વીરપુર(જલારામ)માં મુિક્તધામ મુકતેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની આરતીમાં ભકતો ઉમટયા

March 7, 2019 at 11:09 am


સમગ્ર ભારતભરમાં શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે ત્યારે વીરપુર જલારામધામ ખાતે આવેલ મુિક્તધામ એટલે કે સ્મશાનમાં બિરાજતા શ્રી મુક્તેશ્વર મહાદેવની મહાઆરતી રાત્રે બાર વાગ્યે કરવામાં આવી,સામાન્ય રીતે લોકો રાત્રીના સમયમાં સ્મશાનમાં જતા ડરતા હોય છે પરંતુ વીરપુર જલારામધામના સ્મશાનમાં બિરાજમાન છે દેવાધિદેવ મુક્તેશ્વર મહાદેવ આ મુક્તેશ્વર મહાદેવનું મંદિર ખુબજ પૌરાણિક છે અને વીરપુરના સ્મશાનમાં આવેલું છે દરવર્ષે મહાશિવરાત્રી નીમિતે વીરપુર ગામના સેવાભાવી યુવાનો દ્વારા શ્રી મુક્તેશ્વર મહાદેવની ડાક-ડમરુ વગાડીને મહાઆરતી રાત્રે બાર વાગ્યે કરવામાં આવે છે,મુક્તેશ્વર મહાદેવની મહાઆરતીમાં હજારો શિવભક્તો ઉમટી પડે છે,વીરપુર ના સેવાભાવી યુવાનો દ્વારા મુક્તેશ્વર મહાદેવ મંદિર આખુ મુિક્તધામ એટલે કે સ્મશાન લાઈટ ડેકોરેશન કરી શણગારવામાં આવે છે તેમજ આખા સ્મશાનમાં 1001 દિપક પ્રગટાવીને રોશની કરવામાં આવે છે,ભજન કીર્તન અને શિવજીના ગુણગાન ગાઈને મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, મહાઆરતી બાદ ભાંગ તેમજ ફ્રંટનો પ્રસાદ આપવામાં આવે છે, આ મુિક્તધામ સ્મશાનમાં બિરાજતા શ્રી મુક્તેશ્વર મહાદેવના દર્શન કરી હજારો શિવભક્તો હર..હર..મહાદેવના નાદ સાથે પાવન થાય છે.

VOTING POLL

સોમનાથ મહાદેવ સમક્ષ વારાણસીના ડમરું મંડળ દ્વારા સૂર આરાધના

March 6, 2019 at 12:22 pm


કાશી વિશ્વનાથ મહાકાલ ડમરૂ મંડળ વારાણસીનાં ગ્રુપ દ્વારા સોમનાથ મહાદેવને ડમરૂ નાદથી શિવાર્ચન કરવામાં આવેલ આ મંડળના સભ્યો સોમનાથ મંદિર પરિસરમાં ડમરૂના નાદથી ભકતોને મંત્રમુગ્ધ કરેલ હતા આ મંડળની વિશેષતા એ છે કે, તેઆે આઠ વર્ષથી લઈ ત્રીસ વર્ષ સુધીનાં લોકો ડમરૂ વગાડેછે સૌએ સોમનાથ મહાદેવને સુર આરાધના કરી ધન્યતા અ્નુભમવે છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મંડળનું સ્વાગત કરેલ.

VOTING POLL
VOTING POLL

સોમવારે મહાશિવરાત્રીઃ સૌરાષ્ટ્રમાં ‘હર હર મહાદેવ’નો નાદ ગુંજી ઉઠશે

March 2, 2019 at 11:00 am


સોમવારે મહાશિવરાત્રીનું પર્વ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ધર્મોલ્લાસ સાથે ઉજવાશે. આ દિવસે જીવનું શિવ સાથે મિલન થશે. વહેલી સવારથી ‘હર-હર મહાદેવ’નો નાદ ગુંજી ઉઠશે. સૌરાષ્ટ્રમાં આવેલા પ્રાચીન અને ઐતિહાસિક શિવમંદિરો તેમજ ગામે ગામ શિવજીની ભિક્ત માટે ભાવિકોની ભીડ જોવા મળશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે અત્યારથી જ ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યાે છે. સાથાેસાથ જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં સાધુ-સંતો તેમજ ભકતો શિવજીની ભિક્તમાં લિન થયા છે.

