીને તેને બનાવ્યું હતું. પોલન નેશનની રિપોર્ટ પ્રમાણે apricot-hued hybrid નામની આ રેયર પ્રજાતિને બનાવવામાં તેમને 15 વર્ષ લાગ્યાં હતાં. 2006માં તેમણે તેને 10 મિલિયન પાઉન્ડ એટલે 90 કરોડ રૂપિયામાં વેંચ્યું હતું.

હવે કિંમતમાં વેંચાય છે-

ડેવિડ ઓસ્ટિનના કારણે પ્રખ્યાત આ ગુલાબની કિંમત હવે થોડી ઓછી થઇ ગઇ છે. તેને 26 કરોડ રૂપિયામાં ખરીદી શકાય છે. જોકે, હવે તે દુનિયાનું સૌથી મોંઘું ગુલાબ છે. જેને 3 મિલિયન પાઉન્ડ રોઝ પણ કહેવામાં આવે છે.

શ્રીલંકામાં ઉગતાં કડુપુલ ફૂલ દુનિયાનું સૌથી મોંઘુ ફૂલ માનવામાં આવે છે. જેની આજ સુધી કોઇ કિંમત નક્કી કરવામાં આવી રહી નથી. રાતે ઉગતાં આ ફૂલ થોડાં કલાકો માટે જ ઉગે છે. જેને લઇને ઘણી ધાર્મિક માન્યતાઓ પણ છે.

આ 4 થી 5 વર્ષોમાં એકવાર ઉગે છે. વૈજ્ઞાનિકે આ બ્રીડને લગભગ 8 વર્ષમાં તૈયાર કરી હતી. 2005માં કરવામાં આવેલી એક નિલામીમાં તેને 1.5 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યું હતું.

મલેશિયામાં મળી આવનાર આ ફૂલ 15 વર્ષોમાં એકવાર ઉગે છે.

VOTING POLL

દુબઈમાં બની દુનિયાની સૌથી મોંઘી દુલ્હન કેક

February 8, 2018 at 2:08 pm


દુબઈમાં બુધવારે “બ્રાઇડ દુબઈ” પ્રદર્શન શરૂ થયું. આ દરમિયાન અહીં વિવિધ પ્રકારની વસ્તુઓ જાહેર કરવામાં આવી પરંતું આ પ્રદર્શનમાં એક ‘કેક’એ સૌથી વધારે બધાનું ધ્યાન ખેચ્યું. આ પ્રદર્શનમાં મુકવામાં આવેલી “ચોકલેટ અને ડાયમંડ બ્રાઇડ કેક” લોકોના આકર્ષણનું વિશેષ કેન્દ્ર રહ્યું. જેની કિંમત 10 લાખ અમેરિકી ડોલર (લગભગ સાડા છ કરોડ રૂપિયા) છે. જેને દુનિયાની સૌથી કિંમતી કેક ગણવામાં આવી રહી છે.આ કેકને લંડનના ડિઝાઇનર ડેબી વિંઘમે બનાવી છે જે દુનિયાની અમુક સૌથી મોંઘી આકર્ષણ વસ્તુઓ બનાવવા માટે ઓળખવામાં આવે છે. 36 વર્ષીય આ ડિઝાઇનરે પોતાની 120 કિલોની આ કેકને અરબ દેશની દુલ્હનના રૂપમાં બનાવી છે જેમાં પાંચ સફેદ હીરા જડેલાં છે. જેમાં દરેક હીરાની કિંમત 2 લાખ ડોલર ઉલ્લેખવામાં આવે છે.આ સિવાય 50 કિલો ફોંડિગ અને 25 કિલો ચોકલેટની મદદથી કેકમાં દુલ્હનનો ચહેરો અને બોડી બનાવવામાં આવી છે. પ્રદર્શન 10 ફેબ્રુઆરી સુધી ચાલશે.કેકને લઇને ડેબીએ જણાવ્યું કે કોઇ તેને જોઇને એવું નહીં કહી શકે કે આ માત્ર એક કેક છે, વાસ્તવમાં આ એક દુલ્હનની જેમ જ જોવા મળે છે. હું તેને લુવા કહું છું આ એક અરેબિક શબ્દ છે જેનો અર્થ મોતી થાય છે.

