દેશમાં મળી આવી દુર્લભ બ્લડ ગ્રુપ ધરાવતી પહેલી વ્યક્તિ

July 27, 2018 at 10:35 am


કણર્ટિકની કસ્તૂરબા મેડિકલ કોલેજ મણિપાલને એક રેર બ્લડ ગ્રુપ મળી આવ્યું છે. આ બ્લડ ગ્રુપ્નું નામ પીપી એટલે કે પી નલ ફેનોટાઈપ છે. ડોક્ટરોનું કહેવું છે કે, આ દેશનો પહલો અને અત્યાર સુધીનો એકમાત્ર એવો વ્યક્તિ છે જેમાં પીપી બ્લડ ગ્રુપ મળી આવ્યું છે.
ડોક્ટરોએ જણાવ્યું કે, એક દર્દીને તાત્કાલિક લોહી ચડાવવાની જરૂર પડી હતી. કસ્તૂરબા હોસ્પિટલના બ્લડ બેંકમાં દર્દીનું સેમ્પલ લેવામાં આવ્યું. ડોક્ટરોએ બ્લડ ગ્રુપ જાણવા માટે સેમ્પલની તપાસ કરી, પરંતુ તેઓ બ્લડ ગ્રુપ જાણી શક્યા નહીં. ડોક્ટરોએ એક પછી એક 80 વખત સેમ્પલની તપાસ કરી, પરંતુ બ્લડ ગ્રુપ જાણી ન શકાયું તો તેઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયા. ત્યાં સુધી કે દર્દીના બ્લડ ગ્રુપ્ની વિસ્તૃત રીતે લોહી સંબંધી રોગો વિશે તપાસ કરવામાં આવી. ડોક્ટરોની મોટી ટીમ આ કામમા લાગી હતી, પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે તેમને કંઈ જાણવા મળી શક્યું નહીં.
આખરે ડોક્ટરોએ દર્દીના બ્લડ સેમ્પલને ઈન્ટરનેશલન બ્લડ ગ્રુપ રેફરન્સ લેબોરેટરી (આઈબીજીઆરએલ) બ્રિસ્ટલ યુકેમાં તપાસ માટે મોકલી આપ્યું. રેફરન્સ લેબોરેટરીમાં તપાસ બાદ જણાયું કે, દર્દીના બ્લડમાં પીપી ફેનોટાઈપ સેલ્સ છે.
ફેકલ્ટી ઓફ હેલ્થ સાયન્સ મણિપાલ એકેડમી હાયર એજ્યુકેશનના પ્રો વાઈસ ચાન્સેલર ડો. પૂર્ણિમા બલિગાએ જણાવ્યું કે, એવું પહેલી વખત થયું છે કે નલ ફેનોટાઈપ્નું પી બ્લડ ગ્રુપ ભારતમાં મળી આવ્યું છે. તેમણે બ્લડ બેંકની પહેલને પણ વખાણી છે, જેના પ્રયાસથી આ બ્લડ ગ્રુપ્ની જાણ થઈ શકી છે. ઈમ્યુનો હેમોટોલજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યૂઝન ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર શામી શાસ્ત્રીએ જણાવ્યું કે, દર્દીના શરીરમાં ઘણું જ રેર બ્લડ ગ્રુપ પી નલ અને એન્ટી પીપી 1 પીકે બોડી બ્લડ મળી આવ્યું છે. જોકે, દર્દીના બ્લડ ગ્રુપ્નું લોહી મળી ન શકવાને કારણે હાડકાંના વિશેષજ્ઞ પ્રોફેસર કિરણ આચાર્યની ટીમે દર્દીની સર્જરી બ્લડ ટ્રાન્સફ્યૂઝન વિના જ કરી. તેમણે કહ્યું કે, દર્દીનું હિમોગ્લોબિન વધ્યા બાદ તેને તેને બીજી દવાઓ આપવામાં આવશે.

VOTING POLL

આ દેશમાં દિવસો સુધી નથી ડૂબતો સૂર્ય….