શિવરાત્રીના દિવસે ચારપ્રહરની પૂજાનું વિશિષ્ટ મહત્વ છે. આ વખતે શિવરાત્રી અને સોમવાર બન્ને એક જ દિવસે હોવાથી ભાવિકોમાં પણ અનન્ય ઉત્સાહ જોવા મળી રહ્યાે છે. મહાશિવરાત્રીને લઈ વિવિધ ધામિર્ક આયોજનો કરાયા છે. આ દિવસે ‘બમ બમ ભોલે’ના નાદ સાથે ભવ્ય શિવ રથયાત્રા નીકળશે. હિન્દુ પંચાંગ પ્રમાણે 24 કલાકમાં આઠ પ્રહર આવે છે તેમાં દિવસના ચાર અને રાત્રીના ચાર પ્રહર શિવરાત્રીના પર્વ પર રાત્રીના ચાર પ્રહરની પૂજાનું વિશિષ્ટ મહત્વ રહેલું છે.

શિવજીની ભિક્ત માટે ભાવિકોએ ચાર પ્રહરની પૂજા સાથે-સાથે વ્રત, ઉપવાસ, અભિષેક, ભજન-ભિક્ત તેમજ ભાંગ પ્રસાદનો પ્રસાદ લેશે. સોમવારે ગામે ગામ શિવરાત્રી નિમિત્તે વિવિધ ધામિર્ક કાર્યક્રમો યોજાયા છે જેની સંકલિત માહિતી અત્રે પ્રસ્તુત છે.

VOTING POLL
VOTING POLL

જામજોધપુર સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિવાર્ષિક પાટોત્સવ ઉજવાયો

February 11, 2019 at 11:00 am


જામજોધપુર સ્વામીનારાયણ મંદિર ખાતે ત્રિવાર્ષિક પાટોત્સવ કાર્યક્રમ ગત તા.10ના રોજ રવિવારે વસંત પંચમીના રોજ ઉજવવામાં આવ્યો હતો.જેમાં મહાઆરતી, સભા, અન્નકોટ મહોત્સવ, બ્રûચોર્યાસી વગેરે કાર્યક્રમ રાજકોટ સ્વામીનારાયણ મંદિરના સંત રાધારમણદાસજી તેમજ જામજોધપુર કોઠારી સ્વામી જગતપ્રસાદજીની નિશ્રામાં યોજાયો હતો. આ સભામાં ધુનડાના જેન્તીરામ બાપુ સહિત વિવિધ જગ્યાએથી હરીભકતો હાજર રહ્યા હતા.

VOTING POLL

કાલે વસંતનાં વધામણાઃ વણજોયા મુહંર્ત પર શુભ લગ્નાે-માંગલિક કાર્યો

February 9, 2019 at 12:07 pm


આવતીકાલે વસંત પંચમી આટલે વણજોયું મુહંર્ત કાલે ઠેર-ઠેર વિવાહની શરણાઈ ગૂંજશે. જેમ પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે તેમ માનવજીવન પર વસંતપંચમીએ પ્રફુંીત થાય ચે. આવતીકાલે લગ્નાેત્સવની સાથે વાસ્તુ, ઉદઘાટન, ભૂમિપૂજન સહિતનાં માંગલિ કાર્યો પણ યોજાશે.
વસંત્સોવ એ વાસ્તવમાં નિસર્ગોત્સવય છે. નિસર્ગ સોળે કલાએ ખીલે છે. પ્રેમના પ્રતિક કસમી સરસવની પીળી ચૂંટડી આેડી ચોતરફ લહેરાવે છે. નિર્મળ, નિખાલસ, નિર્લેપ નેહથી સહુને પોકારે છે. એમાં કોઈ પુરુષના ખેદ નથી હોતા એટલે જ વસંત ઋતુરાજ પણ કહેવયા છે. અને ઋતુરાણશી પણ જેમ વસંતભાઈ પણ હોય, અને વસંત બહેન પણ! જેમ યૌવન એ આપણા જીવનની વસંત છે, એમ વસંત એ સૃિષ્ટનું યૌવન છે. યૌવન એટલે ખીલવું, મહેકવું, ઉરમાં ઉભરાતો ઉત્સાહ, ઉમંગ, સ્વસ્થ, સક્ષમ, સમથર્ સ્વાસ્થ્ય એજ માનવીની સાચી સંપતિ છે. એટલે જ આને શ્રીપંચમી પણ કહેવયા (ની યાને સંપિત્ત લક્ષ્મીનો સમૂદ્રમાંથી પાદુભાંવ આજના દિવસે થયા હતા, સમુદ્ર મંથન એટલે પુરુષાથર્ એવું કહેવાય છે.) ઋતુ પરિવર્તનના કારણે આયુર્વેદ આને કામો-દિપકના નામથી આેળખાવે છે. એથી જ આ દિવસોથી ગરમ અને ઉત્તેજક વસ્તુનો ત્યાગ કરી આમ્ર મંજુરીનો ઉપયોગ કરવો જોઈએ, એવું આયુર્વેદ શાં કહે છે.

