કિલર નામની વ્હેલ પણ માણસ ની જેમ બોલે છે “હેલો-હાય”

February 5, 2018 at 1:37 pm


ફ્રાન્સમાં એક કિલર વ્હેલ માછલી છે, જેણે માણસોની ભાષામાં વાત કરવાનું શરૂ કરી દીધું છે. કહેવાય છે કે આવું કરી શકતી આ દુનિયાની પહેલી વ્હેલ છે. જો કે હજી આ વ્હેલ ગણ્યા ગાંઠયા શબ્દો જ બોલી શકે છે. સમુદ્રી જીવોમાં સૌથી સમજદાર કહેવાતી કિલર વ્હેલના આ કરતબથી સૌ આશ્ચર્યમાં છે. વિકી નામની માદા વ્હેલ હાલમાં ફ્રાન્સના મરીનલેન્ડ એકવેરિયમમાં રહે છે અને કોઇ માણસને ‘હેલો’, ‘હાય’ અને ‘બાય-બાય’ જેવું કહી શકે છે. વિકિને આ શબ્દો એના ટ્રેઇનરે શીખવ્યા છે. એમ તો એ કયારેક વન, ટૂ, થ્રી એમ ગણતરી પણ બોલી શકે છે. ટ્રેઇનિંગ દરમ્યાન વિકી માણસો દરમ્યાન બોલાતા તમામ શબ્દો કોપી કરીને બોલી શકે છે. જીવવિજ્ઞાનીઓનું કહેવું છે કે સમુદ્રી જીવ માણસોની ભાષામાં વાત કરે એવો આ પહેલો કિસ્સો છે અને એનો હજી વધુ અભ્યાસ કરવામાં આવશે. વિકી બોલવા માટે એ મોં પાણીમાંથી બહાર કાઢે છે અને જોરથી ચિલ્લાય છે

VOTING POLL

આ વ્યક્તિ ઓળખાય છે ‘ટ્રી મેન’ના નામથી

February 3, 2018 at 2:19 pm


‘ટ્રી મેન’ના નામથી ચર્ચામાં રહેલો બાંગ્લાદેશનો અબ્દુલ બાજનદાર ૧૦ વર્ષથી એક વિચિત્ર બીમારીથી પીડાય છે. તેના હાથ અને પગમાંથી ડાળખીઓ નીકળવા લાગી હતી. બે વર્ષ પહેલા તેનો ઇલાજ શરૂ થયો હતો. આ ઉપરાંત એક વર્ષ પહેલા હોસ્પિટલમાં તેણે ૨૪ સર્જરી પછી બીમારીમાંથી ઠીક થયો હતો. જોકે, એક વર્ષ પછી બાજનદારના હાથમાં ફરીથી ડાળખીઓ નીકળવા લાગી હતી. જેથી તેની દશા વિચિત્ર બની હતી. અબ્દુલ બાજનદાર ૨૭ વર્ષનો છે અને તે રિક્ષા ચલાવતો હતો. તે અનેક વર્ષથી કોઇ નોકરી કરી શકતો નથી. તેનો પરિવાર હોસ્પિટલમાં તેની સાથે જ રહે છે. બાજનદારને હવે એ વાતનો ડર લાગી રહ્યો છે કે શું તે ઠીક થઇ શકશે. બાજનદાર એપિડર્મોડાઇપ્લેસિયા વેર્રૃસીફોર્મિસથી ગ્રસ્ત છે. આ એક દુર્લભ આનુવંશિક સ્થિતિ થાય છે. જેને ‘ટ્રી મેન રોગ’ કહેવામાં આવે છે. કનિદૈ લાકિઅ ડોકટર્સે સર્જરી કરીને તેના હાથ અને પગમાંથી પાંચ કિલો કરતા વધારે ઝાડની ડાળીઓ હટાવી હતી. ડોકટર સેનનું કહેવું છે કે દુનિયાભરમાંથી માત્ર ૬ લોકોને જ આવી બીમારી છે. ગત વર્ષે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલે એક બાંગ્લાદેશી યુવતીની સારવાર કરી હતી. જેને આ બીમારી હતી.

