આ છે એવું મંદિર, જયાં દર્દીઓ આવે છે બીજાના સહારે…જાય છે પોતાના સહારે…

November 15, 2018 at 11:53 am


દુનિયામાં ધણા કિસ્સાઓ એવા હોય છે કે જેને સમજવાજ મુશ્કેલ હોય છે, અને આવો જ એક કિસ્સો છે રાજસ્થાનનો… રાજસ્થાનની ધરતી પર એક એવું મંદિર છે જ્યા કોઈ દેવી દેવતા નથી પરંતુ લકવાના રોગથી મુક્તિ મળે છે..આ મંદિરમાં દૂર દૂરથી લકવાના દર્દીઓ પોતાના પરિવારના સહારે આવે છે પણ જાય છે પોતાના સહારે. કળિયુગમાં આવા ચમત્કારને નમન છે, જ્યા વિજ્ઞાન ફેલ થઇ જાય છે અને ચમત્કાર રંગ લાવે છે તો એવામાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વધી જાય છે….

રાજસ્થાન શહેરમાં નાગૌરથી ચાલીસ કી.મી. દૂર અજમેર-નાગૌર રોડ પર કુચેરા કસ્બાની પાસે છે બુટાટી ધામ જેને ત્યાં ચતુરદાસ મહારાજ મંદિરના નામથી પણ જાણવામાં આવે છે. જે લકવાના પીડિત વ્યક્તિઓનો ઈલાજ કરવા માટે પ્રસિદ્ધ છે….આ મંદિરમાં બિમારીનો ઈલાજ કોઈ પંડિત કે કોઈ ડોકટર કરતો નથી….પરંતુ માત્ર એક અઠવાડિયું રહીને મંદિરમાં પરિક્રમા લગાવી હવનકુંડની ભભૂતિ લગાવતા ધીમે ધીમે લકવાની બિમારીથી રાહત મળે છે….

આ ચમત્કારની વાત સાંભળતાજ લકવાથી પીડિત લોકો ત્યાં પહોંચી જાય છે….કહેવાય છે કે 500 વર્ષ પહેલા ચતુરદાસજી મહારાજની ઘોર તપસ્યાને પગલે તેમને રોગોને મુક્ત કરવાની સિદ્ધી પ્રાપ્ત થઈ હતી…જેથી તે દર્દીઓના દુખોને દુર કરી શકે છે…ત્યાં દર્દીઓને રહેવા ખાવા-પીવાની તમામ સુવિધાઓ આપવામાં આવે છે…અને લોકો જેને પોતાની બિમારીમાંથી રાહત મળે છે તેઓએ આપેલ દાનના રૂપિયા પણ સેવામાં જ ઉપયોગમા લેવાય છે…

VOTING POLL

પતિએ જ ધામધૂમથી કરાવ્યા પત્નીના લગ્ન, કારણ જાણી રહી જશો દંગ….

November 14, 2018 at 12:43 pm


કેટલીક વાર સમાજમાં એવા અજબ ગજબ કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે કે જે સાંભળી આપણે પણ ચોંકી જઈએ….એવો જ કંઈક કિસ્સો બન્યો છે ઉત્તર પ્રદેશના કાનપુરમાં આવેલ સનિંગવા ગામમાં……..જાણીને આપ હેરાન રહી જશો કે એક પતિએ પોતાની પત્નીના લગ્ન ધામધૂમથી કરાવ્યા….મોટેભાગે ફિલ્મોમાં આવી સ્ટોરી આપણે જોતા હોઈ પરંતુ રિયલમાં આવી સ્ટોરી સાંભળી થોડી નવાઈ લાગે….આ અનોખા લગ્નમાં આસપાસના ગામના લોકો પણ શામેલ થયા હતા…..