VOTING POLL

સૌથી વધુ ટેટૂ ધરાવતા સિનિયર સિટિઝન મહિલા

February 6, 2018 at 11:25 am


અમેરિકાના ફલોરિડામાં રહેતા ૬૯ વર્ષના શાર્લટ ગુટેનબર્ગ નામનાં માજીના શરીર પર ચહેરા અને હથેળી સિવાયના ભાગોમાં જયા નજર નાખે ત્યાં ટેટુ જ ટેટુ છે. આમ તો આ બહેને સૌથી વધુ ટેટૂ ધરાવતા સિનિયર સિટિઝન મહિલાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ ર૦૧પ ની સાલમાં બનાવેલો. એ વખતે તેમના શરીરના ૯૧ ટકા ભાગ પર ટેટૂ ચીતરેલા હતા. જો કે હવે તેમના શરીર પર ટેટૂની સંખ્યામાં વધારો થયો છે અને ચહેરાને બાદ કરતા આખું શરીર ૯૮.૭પ ટકા જેટલું ટેટૂમય થઇ ગયું છે. શાર્લટનને યંગ એજમાં શીર પર છુંદણા છુંદાવવાનો કોઇ જ શોખ નહોતો. પચાસ વર્ષની વયે તેણે પહેલી વાર ટેટૂ ચિતરાવ્યું. શરીર પર ડિઝાઇનનો ચસકો લાગતા તેણે થોડા જ વખતમાં બીજુ ટેટૂ બનાવડાયું એ જ દરમ્યાન તેને ચક હેમ્ક નામના સૌથી વધુ ટેટૂ ચિતરાવનાર સિનિયર સિટિઝનને મળવાનું થયું અને બહેન તેના પ્રેમમાં પડી ગયા એ ભાઇની સાથે તેમણે પોતાના આખા શરીરે ચિરામણ કરાવવાનું નકકી કરી લીધું. છેલ્લા ૧૯ વર્ષમાં તેમના શરીર પર ર૧૬ જેટલા ટેટુ છે અને હાલમાં ૯૮.૭પ ટકા શરીર ટેટૂથી કવર થઇ ગયેલું છે.

VOTING POLL

કિલર નામની વ્હેલ પણ માણસ ની જેમ બોલે છે “હેલો-હાય”

February 5, 2018 at 1:37 pm


ફ્રાન્સમાં એક કિલર વ્હેલ માછલી છે, જેણે માણસોની ભાષામાં વાત કરવાનું શરૂ કરી દીધું છે. કહેવાય છે કે આવું કરી શકતી આ દુનિયાની પહેલી વ્હેલ છે. જો કે હજી આ વ્હેલ ગણ્યા ગાંઠયા શબ્દો જ બોલી શકે છે. સમુદ્રી જીવોમાં સૌથી સમજદાર કહેવાતી કિલર વ્હેલના આ કરતબથી સૌ આશ્ચર્યમાં છે. વિકી નામની માદા વ્હેલ હાલમાં ફ્રાન્સના મરીનલેન્ડ એકવેરિયમમાં રહે છે અને કોઇ માણસને ‘હેલો’, ‘હાય’ અને ‘બાય-બાય’ જેવું કહી શકે છે. વિકિને આ શબ્દો એના ટ્રેઇનરે શીખવ્યા છે. એમ તો એ કયારેક વન, ટૂ, થ્રી એમ ગણતરી પણ બોલી શકે છે. ટ્રેઇનિંગ દરમ્યાન વિકી માણસો દરમ્યાન બોલાતા તમામ શબ્દો કોપી કરીને બોલી શકે છે. જીવવિજ્ઞાનીઓનું કહેવું છે કે સમુદ્રી જીવ માણસોની ભાષામાં વાત કરે એવો આ પહેલો કિસ્સો છે અને એનો હજી વધુ અભ્યાસ કરવામાં આવશે. વિકી બોલવા માટે એ મોં પાણીમાંથી બહાર કાઢે છે અને જોરથી ચિલ્લાય છે