VOTING POLL

ઓહ,હવે જુઓ રેમ્બો માઉન્ટેન પર્વત

February 2, 2018 at 12:01 pm


૧.પર્વતને પેરુવિયનો દેવત્વ માને છે

આ પર્વતને ત્યાંના સ્થાનિકો દ્વારા પવિત્ર માનવામાં આવે છે. પેરુવિયનો દ્વારા કુસ્કોનું દેવત્વ માનવામાં આવે છે નાગરિકો દૈનિક ઉપાસના કરે છે.દર વર્ષે હજારો ક્વેચુઆ યાત્રાળુઓ સ્ટાર સ્નો તહેવાર માટે આ માઉન્ટેનની મુલાકાત લે છે.આ પર્વતને ત્યાંના સ્થાનિકો દ્વારા પવિત્ર માનવામાં આવે છે. પેરુવિયનો દ્વારા કુસ્કોનું દેવત્વ માનવામાં આવે છે નાગરિકો દૈનિક ઉપાસના કરે છે. દર વર્ષે હજારો ક્વેચુઆ યાત્રાળુઓ સ્ટાર સ્નો તહેવાર માટે આ માઉન્ટેનની મુલાકાત લે છે.

૨.ઓસનગેટ પર્વત

પેરુના એન્ડીઝમાં આવેલો મેઘધનુષી ઓસનગેટ પર્વત જોઈને કોઈ પણ પ્રકૃતિપ્રેમી અચંબિત થઈ જાય છે.દુનિયાની સૌથી ભવ્ય ભૂસ્તરીય લાક્ષણિકતાઓ પૈકી એક પેરુવિયન એન્ડિઝના ઓસનગેટ પર્વત છે.

૩.રેઈનબો માઉન્ટેનના રંગો મનમોહક છે

આ પર્વત ટેરા કોટા, લંવડર, મરુન, ગોલ્ડ અને અન્ય ગતિશીલ પીરોજનું મિશ્રણ છે. તેઓ આ વિસ્તારના કચરા અને વાતાવરણથી રંગીન થઈ ગયા છે. રેઈનબો માઉન્ટેનના રંગો મનમોહક છે.જે કોપર્સ ક્રિસ્ટી તહેવારના એક અઠવાડિયા પહેલા થાય છે. આ પર્વત 6384 મીટરની ઉંચાઈએ આવેલા છે. તે મુખ્ય શહેર કુસ્કોના આશરે 100 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં આવેલા છે.આ વિસ્તાર ભૂ-સ્તર શાસ્ત્રમાં સમૃદ્ધ છે. પર્વત તરફના માર્ગમાં ગ્લેશિયર્સ, બરફના પર્વતો સ્ફટિક નદીઓ અને સરોવરો સાથે અદ્ભુત લેન્ડસ્કેપ જોવા મળે છે.

4.કલરફુલ માઉન્ટેન કેવી રીતે બન્યા હશે ?

આપણને એવો પ્રશ્ન થાય કે કલરફુલ માઉન્ટેન કેવી રીતે બન્યા હશે ? આ પહાડની રંગબેરંગી ઊભી લાઈનો ટેકટોનિક પ્લેટોના અથડાવાથી બને છે, જે આડા બની શકતા નથી.આથી તેમાં ઊભા ઢગલા અને પહાડોની રચના થાય છે. મોટા ભાગે વાતાવરણની ઘટનાઓ દ્વારા અને આવા પરિબળોના કારણે પર્વતની ત્રિકોણીય આકૃતિ જળવાઈ રહે છે.