July 24, 2018 at 7:26 pm


દુનિયાભરમાં સૂર્યોદય થાય એટલે દિવસની શરૂઆત થાય છે અને સૂર્યાસ્ત સાથે દિવસનો અંત થાય છે. આ ઘટનાક્રમ 12 કલાકનો હોય છે. પરંતુ કદાચ તમે દુનિયાના એવા દેશ વિશે જાણતાં નહીં હોય જ્યાં કલાક નહીં પરંતુ દિવસો સુધી સૂર્ય અસ્ત થતો નથી. તો આજે જાણો વિશ્વના આવા કેટલાક દેશ વિશે.

નોર્વે- પર્વતોથી ઘેરાયેલો આ દેશ એવો છે જ્યાં સૂર્યાસ્ત 76 દિવસ સુધી થતો નથી. આ દેશમાં મેથી જુલાઈ સુધીના સમયમાં સૂર્યાસ્ત થતો નથી. તેના કારણે આ દેશને લેન્ડ ઓફ ધ મિડ નાઈટ સન પણ કહેવાય છે.

સ્વીડન- સ્વીડન પણ એવો દેશ છે જ્યાં અડધી રાતે પણ સૂર્યનો પ્રકાશ રહે છે. આ દેશમાં મે માસની શરૂઆતથી ઓગસ્ટ સુધી અડધી રાત થયા બાદ સૂર્ય ડૂબે છે.

આઈસલેન્ડ- યૂરોપના સૌથી મોટા આઈલેન્ડમાઁથી એક છે. અહીં 10 મેથી જુલાઈ સુધી દિવસ જ રહે છે. જો કે અહીંના જ્વાલામુખી, ગ્લેશિયર્સ, કુદરતી સૌંદર્ય તમારું મન મોહી લેશે.

VOTING POLL

સમોસા વેંચવા માટે છોડી ગુગલની નોકરી અને હવે 50 લાખની કરે છે કમાણી

at 7:14 pm


તમને એવું સાંભળવા મળે તે એક વ્યક્તિએ ગુગલની નોકરી છોડી અને સમોસા વેચવાનું શરૂ કર્યું તો તમે તે વ્યક્તિને મુરખનો સરદાર ગણશો. પરંતુ દુનિયામાં એક એવી વ્યક્તિ છે જેણે ગુગલની નોકરી છોડી અને હાલ તે વર્ષના 50 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે. આ સમોસા તે કોઈ લારીમાં નથી વેંચતો તે ફાઈવસ્ટાર હોટલમાં વેંચે છે. આ વ્યક્તિનું નામ મુનાફ કાપડિયા છે અને તે મુંબઈમાં રહે છે.

VOTING POLL

હૈદરાબાદમાં જન્મી એશિયાની સૌથી નાની બાળકી, જન્મ સમયે હથેળીમાં સમાઈ જતી ‘ચેરી’

July 21, 2018 at 4:37 pm


હૈદરાબાદમાં એશિયાની સૌથી નાની બાળકીનો જન્મ થયો છે. 25 સપ્તાહ જ ગર્ભમાં રહેનાર આ બાળકીનો જન્મ થયો ત્યારે તે એક સ્માર્ટફોન જેટલી જ હતી અને તેનું વજન 375 ગ્રામ હતું. આ બાળકીના નામે જન્મની સાથે જ એશિયાની સૌથી નાની પ્રિ-મેચ્યોર બેબીનો રેકોર્ડ થઈ ગયો છે. આ બેબીનું નામ ચેરી રાખવામાં આવ્યું છે. હૈદરાબાદની રેનબો ચિલ્ડ્રન હોસ્પિટલમાં તેનો જન્મ 27 ફેબ્રુઆરીના રોજ થયો હતો. તે સમયે તેનું શરીર બે હથેળીમાં સમાઈ જાય તેટલું નાનું હતું. પ્રિ-મેચ્યોર ડિલીવરી પછી આ બાળકીનો જીવ બચાવવા તેને 128 દિવસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી. બાળકી બચે તેની શક્યતાઆે માત્ર 0.5 ટકા હતી પરંતુ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે…