સુજીત એટલે કે ગોલુ નામના છોકરાના લગ્ન શ્યામ નગરમાં રહેતી યુવતી શાંતિ સાથે થયા હતા.પણ લગ્નના 15 દિવસ પછી શાંતિ જયારે પોતાના પિયર ગઈ અને જયારે તેનો પતિ ગોલુ તેને ઘરે પાછો બોલાવતો તો તે કોઈને કોઈ બહાનું બનાવી ઘરે આવવા માટે ના કહી દેતી હતી. બાદમાં ગોલુના પરિવારના લોકોની જીદથી તેને પાછું આવવું પડ્યું. આ સિવાય ગોલુ એ પણ જોતો હતો કે તેની પત્ની કલાકો સુધી કોઈની સાથે વાતો કરતી રહેતી હતી, પણ તે વ્યક્તિ કોણ હતું તેની જાણ ગોલુ ને ન હતી.

બાદમાં ગોલુને જાણ થઈ કે તેની પત્ની કોઈ બીજાને પ્રેમ કરે છે અને તેની સાથે વાતો કરતી હોય છે…આથી સોનુંએ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા.,,,તેમજ આ લગ્ન પણ ધામધૂમથી કરાવ્યા…પત્નીની વિદાય સમયે ગોલુની આંખોમાં એક બાજુ ખુશીના આંસુ હતા તો બીજી બાજુ દુખના….

શાંતિ ગોલુ સાથે કંઈ ખોટું કરવા માંગતી ન હતી.પરંતુ ગોલુના આવ્યા પહેલાજ શાંતિનો પ્રેમી સોનું યાદવ તેની જિંદગીમાં આવ્યો હતો…સૌ પ્રથમ શાંતિ અને સોનું યાદવની પ્રેમ કહાની એક મિસ્ડ કોલથી શરૂ થઈ હતી…બાદમાં ફોનમાં વાત કરી, પછી મળવાનું નક્કી કર્યું…આમ સમયજતાં બંનેને પ્રેમ થઈ ગયો…અને શાંતિ ઘરમાં યાદવ સાથે લગ્નની વાત કરે એ પહેલા જ ઘરનાએ તેના લગ્ન ગોલુ સાથે નક્કી કરી નાખ્યા..એવામાં મજબૂરીને કારણે શાંતિને ગોલુ સાથે લગ્ન કરવા પડ્યા…પરુંત બીજી બાજુ ગોલુની ઈમાનદારી છલકાઈ કે પોતાની પત્ની હોવાછતાં તે ખુશ રહે તે માટે તેને પ્રેમી સાથે લગ્ન કરાવ્યા…જેવા કિસ્સા આ દુનિયાની રિયલ લાઈફમાં જોવા મળતા નથી..

VOTING POLL

કુદરતનો કરિશ્માઃ ગાયના વાછડાનો બે મોઢા સાથે જન્મ

October 25, 2018 at 11:26 am


કુદરતી કરિશ્મા કયારે લોકોને પણ અચંબીત કરી મુકે છે. કુદરત જયારે એવા રૂમનું સર્જન કરે છે ત્યારે માનવીને માનવું પડે કે કુદરત જ બધી લીલા કરી શકે છે અને કુદરત છે તેનો અહેસાસ થાય છે હળવદમાં જૂના સરકારી દવાખાના પાછળના ભાગમાં એક ઘરે ગાય વિહાતા તેને વાછડાનો જન્મ બે મોઢાવાળા થયો હતો ત્યારે આ વાતની જાણ લોકોમાં થતાં કુતુહલ સાથે વાછડાને જોવા લોકો એકઠા થવા લાગ્યા હતા. આ જોઈને લોકો માનવા લાગ્યા છે કે, કુદરત ધારે તે કરી શકે છે.