VOTING POLL

આ વ્યક્તિ ઓળખાય છે ‘ટ્રી મેન’ના નામથી

February 3, 2018 at 2:19 pm


‘ટ્રી મેન’ના નામથી ચર્ચામાં રહેલો બાંગ્લાદેશનો અબ્દુલ બાજનદાર ૧૦ વર્ષથી એક વિચિત્ર બીમારીથી પીડાય છે. તેના હાથ અને પગમાંથી ડાળખીઓ નીકળવા લાગી હતી. બે વર્ષ પહેલા તેનો ઇલાજ શરૂ થયો હતો. આ ઉપરાંત એક વર્ષ પહેલા હોસ્પિટલમાં તેણે ૨૪ સર્જરી પછી બીમારીમાંથી ઠીક થયો હતો. જોકે, એક વર્ષ પછી બાજનદારના હાથમાં ફરીથી ડાળખીઓ નીકળવા લાગી હતી. જેથી તેની દશા વિચિત્ર બની હતી. અબ્દુલ બાજનદાર ૨૭ વર્ષનો છે અને તે રિક્ષા ચલાવતો હતો. તે અનેક વર્ષથી કોઇ નોકરી કરી શકતો નથી. તેનો પરિવાર હોસ્પિટલમાં તેની સાથે જ રહે છે. બાજનદારને હવે એ વાતનો ડર લાગી રહ્યો છે કે શું તે ઠીક થઇ શકશે. બાજનદાર એપિડર્મોડાઇપ્લેસિયા વેર્રૃસીફોર્મિસથી ગ્રસ્ત છે. આ એક દુર્લભ આનુવંશિક સ્થિતિ થાય છે. જેને ‘ટ્રી મેન રોગ’ કહેવામાં આવે છે. કનિદૈ લાકિઅ ડોકટર્સે સર્જરી કરીને તેના હાથ અને પગમાંથી પાંચ કિલો કરતા વધારે ઝાડની ડાળીઓ હટાવી હતી. ડોકટર સેનનું કહેવું છે કે દુનિયાભરમાંથી માત્ર ૬ લોકોને જ આવી બીમારી છે. ગત વર્ષે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલે એક બાંગ્લાદેશી યુવતીની સારવાર કરી હતી. જેને આ બીમારી હતી.

VOTING POLL

ઓહ,હવે જુઓ રેમ્બો માઉન્ટેન પર્વત

February 2, 2018 at 12:01 pm


૧.પર્વતને પેરુવિયનો દેવત્વ માને છે

આ પર્વતને ત્યાંના સ્થાનિકો દ્વારા પવિત્ર માનવામાં આવે છે. પેરુવિયનો દ્વારા કુસ્કોનું દેવત્વ માનવામાં આવે છે નાગરિકો દૈનિક ઉપાસના કરે છે.દર વર્ષે હજારો ક્વેચુઆ યાત્રાળુઓ સ્ટાર સ્નો તહેવાર માટે આ માઉન્ટેનની મુલાકાત લે છે.આ પર્વતને ત્યાંના સ્થાનિકો દ્વારા પવિત્ર માનવામાં આવે છે. પેરુવિયનો દ્વારા કુસ્કોનું દેવત્વ માનવામાં આવે છે નાગરિકો દૈનિક ઉપાસના કરે છે. દર વર્ષે હજારો ક્વેચુઆ યાત્રાળુઓ સ્ટાર સ્નો તહેવાર માટે આ માઉન્ટેનની મુલાકાત લે છે.

૨.ઓસનગેટ પર્વત

પેરુના એન્ડીઝમાં આવેલો મેઘધનુષી ઓસનગેટ પર્વત જોઈને કોઈ પણ પ્રકૃતિપ્રેમી અચંબિત થઈ જાય છે.દુનિયાની સૌથી ભવ્ય ભૂસ્તરીય લાક્ષણિકતાઓ પૈકી એક પેરુવિયન એન્ડિઝના ઓસનગેટ પર્વત છે.

૩.રેઈનબો માઉન્ટેનના રંગો મનમોહક છે

આ પર્વત ટેરા કોટા, લંવડર, મરુન, ગોલ્ડ અને અન્ય ગતિશીલ પીરોજનું મિશ્રણ છે. તેઓ આ વિસ્તારના કચરા અને વાતાવરણથી રંગીન થઈ ગયા છે. રેઈનબો માઉન્ટેનના રંગો મનમોહક છે.જે કોપર્સ ક્રિસ્ટી તહેવારના એક અઠવાડિયા પહેલા થાય છે. આ પર્વત 6384 મીટરની ઉંચાઈએ આવેલા છે. તે મુખ્ય શહેર કુસ્કોના આશરે 100 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં આવેલા છે.આ વિસ્તાર ભૂ-સ્તર શાસ્ત્રમાં સમૃદ્ધ છે. પર્વત તરફના માર્ગમાં ગ્લેશિયર્સ, બરફના પર્વતો સ્ફટિક નદીઓ અને સરોવરો સાથે અદ્ભુત લેન્ડસ્કેપ જોવા મળે છે.

4.કલરફુલ માઉન્ટેન કેવી રીતે બન્યા હશે ?

આપણને એવો પ્રશ્ન થાય કે કલરફુલ માઉન્ટેન કેવી રીતે બન્યા હશે ? આ પહાડની રંગબેરંગી ઊભી લાઈનો ટેકટોનિક પ્લેટોના અથડાવાથી બને છે, જે આડા બની શકતા નથી.આથી તેમાં ઊભા ઢગલા અને પહાડોની રચના થાય છે. મોટા ભાગે વાતાવરણની ઘટનાઓ દ્વારા અને આવા પરિબળોના કારણે પર્વતની ત્રિકોણીય આકૃતિ જળવાઈ રહે છે.