VOTING POLL

પિયાનો શીખતાં બાળકોની ભાષા હોય છે વધારે શુદ્ધ

at 12:17 pm


પુસ્તક વાંચવાથી કે લેસનના ઓડિયો સાંભળવાથી બાળકના ભાષાકીય કૌશલ્યમાં વધારો થતો નથી. પરંતુ, દરરોજ પિયાનોનું એક લેસન આપવાથી કુશળતા સુધરી શકે છે એવું એક વૈજ્ઞાનિક અભ્યાસ પરથી જાણવા મળ્યું હતું. પિયાનો ઈનસ્ટ્રુમેન્ટ પર છ મહિનાની પ્રેક્ટિસથી બાળકમાં ભાષાઇ ક્ષમતા વધે છે. તાજેતરમાં થયેલા રીસર્ચમાં આ અંગે વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. વાંચી, લખી કે બોલી શકતા બાળકોની સરખામણીમાં પિયાનો શીખતા બાળકોમાં સાઉન્ડ પારખવાની અને તે જે તે ભાષાનું ઉચ્ચારણ કરવાની ક્ષમતા વધારે હોય છે. સંગીત વાદ્ય અવાજના પરિવર્તન અને ચોક્કસતાને બાળકના મન સાથે સીધો સંબંધ છે. ઈનસ્ટ્રુમેન્ટના અવાજને બાળકના આઇક્યુ સાથે કંઇ લેવા-દેવા નથી પરંતુ, સાઉન્ડના પંચ ભાષાને ચોક્કસ અને સ્પષ્ટ બનાવે છે.

VOTING POLL

વ્યક્તિ ધનવાન બનશે કે નહીં તેનો સંબંધ છે ડીએનએ સાથે

at 12:14 pm


વ્યક્તિની સફળતા અને ધનવાન હોવાનો સીધો સંબંધ તેના ડીએનએ સાથે હોવાનું તાજેતરમાં થયેલા એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે. વિજ્ઞાનીઓએ શોધી કાઢયું હતું કે, માણસના ડીએનએમાં તેના સામાજિક જીવનની અસર હોય છે. વ્યક્તિમાં રંગસૂત્રો વ્યક્તિના દરરોજના વ્યવહાર સાથે સંબંધ ધરાવે છે. જેમાં સફળતા અને શ્રીમંત લોકોના ડીએનએ અન્ય કરતા અલગ પડતા હતા. અમેરિકા, ન્યૂઝીલેન્ડ અને લંડનના લોકો પર કરવામાં આવેલા અભ્યાસ પરથી જાણવા મળ્યું હતું કે, લોકોની આવકમાં ભિન્નતા છે.

આ ઉપરાંત તેઓને સારા ભવિષ્ય માટે તથા અન્ય શિક્ષણ માટે વિચારસરણી પણ જુદી જુદી જોવા મળી હતી. તેઓ સમાજના ભલે કોઇ પણ વર્ગમાંથી હોય તેના રંગસૂત્રો માતાપિતાની તુલનામાં આગળ વધવા માટે વધુ વેગ આપે છે. આ ઉપરાંત આ જિન્સ વધુ સારં કામ કરવામાં પણ મદદરૂપ છે. આ અભ્યાસમાં ૨૦,૦૦૦ લોકોના જીવનના મુખ્ય બે તબક્કાનો અભ્યાસ કરાયો હતો.

VOTING POLL

હવાનું પ્રદૂષણ વધારે છે ડાયાબિટીસનું જોખમ !

July 19, 2018 at 7:27 pm


અમેરિકાની લેન્સેટ મેડિકલ જર્નલમાં છપાયેલા અભ્યાસમાં કહેવાયું છે કે ભારતમાં હવાની સ્વચ્છતાનાં જે પરિમાણો છે એ ભારતીયોને ડાયાબિટીસ માટે સંવેદનશીલ બનાવે છે.

હવાના પ્રદૂષણના કારણે સ્વાદુપિંડમાં સોજો આવે છે અને ઇન્સ્યુ‌િલનનું પ્રોડક્શન ઘટી જાય છે. આ હોર્મોનની પૂરતી માત્રા ન હોવાથી લોહીમાં શુગર પડી રહે છે અને બ્લડશુગર લેવલ ઊંચું જાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના નિષ્ણાતોનું કહેવું છે કે એર પોલ્યુશન સાથે સંકળાયેલો ડાયાબિટીસ ભારત જેવા લોઅર ઇન્કમ દેશોમાં ઘણો વધુ જોવા મળે છે.