૫.આવા પર્વત બનતા આશરે 24 કરોડ વર્ષ લાગે છે

આ પર્વતનું નિર્માણ ખૂબ જૂનુ છે. આવા પ્રકારના પર્વત બનતા આશરે 24 કરોડ વર્ષ લાગે છે. સેંડસ્ટોન, હેલાઈટ, માટી, કાંકરા અને અન્ય ખનીજ કચરાના સ્તરો એકબીજા ઉપર ચડવાને કારણે અલગ અલગ રંગો બને છે.ટેકટોનિક પ્લેટોને અથડામણના કારણે આ રંગો જાળવી રાખવામાં મદદ થાય છે. હજારોથી વધારે પ્રવાસીઓ આ માઉન્ટેનની મુલાકાતે આવે છે

VOTING POLL

ચંદ્રગ્રહણનો જોવા મળ્યો આવો અદભૂત નજારો

February 1, 2018 at 3:51 pm


બુધવારે વર્ષનાં પહેલાં ચંદ્રગ્રહણનો અદભૂત નજારો જોવા માટે દુનિયાભરના લોકો ઉમટી આવ્યાં. આ નજારો અનેક દેશમાં વિવિધ રીતે જોવા મળ્યો. ક્યાંક બ્લડમૂન ભયાનક લાગ્યો તો ક્યાંક સુપરમૂન એટલો સુંદર હતો કે જાણે ધરતી ઉપર જ ચંદ્ર ઉતરી આવ્યો હોય. આજે આ લેખમાં અમે તમને બતાવી રહ્યા છીએ દુનિયાના 20 દેશમાં બ્લડમૂન, સુપરમૂન અને બ્લૂમૂનનો અદભૂત નજારો….

ભારતમાં આ નજારો થોડીવાર પછી દેખાવાનો શરૂ થયો. પરંતું જ્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળ્યું, ત્યારે લાખો લોકો આ ઘટનાના સાક્ષી બન્યાં. નોંધનીય છે કે ભારતમાં 35 વર્ષ પછી આવો સંયોગ બની રહ્યો છે જ્યારે બ્લૂ મૂન, બ્લડ મૂન અને સુપર મૂન એકસાથે જોવા મળ્યો. આ પૂર્ણ ચંદ્રગ્રહણ છે, એટલે આ દરમિયાન ચંદ્ર પૃથ્વીના પડછાયામાં થોડીવાર માટે ઢંકાઇ જાય છે. ચંદ્ર 30% વધારે ચમકદાર અને 14% વધારે મોટો પણ જોવા મળ્યો.

સુપર મૂન શું છે?
ચંદ્ર જ્યારે પોતાના સામાન્ય આકારથી વધારે મોટો જોવા મળે તો તેને સુપર મૂન કહેવાય છે. આ દરમિયાન ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે. સુપર મૂનનો આકાર સામાન્યથી 10 થી 14 ટકા મોટો અને 30 ટકા વધારે ચમકદાર જોવા મળે છે. રાતના લગભગ 9.48 વાગે આ ચંદ્રગ્રહણ પૂર્ણ થયું.

શું હોય છે બ્લૂ મૂન?- અહીં બ્લૂનો અર્થ ચંદ્રના રંગથી નથી. જોકે, એક મહિનામાં જ્યારે બે પૂનમ આવે છે તો આ સ્થિતિને બ્લૂ મૂન કહેવાય છે. આ વર્ષે 2 જાન્યુઆરીના રોજ અને 31 જાન્યુઆરીના રોજ પૂનમ હતી. NASA પ્રમાણે, બ્લૂ મૂન દર અઢી વર્ષોમાં એકવાર જોવા મળે છે.

શું હોય છે બ્લડ મૂન?
બીએમ બિરલા સાઇન્સ સેન્ટરના ડાયરેક્ટર બીજી સિદ્ધાર્થે ન્યૂઝ એજન્સીને જણાવ્યું, ”જ્યારે ત્રણેય (સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર) એક લાઇનમાં હોય ત્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ થાય છે. જોકે, આ દરમિયાન સૂર્યના થોડાં કિરણો પૃથ્વીના એટમોસ્ફેયરથી થઇને ચંદ્ર ઉપર પડે છે. આ દરમિયાન ચંદ્ર હળવો વાદળી અને લાલ રંગમાં ચમકે છે. થોડાં લોકો તેને બ્લડ મૂન પણ કહે છે.”

VOTING POLL