VOTING POLL

સરગવાનાં બીથી પાણી થાય છે શુદ્ધ…

October 24, 2018 at 1:06 pm


વિશ્વમાં આજે પણ અનેક લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી શકતું નથી ત્યારે તેના કારણે લોકો વિવિધ બીમારીનો ભોગ બનતા હોય છે ત્યારે અમેરિકાની કાર્નિજ મેલોન યુનિ.ના વિજ્ઞાનીઓએ સરગવાનાં બીજમાંથી કાઢેલા પ્રોટીનમાંથી ફિલ્ટર બનાવ્યું છે, જેના આધારે પીવાના પાણીને શુદ્ધ બનાવી શકાશે તેવો દાવો કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ડ્રમસ્ટિકના નામથી ઓળખાતા સરગવાના શાક તરીકે તેમજ તેલ અને અનેક પ્રકારની દવાઓ બનાવવામાં પણ ઉપયોગ થાય છે. લાંબા સમયથી તેનાં બીજનો પાઉડર પાણી સાફ કરવાના ઉપયોગમાં આવે છે, પરંતુ આ પાઉડરને સીધા પાણીમાં ધોવાથી બીજમાંથી નીકળતા અધુલનશીલ જૈવિક કાર્બનનો અવશેષ બચી જાય છે. પરિણામે પાણીમાં ૨૪ કલાક બાદ ફરીથી બેક્ટે‌રિયા જોવા મળે છે અને તે પાણી વધુ સમય સુધી પીવાલાયક રહેતું નથી.

VOTING POLL

નાનકડા કોન્ટેક્ટ લેન્સથી ફેલાવ છે પ્રદૂષણ !

at 1:01 pm


કોન્ટેક્ટ લેન્સનું વજન સાવ નગણ્ય હોય છે અને રોજે રોજ બદલી શકાય એવા ડિસ્પોઝેબલ કોન્ટેક્ટ લેન્સ ઉપલબ્ધ થયા હોવાથી એનો ઉપયોગ વિશ્વમાં વધી ગયો છે. પણ આવા કોન્ટેકટ લેન્સ માઈક્રોપ્લાસ્ટિકનું પ્રદૂષણ વધારે છે. આજે દુનિયાભરમાં કરોડો લોકો કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરે છે પણ એક વાર વાપર્યા બાદ એનો નિકાલ કેવી રીતે કરવો એની જાણ નહીં હોવાના કારણે આ સમસ્યા ઊભી થઇ છે. અમેરિકામાં રોજ આવા ડિસ્પોઝેબલ લેન્સ વાપરનારા લોકોની સંખ્યા ૪.પ૦ કરોડ જેટલી છે. તેઓ વપરાયેલા કોન્ટેક્ટ લેન્સને ગાર્બેજ બેગમાં ફેંકવાને બદલે ટોઇલેટમાં ફેંકી દે છે અથવા સિન્કમાં એનો નિકાલ કરે છે.

VOTING POLL

પતિ-પત્નીના ઝઘડા બીમારીને આપે છે આમંત્રણ

at 12:59 pm


પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય તો તે બંનેને આંતરડામાંથી પ્રોટીનના લીકેજને કારણે લોહીમાં બેકટેરિયા ભળી જવાથી સોજો ચડવાની બીમારી થઇ શકે છે. લગ્નજીવનની નિષ્ફળતા અને આરોગ્ય વચ્ચેના સંબંધની દિશામાં પ્રકાશ પાડતું આ પ્રથમ સંશોધન છે.

સંશોધક જેનિસ કિકોલ્ટ-ગ્લેસરે જણાવ્યું હતું કે લગ્નજીવનમાં રોજની તંગદિલીને કારણે સોજા ચડવા માંડે છે અને એને કારણે અન્ય બીમારીઓ પણ થાય છે. સંશોધકોએ ૪૩ આરોગ્યવાન દંપતીઓને અભ્યાસમાં સામેલ કર્યા હતા. તેમને તીવ્ર મતભેદો અને અસંમતિ જગાવતા મુદ્દા ઉકેલવા ચર્ચા કરવાનું કહેવામાં આવ્યું હતું.

સંશોધનના ભાગરૂપે ઝઘડા કરતા પહેલાંના અને પછીના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. આંતરડાનું લીકેજ અત્યંત ક્રોધ અને દુશ્મનાવટથી લડનારાં પાત્રોમાં વિશેષ પ્રમાણમાં મળ્યું હતું.