VOTING POLL

લ્યો કરો વાત….માકડને ‘A’ બ્લડ ગૃપ વધારે આકર્ષે છે….

at 7:19 pm


લોહી ચુસી જતાં માકડ પર વિદેશમાં એક રીસર્ચ કરવામાં આવી અને તેનું તારણ આશ્ચર્ય પમાડે તેવું આવ્યું છે. નિષ્ણાંતોએ આ રીસર્ચના તારણમાં જણાવ્યું છે કે લોહી પીતા માકડ જે લોકોનું બ્લડ ગ્રૂપ ‘A’ હોય છે તેના તરફ વધારે આકર્ષાય છે. તેનો અર્થ એ થયો કે જો તમારું બ્લડ ગૃપ એ છે તો ખાસ તકેદારી રાખજો કે તમને માકડ કરડે નહીં. આ રીસર્ચમાં એમ પણ જણાવાયું છે કે માકડની સાથે ઘણાં બેક્ટેરિયા પણ હોય છે જેના કારણે લાઇમ નામનો રોગ થતો હોય છે, આ રોગ ક્યારેક વ્યક્તિ માટે જીવલેણ સાબિત થાય છે. તેથી આ પ્રકારના રોગથી બચવા માટે ખાસ ધ્યાન રાખવાની જરૂર રહે છે.

VOTING POLL

મોબાઈલ પર ગેમ રમવાની છે આદત ? તો તમે છો માનસિક રીતે બિમાર

July 18, 2018 at 7:21 pm


ઘર, આેફિસ કે અન્ય કોઈપણ સ્થળે થોડો પણ સમય મળતાં જે વ્યિક્ત ફોનમાં ગેમ રમવા લાગે છે તે બીમાર હોય છે. જી હાં સતત ગેમ રમવાની આદત ગેમિંગ એડિકશન નામની બીમારી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ વિડીયો ગેમ રમવાની લોકોની આ આદતને બીમારીની શ્રેણીમાં મુકી છે. લોકોની મોબાઈલમાં ગેમ રમવાની આદતના કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસરો થાય છે. આ આદત ધરાવતાં લોકો સમાજથી પણ દૂર થઈ જાય છે. ગેમ રમવાની આદત લાંબા સમયે માનસિક બીમારી બની જાય છે. મોટાભાગના લોકો તો માનસિક તાણનો ભોગ બની જ જાય છે. જે લોકો ગેમ રમવાની આદતથી બીમાર થઈ જાય છે તેઆે ગુમસુમ રહે છે, તેમને કોઈની સાથે વાતચીત કરવી ગમતી નથી અને મોટાભાગે એકલા બેસવાનો જ આગ્રહ રાખે છે.

VOTING POLL

દુનિયાનો સૌથી જૂનો અને પહેલો રંગ છે ગુલાબી..

at 7:15 pm


રંગ વિનાની દુનિયાની કલ્પના પણ કરી ન શકાય. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી પહેલો રંગ કયો છેં ન જાણતાં હોય તો આજે તમને જાણવા મળશે. વૈજ્ઞાનિકોએ સંશોધન કરી શોધી કાઢ્યું છે કે દુનિયાનો સૌથી પહેલો અને જૂનો રંગ કયો છે.
દુનિયાનો સૌથી જૂનો રંગ ચટખ ગુલાબી છે. આ રંગ સૌથી પહેલા આફ્રીકામાં જોવા મળ્યો હતો. નિષ્ણાંતોના મતાનુસાર ગુલાબી રંગ 1.1 અરબ વર્ષ જૂનો હોય શકે છે. આ તથ્ય વિશે જાણકારી મેળવવા માટે વૈજ્ઞાનિકોએ આફ્રીકાના તાઆેદેની બેસિનમાં સંશોધન કર્યું હતું. આ સ્થળે સમુદ્રી પથ્થર વચ્ચેથી આ રંગ મળ્યો હતો. આ ગુલાબી રંગ ક્લોકોફિલ માલેક્યૂલર જીવાષ્મથી બનેલો હોય તેવી સંભાવના છે. આ રંગ સમુદ્રમાં રહેતાં પ્રકાશ સંશ્લેષક જીવો દ્વારા ઉત્પન્ન થયો અને પછી તે અસ્તિત્વમાં આવ્યો છે.

VOTING POLL