VOTING POLL

સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નિમિત્તે રાત્રીના જયોત પૂજન, મહાપુજા અને આરતી કરી ભકતો ધન્ય બન્યા

February 4, 2019 at 11:29 am


પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવાના સાનિધ્યે માસિક શિવરાત્રી નીમીતે સોમનાથ મંદિરે રાત્રીના 10-00 કલાકે જયોતપૂજન સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરના હસ્તે કરવામાં આવેલ સાથે અધિકારી, કર્મચારી, તીથર્ પુરોહિતો, દર્શનાથ}આે પણ જોડાયા. રાત્રે 11 કલાકે સોમનાથ મહાદેની મહાપૂજા 12-00 કલાકે આરતી કરવામાં આવેલ હતી.

VOTING POLL

પ્રભાસપાટણઃ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે છઠીએ ઉજાર્ ઉત્સવ-2019નું આયોજન

February 2, 2019 at 11:14 am


સોમનાથ પ્રભાસપાટણ મુકામે સ્વામિનારાયણ ગુરૂકુળમાં ગુજરાત કાઉિન્સલ આેન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત ધર્મભિક્ત લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર-સોમનાથ તેમજ ગુજરાત ઉજાર્ વિકાસ એજન્સી ગાંધીનગર દ્વારા ચિર સ્થાયી ઉજાર્ જાગૃતિ કાર્યક્રમનો ઉજાર્ ઉત્સવ 2019નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જિલ્લાની જુદી જુદી શાળાના વિદ્યાથ}આે ભાગ લેશે જેને પ્રાેત્સાહિત કરવા માટે તેમજ આ ઉજાર્ ઉત્સવને ખૂલ્લાે મુકવામાં આવશે.આ કાર્યક્રમને તા.6ના રોજ સવારે 10 કલાકે સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે રાખેલ છે. કાર્યક્રમનાં ઉદ્ઘાટક જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કેલા, પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.આર.સગારકા, અતિિથ વિશેષ તરીકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, રાજ્યસભા સાંસદ ચુનિભાઈ ગોહેલ, સોમનાથનાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લેહરી, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ગીર-સોમનાથ જિલ્લા કોળી સમાજના પ્રમુખ કાનાભાઈ ગઢીયા સહિતના અગ્રણીઆેએ હાજરી આપશે.આ કાર્યક્રમમાં આયોજક કલાઈમેન્ટ ચેન્જ વિભાગ ગુજરાત વિકાસ એજન્સી ગાંધીનગર, જિલ્લા ધર્મભિક્ત લોકવિજ્ઞાન કેન્દ્ર ગીર-સોમનાથ. આ કાર્યક્રમમાં સોમનાથ જિલ્લાની જુદી જુદી ઉચ્ચત્તર પ્રાથમિક અને માધ્યમિક આ કાર્યક્રમમાં શાળા યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં વિજેતા 5 વિદ્યાથ}આે તથા એક શિક્ષક ભાગ લેશે આ ઉજાર્ ઉત્સવ-2019માં ઉજાર્ સરક્ષણ રેલી, ઉજાર્ ક્વિઝ, ઉજાર્ ચિત્ર સ્પધ), ખુરશી, નિબંધ વગેરે કાર્યક્રમો યોજવામાં આવશે આ કાર્યક્રમને શા.સ્વા.ભિક્ત પ્રકાશદાસજી, માધવ ચરણદાસજી અને ધર્મ કિશોર દાસજીએ શુભેચ્છા પાઠવેલ છે.

VOTING POLL

ઘેલા સોમનાથ દાદાને ગણપતિ દાદાનો શણગાર

February 1, 2019 at 11:21 am


સં.2075ના પોષ માસની વદ-11 અગીયારસ અને ગુરૂવાર તા.31-1-2019ના રોજ અગીયારસ હોવાથી પૂજારી હસુભાઈ જોષીએ દાદા ઘેલા સોમનાથને ગણપતિ દાદા ઘેલા સોમનાથને ગણપતિનો શણગાર કરવામાં આવેલ. તેમ મનુભાઈ શીલુની યાદીમાં જણાવેલ છે.

VOTING POLL