VOTING POLL

21મી સદીમાં પણ 80 ટકા લોકો કેન્સરના જોખમોથી છે અજાણ !

October 22, 2018 at 11:14 am


સ્તન, ગર્ભાશય, પ્રોસ્ટેટ કે પેન્ક્રિઆટિક કેન્સરનું જોખમ સર્જનારા જિન્સ ધરાવનારા પૈકી પ્રત્યેક દશે ૮ વ્યક્તિ તે સંભાવનાઓ વિષેની જાણકારી જ ધરાવતા નથી. બીઆરસીએ -૧, બીઆરસીએ-૨ જિન્સમાં થતા ફેરફાર (મ્યુટેશન) મહિલાઓમાં ૮૦ વર્ષની વય પહેલાં સ્તન કેન્સરનું જોખમ સર્જે છે. આ બંને જિન્સના જ સ્વરૂપ ભંગને પગલે મહિલા કે પુરુષ એમ બંનેના કિસ્સામાં પેન્ક્રિઆસના કેન્સરનું જોખમ ઊભું થાય છે. મહિલાના કિસ્સામાં ગર્ભાશયનું કેન્સર અને પુરૂષના કિસ્સામાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ સર્જે છે.

જેનેટિક પરીક્ષણ બીઆરસીએ સંબંધિત કેન્સરનું નિદાન કરવાની ક્ષમતા નથી ધરાવતા પરંતુ મોટાભાગના લોકો પોતાના કૌટુંબિક વારસામાં આ રોગ થતો હતો કે કેમ તેની જાણકારી મેળવવા સંબંધીઓ પર આધારીત રહેતા હોય છે.

VOTING POLL

દુનિયાનું એક માત્ર એવું ગામ જ્યાં દરેક વ્યક્તિના ખાતામાં છે કરોડોની રકમ

at 11:12 am


દુનિયામાં એવા અનેક શહેર આવેલા છે જેની સમૃદ્ધિ અને સુંદરતા જોઈ આંખો ચાર થઈ જાય. પરંતુ શું તમે દુનિયાના એવા ગામ વિશે જાણો છો જ્યાં લોકો દોમદોમ સાહેબી ભોગવે છે? જી હાં દુનિયામાં એક એવું ગામ છે જ્યાં રહેતા લોકો માટે હેલિકોપ્ટરમાં મુસાફરી કરવી સાવ સામાન્ય વાત છે….

આ સૃમદ્ધ ગામ છે ચીનનું વાક્સુ, ચીનનું આ ગામડું દુનિયાનું સૌથી અમીર ગામ છે. ચીનનાં જિયાગસુ પ્રાંતમાં આવેલુ વાક્સુ ગામ કે જ્યાં ભવ્યતા પણ ભૂલી પડી જાય તેવી સમૃધ્ધી જોવા મળે છે. વાક્સુ ગામનાં દરેક વ્યક્તિનાં ખાતામાં આશરે 1.5 કરોડની રોકડ પડેલી છે. ગામનાં તમામ ઘરો બહારથી જોતા કોઇ હોટેલની ગરજ સારે છે. અરે આ ગામડું એટલું તો સદ્ધર છે કે ગામમાં ટેક્સી તરીકે હેલિકોપ્ટરનો ઉપયોગ થાય છે.

240 એકરમાં ફેલાયેલ વાક્સુ ગામની વચ્ચે આવેલ 72 માળની ઇમારત, ગામની સુંદરતામાં ચાર ચાંદ લગાડી દે છે. ન ફક્ત ગામમાં હેલ્થકેર, એજ્યુકેશન, હાઉસિંગસ વગેરે સુવિધાઓ મફતમાં મળે જ છે, પરંતુ અહીં ગ્રામીણ પ્રશાસન તરફથી જ નાગરીકોને ઘર અને કાર જેવી સુખાકારી પણ મફતમાં જ અપવામાં આવે છે. વાક્સુ ગામમાં હેલિકોપ્ટર ટેક્સી, થીમ પાર્કની સુવિધા પણ ઉપ્લ્બધ છે. જો કે ગામનાં નિયમ મુજબ આ તમામ સુખાકારીનાં હકદાર ફક્ત ગામનાં મૂળ નાગરીકો જ છે. નવા આવીને વસતા લોકો માટે આ લાભ ઉપ્લ્બધ નથી કરાવવામાં આવતા.