૫.આવા પર્વત બનતા આશરે 24 કરોડ વર્ષ લાગે છે

આ પર્વતનું નિર્માણ ખૂબ જૂનુ છે. આવા પ્રકારના પર્વત બનતા આશરે 24 કરોડ વર્ષ લાગે છે. સેંડસ્ટોન, હેલાઈટ, માટી, કાંકરા અને અન્ય ખનીજ કચરાના સ્તરો એકબીજા ઉપર ચડવાને કારણે અલગ અલગ રંગો બને છે.ટેકટોનિક પ્લેટોને અથડામણના કારણે આ રંગો જાળવી રાખવામાં મદદ થાય છે. હજારોથી વધારે પ્રવાસીઓ આ માઉન્ટેનની મુલાકાતે આવે છે

VOTING POLL

ચંદ્રગ્રહણનો જોવા મળ્યો આવો અદભૂત નજારો

February 1, 2018 at 3:51 pm


બુધવારે વર્ષનાં પહેલાં ચંદ્રગ્રહણનો અદભૂત નજારો જોવા માટે દુનિયાભરના લોકો ઉમટી આવ્યાં. આ નજારો અનેક દેશમાં વિવિધ રીતે જોવા મળ્યો. ક્યાંક બ્લડમૂન ભયાનક લાગ્યો તો ક્યાંક સુપરમૂન એટલો સુંદર હતો કે જાણે ધરતી ઉપર જ ચંદ્ર ઉતરી આવ્યો હોય. આજે આ લેખમાં અમે તમને બતાવી રહ્યા છીએ દુનિયાના 20 દેશમાં બ્લડમૂન, સુપરમૂન અને બ્લૂમૂનનો અદભૂત નજારો….

ભારતમાં આ નજારો થોડીવાર પછી દેખાવાનો શરૂ થયો. પરંતું જ્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું, ત્યારે લાખો લોકો આ ઘટનાના સાક્ષી બન્યાં. નોંધનીય છે કે ભારતમાં 35 વર્ષ પછી આવો સંયોગ બની રહ્યો છે જ્યારે બ્લૂ મૂન, બ્લડ મૂન અને સુપર મૂન એકસાથે જોવા મળ્યો. આ પૂર્ણ ચંદ્રગ્રહણ છે, એટલે આ દરમિયાન ચંદ્ર પૃથ્વીના પડછાયામાં થોડીવાર માટે ઢંકાઇ જાય છે. ચંદ્ર 30% વધારે ચમકદાર અને 14% વધારે મોટો પણ જોવા મળ્યો.

સુપર મૂન શું છે?
ચંદ્ર જ્યારે પોતાના સામાન્ય આકારથી વધારે મોટો જોવા મળે તો તેને સુપર મૂન કહેવાય છે. આ દરમિયાન ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે. સુપર મૂનનો આકાર સામાન્યથી 10 થી 14 ટકા મોટો અને 30 ટકા વધારે ચમકદાર જોવા મળે છે. રાતના લગભગ 9.48 વાગે આ ચંદ્રગ્રહણ પૂર્ણ થયું.

શું હોય છે બ્લૂ મૂન?- અહીં બ્લૂનો અર્થ ચંદ્રના રંગથી નથી. જોકે, એક મહિનામાં જ્યારે બે પૂનમ આવે છે તો આ સ્થિતિને બ્લૂ મૂન કહેવાય છે. આ વર્ષે 2 જાન્યુઆરીના રોજ અને 31 જાન્યુઆરીના રોજ પૂનમ હતી. NASA પ્રમાણે, બ્લૂ મૂન દર અઢી વર્ષોમાં એકવાર જોવા મળે છે.

શું હોય છે બ્લડ મૂન?
બીએમ બિરલા સાઇન્સ સેન્ટરના ડાયરેક્ટર બીજી સિદ્ધાર્થે ન્યૂઝ એજન્સીને જણાવ્યું, ”જ્યારે ત્રણેય (સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર) એક લાઇનમાં હોય ત્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ થાય છે. જોકે, આ દરમિયાન સૂર્યના થોડાં કિરણો પૃથ્વીના એટમોસ્ફેયરથી થઇને ચંદ્ર ઉપર પડે છે. આ દરમિયાન ચંદ્ર હળવો વાદળી અને લાલ રંગમાં ચમકે છે. થોડાં લોકો તેને બ્લડ મૂન પણ કહે છે.”

VOTING POLL