VOTING POLL

ભારતીય લોકો પોતાની આવકનો 10મો ભાગ ખર્ચે છે ચાઈનીઝ ફૂડ પર

October 20, 2018 at 11:17 am


૧૮મી સદીના કોલકાતામાં ભારતીય ચાઈનીઝ ફૂડની ગાથા શરૂ થઈ હતી. ચીનમાંથી બ્રિટન સુધી ચા અને રેશમનું પરિવહન શરૂ થયા બાદ કોલકાતામાં ચીન કુશળ અને અકુશળ કામદારોના ધાડેધાડા ઊતરી આવ્યાં હતા. સન ૧૭૭૮ની સાલમાં યાંગ ડઝહાઓ નામનો ચાનો વેપારી અહીં આવીને વસ્યો હતો. બ્રિટિશરોએ યાંગને જમીન ફાળવી હતી જેની પર તેણે ખાંડની મિલ શરૂ કરી હતી અને બ્રિટિશરોએ તેમની મિલ માટે માણસો લાવવાનું શરૂ કર્યું હતું.

૧૯૦૧ સુધીમાં ૧,૬૪૦ ચીની લોકોએ કોલકાતાને રહેઠાણ બનાવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધને અંતે ૨૬,૨૫૦ ચીની લોકો કોલકાતામાં આવીને વસ્યાં હતા. ચીનના ખૂણેખાચરેથી લોકો આવીને કોલકાતામાં રહેવા લાગ્યાં પરંતુ તેમનું વર્ગીકરણ કરવું હોય તો હક્કા મોચી, કેન્ટોની સુથાર અને હબેનિઝ દંત ચિકિત્સ જેવું વર્ગીકરણ કરી શકાય. આ પ્રવાસીઓએ ભારતીયોને તેમના દેશના ભોજનનું ઘેલું લગાડયું.ચાઈનીઝ ડીસ સારી છે કે નહીં તે અલગ મુદ્દો છે પરંતુ આ એક એવા પ્રકારનું ભોજન છે જેને દુનિયાભરના અને ખાસ કરીને ભારતીયોનું ઘેલુ લગાડયું છે.

VOTING POLL

તારાની ટક્કરથી થાય છે બ્રહ્માંડમાં ખાસ પ્રકારનો વરસાદ….

at 11:15 am


બ્રહ્માંડ રહસ્યોથી ભરપુર છે. આ રહસ્યોને સમજવામાં લાગેલા લોકોની સામે હરપલ નવી નવી જાણકારી મળે છે જે સૌને ચોંકાવી દે છે. ગયા વર્ષે જાણવા મળ્યુ હતુ કે બ્રહ્માંડમાં આપણાથી ખુબજ દુરના અંતર પર તારાઓની ટક્કરથી ત્યાં મોટા ધડાકાઓ થાય છે, જેનાથી ત્યાં સોનું, પ્લેટિનિયમ જેવી કિંમતી ધાતુઓ વિખેરાય છે. હવે તેનું કારણ નાસા વૈજ્ઞાનિકોને સમજમાં આવ્યુ.

નાસાના વૈજ્ઞાનિકો અનુસાર આવા મોટા ધડાકાઓનું કારણ કિલોનોવાને માનવામાં આવે છે. આ ચમકદાર ફ્લૈશવાળા ધડાકાઓ રેડિયોએક્ટીવ લાઈટની સાથે થાય છે. આ ધમાકાનું કારણ યૂનિવર્સમાં સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનિયમ અને યૂરેનિયમ જેવી ધાતુઓ યૂનિવર્સમાં ફેલાય છે. જો કે આ બધપ પૃથ્વીથી ખુબજ દુરના અંતરે થતુ હોય છે.

VOTING POLL